________________
[ જુલાઈ અધીજ રકમ તેમાં ખર્ચે બીજી અર્ધ જ્ઞાન અથવા નિરાશ્રિત જૈન બંધુઓ માટે ખચી હાયતે કેટલું બધું આત્મશ્રેય થાય તે સમજાય તેવું છે. આ દેશમાં પુત્ર કરતાં પુત્રીની કીંમત ઓછી અંકાય છે, અને તેમાં પણ બિચારી વિધવા થયેલી પુત્રી, માતા અથવા પત્ની કેવી દુભાય છે? જ્ઞાનની ગેરહાજરીમાં વખત કાઢવાને કેવાં અને કેટલાં ફાંફાં મારે છે, અને તેમાં પણ જે સ્થિતિ સાધારણ અથવા નબળી હોય તે જીવન વ્યવહાર ચલાવવાને તેને કેટલી મુશકેલી નડે છે તે વિચારતાં હદય કંપે છે. ડાહ્યું માણસ કને કહેવું તે માટે એક સ્થળે વિદ્વાને કહ્યું છે કે “Hope for the best, prepare for the worst & bear peacefully whatever may come” “સાર્જ થશે એવી આશા રાખે, ખરાબમાં ખરાબ બનાવ અથવા ચીજ અથવા વખતની સામે થવાની તૈયારી રાખે, અને જે કાંઈ આવી પડે તે શાંતિથી સહન કરે.” તેમાંજ ડહાપણ છે. મનુષ્ય બિચારું કર્માધીન છે. લખેસરીના રંક પણ જોયા છે, અને રંકના રાય પણ જોયા છે, માટે શ્રીમાને શ્રીને ગર્વ કરે એ ગર્વ કદિ નભે એવી આશા વ્યર્થ છે. ભવિષ્યની સ્થિતિ માટે જ્ઞાન અને કળારૂપી ભાતું તૈયાર રાખવું એ સૂક્ષ્મ બુદ્ધિ અને દીર્ધ દ્રષ્ટિનુંજ કામ છે. આ ખાતાને રીપોર્ટ દર મહિને “જૈન” માં બહાર પડે છે તેથી જણાય છે કે વહીવટ, ચોખે અને નિયમસર ચાલે છે તથા તેને મદદની જરૂર છે. બધી જાતનાં દાનમાં જ્ઞાનદાન સમાન કેઈજ દાન નથી. માટે સર્વ ભાઈઓની અમારી નમ્ર દઢ વિનતિ છે કે આવી સંસ્થાઓને શુભ પ્રસંગે કદી ભૂલવી નહી, શાહ પંજાભાઈ હીરાચંદ જેવા સાધારણ સ્થિતિના ગૃહસ્થ આવું કામ શરૂ કર્યું તેને માટે તેમને ખરેખર ધન્યવાદ ઘટે છે. સ્કૂલને વખત ૧૨ થી ૩ બહુજ ઉચિત રાખે છે, તેમાં પણ અરધે વખત ધાર્મિક શિક્ષણ તથા અરધે વખત ઔદ્યોગિક શિક્ષણ તે પણ બહુજ વિચારપૂર્વક એગ્ય થયું છે. વ્યવસ્થાપક કમીટી ૧૨ જણની નીમી છે તે પણ બહુજ યોગ્ય થયું છે. એક કરતાં વધારે મસ્તકે સારું કામ કરી શકે એ સિદ્ધ છે. માટે એકહથી સત્તા રાખવા કરતાં ઝાઝા મતથી કામ સારું થઈ શકે છે.
એક વર્ષમાં દાખલ થયેલી બાઈઓની સંખ્યા–૧૧–પણ બહુ સારી છે. અમદાવાદમાં જિનભાઈઓમાં મુખ્ય વિભાગે શ્રીમાળી, પોરવાડ તથા ઓશવાળ છે. તે ત્રણે વિભાગોની સંખ્યા આવી રીતે લાભ લે છે તે બહુ આનંદકારક છે. શિવણકામ, ભરતકામ, અને બાંધણું બાંધવાનું કામ એ ત્રણ કામ હાલ ચાલે છે. વિધવા પણ ૨૨ આ સંસ્થાને લાભ લે છે. રેશમ કાઢવાનું કામ કઈ શીખનાર નહી હોવાથી શિખવાતું નથી. રીપોર્ટમાં જણાવ્યા પ્રમાણે છેડી, પણ લાંબી મુદત શીખનારી બાઈઓનું કામ એટલું તે સરસ છે કે એ કામની પ્રાપ્તિમાંથી પિતાની આજીવિકા બહુજ આબરૂ ભરેલી રીતે ગુજારી શકવા ઈચ્છે છે તેમ કરી શકે. બનારસ પ્રદર્શનમાં મુએલ નમુનાઓમાંથી જે મોજાં સંચાવડે હાથથી માણસ બનાવી શકે છે તે બહુ ટકાઉ, તથા કુમાસદાર થાય છે. ઉપરના ધંધાઓમાં તે જે ઉમેરી શકાય તે ઉમેરવા સુચના છે, આ શાળા માટે કંઈ સ્થાયી ફંડ નથી.. અને સ્થાયી ફંડ વિનાની સંસ્થાઓ કયાં સુધી