________________
જુલાઈ,
જૈન કોન્ફરન્સ હરેલ્ડ ભાયખળામધેના શ્રી આદેશ્વરજી મહારાજના
દહેરાસરજીના હીસાબને રીપોર્ટ. અમાએ શ્રી ભાયખળાજીમધેના શ્રી આદેશ્વરજી મહારાજના દેરાસરજીને વહીવટ સંવત ૧૮૫૯-૬૦–૬૧ ની સાલને હીસાબ તપાઠ્યો છે તે જોતાં તે ખાતાના વહીવટ કરતા શેઠ રતનચંદ ખીમચંદ તથા શેઠ રામચંદ હેમાજીએ અમોએ જેટલા વખતને હિસાબ તપાપે છે તેમાં તેમણે પોતાને કીમતી વખત રોકી ઘણી સારી રીતે વહીવટ ચલાવેલો જોવામાં આવે છે. - તેમજ તે બેઉ ગ્રહ આ ખાતામાં જેમ જેમ ખામીઓ દેખાતી જાય છે તેમ તેમ તેમાં સુધારો કરવા તત્પર રહેલા જોવામાં આવે છે, તેથી ભવિષ્યમાં આ ખાતું વધારે સુધારા ઉપર જાય તેમ દેખાય છે અને તે હદબહાર આનંદ થયા જેવું છે. હમે એ જ્યારથી આખાતાને હીસાબ તપાસવાનું શરૂ કરી તપાસણી પુરી થઈ તે દરમીઆન જે કે અમારે વખત ઘણોજ રોકો પડયો છે, તે પણ ઉપર જણાવેલા અને ગ્રહએ અમને દરેક બાબતની પિતાના નિખાલસ મનથી મદદ આપી છે, તેથી તેમને પુરેપુર ધન્યવાદ ઘટે છે. જો કે આ ખાતામાં જુની ઉધરાણું ઘણી મોટી રકમની બાકી રહેલી જોવામાં આવે છે, તે ઉધરાણી કેવી રીતે વસુલ કરી લેવી તે બદલ તેમને વિગતવાર સુચનાપત્ર આપવામાં આવેલું છે, તે ઉપર હમારી પુરતી ખાતરી છે કે ઉપર જણાવેલા બંને ગૃહસ્થ પુરતું ધ્યાન આપી પ્રથમ જેવી રીતે આ ખાતું સુધારવા ઉપર ધ્યાન આપ્યું છે, તે કરતાં પણ અમારી સૂચના ઉપર વધારે ધ્યાન આપી વધારે સારા પાયા ઉપર લાવી મુકશે.
શ્રી જૈન વકતૃત્વકળા પ્રસારક સભાના હીસાબનો રીપોર્ટ.
અમોએ શ્રી. જૈન વકતૃત્વકળા પ્રસારક સભાનો હિસાબ તા. ૨૫-૬-૦૯ ને રોજ તપાસી તે સભાનેલગતી કેટલીક બાબત નીચે જણાવી છે.
આ સભા હજુ બચપણમાં છે તેના સબબે કેટલીક બાબતમાં નીયમીત કામ થતું નથી તેપણ મી. લાલનના ખંતીલા પ્રયાસથી ઘણું સારું કામ બજાવી* કેટલાએક વક્તાઓ તિયાર કર્યા છે, જેની વર્તમાનકાળમાં આપણા જેનીઓની સ્થિતિ જોતાં પુરેપુરી અગત્ય દરેક મડળ તરફથી સ્વીકારવામાં આવે છે, માટે તે સંબંધી પંડિત લાલનને ઘણો ધન્યવાદ ઘટે છે અને આશા રાખવામાં આવે છે કે દરેક જૈન ગૃહસ્થ આ ખાતામાં સામેલ થઈ તેને લાભ લેશે.
- હાલમાં અમે મુંબઈ બહારકેટ શ્રી. આદેશ્વરજી મહારાજના દેરાસરજીના વહીવટને હીસાબ તપાસીએ છીએ,
લાસેવક ચુનીલાલ નાંહાનચંદ, એ ડીટર, જનશ્વેતાંબર કેન્ફરન્સ.
કોન્ફરન્સના રીપોર્ટ મળવાનું ઠેકાણું–પહેલી, બીજી, અને ત્રીજી કોન્ફરન્સના રીપો માસ્તર ભાગચંદ મેહનલાલ શાહને ત્યાંથી વેચાતા મળશે. ઠે. રતનપોળ મુ. કડી,