________________
૨૩.
૧૯૦૬ ]
ગ્રંથાવલોકન ટકશે, તે કહેવું મુશ્કેલ થઈ પડે છે. કોઈ કહેશે કે જે સારું હશે તેને મદદ મળી જ રહેશે. પણ દુનિયા જરા વિચિત્ર છે. સારાને સારું સમજતાં વાર બહુ લાગે છે. માટે આ સંસ્થાને માટે સ્થાયી ફંડ ઉભું કરવાની ખાસ આવશ્યકતા છે. જે વ્યક્તિઓ ખરેખરૂં. પુણ્ય ઉપાર્જન કરવા ઇચ્છતા હોય, અથવા પૈસાને સદુપયોગ કરવા ધારતા હોય તેને માટે આ સંસ્થા તદન પાત્ર છે. ધર્મવિનાની એકલી વ્યાવહારિક કેળવણી પણ નકામીજ છે. માટે ધાર્મિક કેળવણું પણ દાખલ કરી છે તે બહુ ઉચિત થયું છે. અર્થ તથા તત્વ સહિત પ્રતિકમણ વિગેરે સમજાવાય તે યુગ્ય થાય. સુત્રે બોલવાથી ઘણો લાભ છે, પણ અર્થની સમજ પુર્વકનો લાભ અતિશય છે. સેક્રેટરી તરીકે શાહ મનસુખ અનુપચદ માત્ર માનનીજ પદવી ધરાવે છે, અને એ જાતિભેગ આપતા જોઈ અમને આનદ થાય છે. જે ક્ષેત્રમાં વ્યક્તિઓ સ્વાર્થ ભૂલી સમષ્ટિનું હિત કરવામાં મચી છે, તે દેશજ આગળ જતાં તરી શકે. જેમ બને તેમ તન, મન, ધનને સ્વાર્થત્યાગ કરવાથી આત્મય પણ થાય છે, અને તેથી જ તેને ખરે લાભ થાય છે. પુનઃ દાતારને વિનવી એ છીએ કે આવા ખાતાને મદદ કરશે.
ગ્રંથાવલોકન. ધર્મસંગ્રહ–આ પુસ્તકનું રીવ્યુ અને આગળ એક અંકમાં લઈ ગયા છીએ, પરંતુ ભાવનગર “જેનધર્મપ્રકાશ” ના બાહોશ અને વિદ્વાન રીવ્યુ લેનારની જેટલી બારીકીથી, ધ્યાનપૂર્વક ઉંડા ઉતરીને લીધેલું નથી, એમ સત્યને ખાતર અમે જણાવવું એગ્ય ધારીએ છીએ. બીજા એક સાપ્તાહિક પત્રમાં આવેલ રીવ્યુ વિષે પણ તે પુસ્તક માટે ઉપર પ્રમાણેજ થયું છે, એમ તે પત્રના અધિપતિના શ્રીમુખે જાણવામાં આવ્યું છે. જૈન પ્રજા ખોટે રસ્તે ન દેરાતાં સત્ય જાણે, એ ઉમદા આશયથી અમારી ખામી અમે કબૂલ કરીએ છીએ. કારણ કે સત્યાત નતિ ઘોષ છે “જૈનધર્મપ્રકાશ” માં આવેલ એ ગ્રંથાવલોકનને આભાર માનતાં “આનંદ” પત્રમાં જણાવવામાં આવ્યું છે કે ભૂલે નજીવી થઈ છે, પરંતુ એક જિનજ સર્વથા નિર્દોષ હોવાથી છદ્મસ્થ મનુષ્યથી ભૂલે થવાનો સંભવ છે.” વિદ્યાપ્રસારવીને અમારી સવિનય નમ્ર પ્રાર્થના છે કે ખુલા દિલથી ભૂલ સ્વીકારવી એ થયેલી ભૂલનું સર્વોત્તમ પ્રાયશ્ચિત છે. “પ્રકાશ” કારનું કહેવું એમ છે કે દરેક પાને ભૂલો છે. અને તે ફક્ત બ્રાહ્મણશાસ્ત્રી પાસે ભાષાંતર કરાવી અક્ષરશઃ તપાસ્યા શિવાય તેને ભરોસે પ્રગટ કરવાથી જ થઈ છે. બીજું કાંઈ કારણ નથી. ભવિષ્યમાં જરા વિશેષ સંભાળથી કામ લેવા “પ્રસારકવર્ગ”ને અમારી સૂચના છે. “પ્રકાશે” લીધેલ રીવ્યુની મુખ્તસર હકીકત નીચે પ્રમાણે છે –
મૂળ ગ્રંથમાં ઘણું અશુદ્ધતા રહી ગઈ છે. પદચ્છેદ તે તદન ખેટાજ કરેલા છે. માગધી ભાગની શુદ્ધતા તે થયેલી જ નથી. મૂળમાં જ્યારે આમ છે ત્યારે પછી ભાષાંતરમાં તે કહેવું જ શું? તે તો કઈ મૂળની સાથે મુકાબલો કરીને તપાસે ત્યારે ખબર પડે, માગધી ગદ્ય કે પદ્યનાં અર્થમાં તે તદન ગોટાળાજ વાળેલો છે. કેટલાક ભાગના