________________
૧૯૦૬ ] કચ્છ મેઠી ખાખરના દેરાસરનો શિલાલેખ.
૨૨૮ કરાવી. તેવાર બાદ એક વખતે શ્રાવણ માસનું વાર્ષિક પર્વ પાલવાની મહારાજાએ આજ્ઞા કરતે છતે બ્રાહ્મણે તે અંગીકાર ન કરવાથી તેને બોલાવીને શ્રી ગુરૂમહારાજે શિક્ષા કરાવી. તેમજ શ્રીગુરૂ મહારાજે કહેલી શ્રાવણમાસની વાર્ષિક વ્યવસ્થાવાલી સિદ્ધાંતના એથેની યુક્તિ સાંભલીને તુષ્ટમાન થયેલા રાજાએ શ્રીગુરૂ મહારાજ પ્રતે મેહેરબાની પૂર્વક પિતાની મેહર છાપવાલા સાત ૭ જયપત્રે આપ્યાં અને પ્રતિપક્ષને પરાજયપત્રે એટલે હારવાનાં પત્રો આપ્યાં–અને તેવી જ રીતની રાજનીતિ બતાવીને રાજાએ પિતાને ઉત્તમ પ્રકારનો ન્યાયધર્મ શ્રીરામરાજાની પેઠે સત્ય કર્યો, વલી હમારા ગુરુને એટલે પ્રભાવ તે શું હિસાબમાં છે, કેમકે, જે ગુરૂ મહારાજે શ્રીમલકાપુરમાં યાદ કરવાની ઈચ્છાવાલા મૂલા નામના મુનિને તેલે છે તેમજ પ્રતિષ્ઠાનપુરમાં યવનેના મેહડેથી જૈનધર્મની જેમ
સ્તુતિ કરાવેલી છે, વલી એટલામાં આવી મલેલા એવા સેંકડે ગમે બ્રાહ્મણને યુક્તિ દેખાડીને જેમણે જીતેલા છે, તેમજ બેદિપુરમાં વાદીઓના ઉપરી એવા દેવજીને જેમણે મૌન કરાવેલું છે, વલી જેમણે જેનની ન્યાયવાણીથી દક્ષિણ દેશમાં રહેલા જાલણ નગરમાં વિવાદ પદવીપર ચડાવીને દિગંબરાચાર્યને કહાડી મૂકેલ છે તેમજ રામરાજાની સભામ જેમણે આત્મારામ નામના વાદીશ્વરને હરાવે છે. એવા તે ઉત્તમ બુદ્ધિવાલા શ્રીવિવેક હર્ષગણિ મહારાજની પાસે રાજા પણ શું હિસાબમાં છે? વલી અમારા ગુરૂ મહારાજના * મુખમાંથી નિકલેલા મહાનશાસ્ત્રીરૂપી અમૃતના સાગરમાં લીન થયેલા ભારમલ્લજી મહારાજાએ શ્રીરૂષભદેવ પ્રભુની ઘણી માન્યતા ધારણ કરી તથા તેમની ભકિત માટે તે શ્રી ભારમલ્લજીએ ભુજનગસ્માં રાજવિહાર નામનું અત્યંત અદ્દભુત શ્રીજિનેશ્વર પ્રભુનું મંદિર બનાવ્યું હવે સંવત ૧૬૫૬ ની સાલમાં શ્રીકચ્છ દેશની અંદર સ્વલા જેસલા મંડલમાં વિહાર કરનારા શ્રીગુરૂ મહારાજે ઘણાં ધનધાન્યથી મને હુ૨ થયેલા એવા શ્રીખાખર ગામને પ્રતિબોધીને સારી રીતનું ધર્મક્ષેત્ર બનાવ્યું, કે જ્યાંના રાજા મહારાજ શ્રી ભારમવ્રજીના ભાઈ કુંઅર શ્રી પંચાયણ હતા. કે જેમણે મદયુક્ત અનેક પ્રબલ પરાક્રમે કરીને દિશાચકને દબાવ્યું હતું તથા જે સૂર્ય સરખા પ્રતાપ અને તેજવાલા હતા. વલી જેમની પટ્ટરાણી પુષ્પાંબાઈ આદિક હતી. તથા જેમના પુત્ર કુંઅર દુજાજી, હાજાજી, ભીમજી, દેસરજી તથા કમેજી નામના હતા, કે જેઓ શત્રુઓરૂપી હાથીઓની શ્રેણીને હરાવવામાં કેસરી સિંહસરખા હતા.વલી ત્યાં રહેલાં સેંકડો ગમે એસવાલના ઘરોને સમ્યક પ્રકારે જિન ધર્મ પ્રતિબંધીને તથા શ્રાવક સંબધિ સઘલી સમાચારી શીખવીને તેમણે ઉત્કૃષ્ટ શ્રાવક બનાવ્યા. વલી ત્યાં ભદ્રકપણ દાન તથા શૂરાપણા આદિક ગુણોથી ઉપાર્જન કરેલા યશનફેલાવારૂપી કપૂરના સમૂહથી સુગંધયુક્ત કરેલ છે બ્રહ્માંડ જેમણે એવા શા. વયરસી નામના પટેલને તેના કુટુંબ સહિત શ્રીગુરૂ મહારાજે એવે તે પ્રતિબંધ આકે જેથી તેણે ઘંઘર ગાત્રા શા. શિવાઘેથા આદિક સહિત શ્રીપા ગછની રાજધાની સરખે ન ઉપાશ્રય બનાવ્યું. તેમજ શ્રીગુરૂ મહારાજના ઉપદેશે કરીને જ ગુજરાતની ભૂમીમાંથી સલાટને માલાવીને શા. વરસીએ શ્રીસંભવનાથજીની પ્રતિમા કરાવી તથા તેના શા. સાયર નામના પુત્રે મૂલનાયક શ્રી આદિનાથજીની પ્રતિમા કરાવી તથા શા. વીજજા નામના પુત્ર શ્રી વિમલનાથ પ્રભુની પ્રતિમા કરાવી. વલી તેની પ્રતિષ્ઠા અંજન શલાકા શા. વયરસી-,