________________
૧૯૦૬ ] કેન્ફરન્સ ઓફીસમાં ચાલતું કામકાજ
ર૪૧ કોન્ફરન્સ ઓફીસમાં ચાલતું કામકાજ, ડીરેકટરી ખાતું–તળ મુંબઈમાં ૫ માણસે એફસમાં કામ કરે છે. કચ્છદેશની ફર્મવાર તારવણી છપાવા માટે તૈયાર થઈ છે. કડી પ્રાંતની તારવણ લગભગ અધી ઉપરાંત થઈ છે. જે જે ગામની ડીરેકટરી થઈ આવી છે તે ગામો ઉપરાંત બીજુ કેઈગામ રહી ગયું ન હોય તે માટે બે માણસ તપાસણમાં છલાઓમાં ફરે છે. રજપુતાનામાં અજમેર ખાતે ડીરેકટરી બ્રાંચ એફીસ કોન્ફરસ તરફથી ખેલવામાં આવી છે. ત્યાં ઓનરરી સુપરવાઈઝર શેઠ ધનરાજજી કાસટીયાના હાથ નીચે ૧૫ માણસ આશરે કામ કરે છે. તેઓએ આશરે ૩૫૦ ગામોની ગણત્રી કરી છે. પ્રતાપગઢમાં બીજી બ્રાંચ ઓફીસ ખોલવામાં આવી છે, અને તેને બંદોબસ્ત શેઠ લક્ષ્મીચંદજી ઘીયા, પ્રોવીશ્યલ સેક્રેટરી માળવા, તરફથી થાય છે. ત્યાં ૩ માણસો કામ કરે છે. તે કામ થોડા વખતમાં પૂરું થવા સંભવ છે. સંયુક્ત પ્રાંતેની ડીરેકટરી મી. ફલચંદજી મેઘાના નિઃસ્વાર્થ પ્રયાસથી સહરાનપુર ખાતે ઓફીસ ખોલી થાય છે. મધ્યપ્રાંતની ડીરેકટરી મી. માણેકચંદજી કેચર બી. એ. નરસિંહપુર ખાતે ઓફીસ રાખી કરે છે. ત્યાં માત્ર એક માણસ છે. દક્ષિણમાંનાં ગામેની ડીરેકટરી પત્રવ્યવહારથી થાય છે.
મંદિરદ્ધા૨–૧૯૬૨ ના શરૂઆતથી નીચે પ્રમાણે રકમ જુદા જુદા દેરાસરમાં અપાણી છે. રૂ. ૨૦૦ ફલેધી પાર્શ્વનાથ પાસે ઓશીયા ગામ માટે. ૨૦૦, શ્રી વડેદરા માટે દાદા સાહેબના દેરાસરના જીર્ણોદ્ધાર માટે. ૨૦૦, શ્રી અમદાવાદમાં ચંગળના દેરાસર માટે.
જાન્યુઆરી ૧૮૬. ૧૨૫, શ્રી પાટણમાં કનશાના પાડાના શ્રી શાંતિનાથજીના દેરાસરના જીર્ણોદ્ધાર માટે. ૨.૦, શ્રી જામખંભાળીઆના દેરાસર માટે. ૧૦૦, શ્રી શિહી જીલ્લામાં પીંડા તાલુકાના વસંતગઢના શાંતિનાથજીના
દેરાસરમાં જીર્ણોદ્ધાર માટે. ૩૦૦, ડીસા પાસે પાલડીના દેરાસરના જીર્ણોદ્ધાર માટે.
માર્ચ. ૫૧, શ્રી કાઠીયાવાડમાં બટાદ પાસે પાલીયાદ ગામમાં શાંતિનાથજીના , દેરાસરમાટે.
એપ્રિલ ૬૦૦, એશીયા નગરીના દેરાસરમાં જીર્ણોદ્ધાર માટે.
જૂન, ૮, આસરે પરચુરણ દેરાસરમાં ધૂપ વિગેરે માટે. ૬૫૦, પાટણ પાસે રૂપપુરના દેરાસરમાં જીર્ણોદ્ધાર માટે. ૨૨-૦, મેવાડ-મારવાડમાં જીર્ણોદ્ધાર માટે.
| ડિસેંબર.
૪૮૩૪
જીર્ણોદ્ધાર ખાતે ઉપર મુજબ રકમો અપાઈ છે. હજી ઘણી જગ્યાએ કામ જારી છે.
આ સંબંધમાં જાણેવું જરૂરનું થઈ પડશે કે મેવાડ–મારવાડનું કામ મી. લલુભાઈ જેચંદ પોતે જાતે જઈ તપાસ કરીને પિતાની દેખરેખ નીચે કરાવે છે અને