________________
૨૧દ . જૈન કેન્ફરન્સ હરેડ.
| [ જુલાઈ કેન્ફરન્સને વખત–માસામાં કોન્ફરન્સ ભરવી એ આવનાર મેમાન તથા પરણાગત કરનાર અને મુશ્કેલ પડે તેમજ જીવવિરાધના વિશેષ થાય. પિષમાસથી જેડ સૂધી વેપારની મોસમ હોવાથી વિશેષ ડેલીગેટે એને પ્રેક્ષકે ભેગા થવાનો સંભવ છે રહે. અને તેથી જાહેર મત મોટા પ્રમાણમાં મેળવવાનું, કેળવવાનું તથા ધનિકના ધનની વ્યવસ્થાવિષે મોટા ભાગનું ધ્યાન ખેંચવાનું બની શકે નહિ. માટે અમારું માનવું તો એમ છે કે કારતક સુદ ૧૫ પછી અને માગશર વદ પહેલાં એ દરમ્યાન કેન્ફરંસ ભરવી ઉત્તમ છે. મુનિમહારાજાઓ પણ તે વખત પધારી શકે. એકલા ધાર્મિક અથવા એકલા વ્યવહારિક ઉપદેશ કરતાં બન્નેની સાથેજ જરૂર છે. | મુનવિહાર-હસૂધી જે દેશમાં જૈનવસ્તી હોવા છતાં મુનિવિહાર એ છે , ત્યાંથી એકજ ફરીઆદ આવે છે કે પવિત્ર મુનિરાજે, અહિ પધારી, અમને ઉપદેશ આપી અમારું જીવન સાફલ્ય કરે. ચોમાસું ખતમ થતાં આવા સ્થળોએ વિહાર કરવા વિનંતિ છે.
પત્રવ્યવહાર –તા. ૩ જાનના જૈનમાં લખે છે કે એક મુનિરાજને કન્ફરસ એણસ તરફથી પત્રના જવાબો મળતા નથી. જરા મજાકમાં લખે છે કે “ઉનાળો હેવાનું કદાચ આ કારણ હશે પરંતુ “જૈન” પત્રકાર એટલું તે કબૂલ કરશે કે અહીં આવતા બધા પત્રોને જવાબ દઈ શકાય ખરે કે ? કે ઈવખતે પત્ર તદ્દન નકામો અથવા પિષ્ટપેષણ કરેલું હોય કે નકામી કુથલી હોય તે જવાબ લખવાની જરૂરજ ન રહે. અને જે બહુ અગત્યને હોય તે અમલ કરતાં વાર પણ લાગે અથવા કેઈ વખતે અસંભવિત યોજના એને જવાબ આપવાની પણ જરૂર ન રહે.
આ પત્ર—ને કેવા રૂપમાં કાઢવું તે વિષે “જૈન” પત્રે માત્ર એક વખત જણાવ્યું હતું કે “વૈશ્ય પત્રિકા ” તથા “કાયસ્થ સમાચાર” ની લાઈન ઉપર આ માસિક નીકળવું જોઈએ. “વૈશ્ય પત્રિકામાં જઈ તેનું ખાસ સ્વરૂપ કઈ જણાયું નથી. “કાયસ્થ સમાચાર” મગાવ્યા છતાં નહિ આવ્યાથી તેની લાઈન જાણી શકાઈ નથી. હિસાબદર મહીને પ્રસિદ્ધ કરવા વિષે અગવડ હોવાથી તેમ થઈ શકતું નથી, પરંતુ વાર્ષિક હિસાબ તે કેન્ફરંસ ભરાય ત્યારે રજુ કરવામાં આવે છેજ. પાટણ કેન્ફરંસમાં હીસાબની નકલે વહેંચવામાં આવી હતી. બીજી વખત “જૈન” પત્ર આ માસિકના અપ્રસિદ્ધ લેખકના પગારવિષે ઈશારે કરી માસિકને નજીવું બતાવવા કેશીષ કરે છે, પરંતુ એવીરીતે પગારવિષે વાત કરવી એ પત્રની એટીકેટની વિરૂદ્ધ લાગે છે. કેઈકેઈ બંધુઓ કહે છે કે “હૈર૪” જે લાઈન પર જોઈએ તે લાઈન પર નથી. તે બંધુઓને કેવા વિષયે આવવા જોઈએ એમ પૂછતાં કહે છે કે સાંસારિક વિષયે ચર્ચો. બની શકતી રીતે આ માસિક એ વિષય ચર્ચે છે. એક ગ્રેજ્યુએટ અધુને પૂછતાં તેઓ પણ લાઈન બતાવી શક્યા નથી, માત્ર પેપર જોઈએ તેવું નથી એમ કહી શક્યા છે. આ ઉપરથી સર્વ વિચારક બંધુઓને નમ્ર વિનંતિ છે કે કઈ તરેહના વિષયો આપ ચર્ચવા માગો છો તે જણાવવા કપા કરશે. આ પત્ર પોતાથી બની શક્તી રીતે દરેક પ્રકારના વિષય ચર્ચવા યત્ન કરે છે, છતાં અમારી ખામીઓ અને સુધારા સૂચવવા નમ્ર યાચના છે.