________________
૧૯૦૬ ] . નવીન સમાચાર.
૧૫૧ નવીન સભાની સ્થાપના-ગુજરાતમાં થઇ તીર્થની નજદીક પાંચ ગાઉ દુર એક મોટું કડી નામનું શહેર આવેલું છે. તે શહેરમાં ચિત્ર શુદ ૧ થી “શ્રી જૈનજ્ઞાન વર્ધક સભા” ની સ્થાપના થઈ છે. તે સભા દર રવીવારે સાંજના ૭ વાગ્યાર્થી ભરાય છે. તેમાં કેન્ફરંસને લગતા ઠરાવો ઉપરાંત બીજા સારા સારા વિષ ઉપર ભાષાને અપાય છે. આ સભાએ મુંબઈની શ્રીવકતૃત્વકળા પ્રસારક સભાની માફકજ પિતાને હેત રાખેલ છે. તેના પ્રમુક તરીકે માસ્તર શેભાગચંદ મેહનલાલ શાહ નીમાયેલા છે કે જેઓએ કેન્ફરન્સ તરફ પુર્ણ વફાદારી ધરાવી ખંતથી અંગત મદદ આપી છે, ને હજુ આપે જાય છે. આશા છે કે આવી રીતે દરેક શહેરમાં સભાઓ સ્થાપન થઈ કોન્ફરંસના સ્તુત્ય હેતુ પાર પાડવા પ્રયત્ન કરે, થયાં અને આપણું કામની જલદી ઉન્નતી થાય. - મુનીરાજ શ્રી બુધ્ધમલજી અને જીર્ણોધ્ધાર–સિકંદ્રાબાદથી જૈન શ્વેતાંબર મુનિ બુદ્ધમલજી લખી જણાવે છે કે, “હું છલા નાગપુર મુ. ચાંદા ગામે ગમે ત્યાંના દેરાસર ની ઘણી આશાતના થતી જોઈને ઉપદેશ કરીને જીર્ણોદ્ધાર કરાવ્યું. બીજે ઠેકાણે છલા રાયપુર મુ. રાજનંદગામમાં ૨૦ વર્ષથી ન્યાતમાં ઝગડે હતો. ત્યાં જઈને ઉપદેશ કરીને ન્યાતમાં સમાધાની કરીને મંદિરજીનું કામ ચાલુ કરાવ્યું. ત્રીજે ઠેકાણે મુસિંકદ્રાબાદમાં જૈન મંદીરમાં ઉતર્યો ત્યાં પણ દેરાશરની આશાતનાને પાર નહીં હોવાથી ઉપદેશ કરીને જીર્ણોદ્ધાર કરાવ્યું. હું દેરાસરની વ્યવસ્થા જેતે ઘણે ઠેકાણે ફરું છું. આ મુલકમાં ઢુંઢીયા ઘણું ફેલી ગયા છે. આ બેત્રમાં આજતક ઢુંઢીયા નહી હતા. હવે ૪ ટૂંઢીઆ આવ્યા છે. ”
મૃત્યુ–વંથલીના નગરશેઠ વેરા ઝીણા સુંદરજી માહ વદ ૧૪ના રોજ ગુજરી ગયા છે
નવું દેરાસર–વરાડના પંચે દેરાસર તથા ધર્મશાળા કરવાને ઠરાવ કર્યો છે અને તેને હીસાબ રાખવા શા. કસ્તુરચંદ જીતાજીને અખત્યાર આપે છે. ' ' .
શેકજનક મૃત્યુ–ગુજરાતમાં આવેલા શ્રી લેયણજીના પ્રખ્યાત તીર્થના તીર્થ પતી શ્રીમલ્લીનાથજી મહારાજને ગાદીએ બીરાજમાન કરનાર કડીના રહીશ સંઘવી ચુનીલાલ જોઇતારામ અમદાવાદમાં ચિત્ર શુદ ૧૦ ના દીવસે આસરે ૪૦ વર્ષની ઉમરે પિતાની પાછળ એક દશ વર્ષને નાને છોકરો મુકી ગુજરી ગયા છે. તેમણે પ્રથમ સંઘ કહાડ હતું તેમજ ધાર્મિક કાર્યો તરફ ઘણી સારી વૃત્તી હોવાને લીધે ઘણું જગાએ. બનતી મદત કરી હતી. સંવત ૧૯૫૬ ની શાલના ભયંકર દુષ્કાળ વખતે ગરીબ લોકોને ઘણી સારી મદદ કરી હતી. તેમજ ખેડા ઢોર જેવી સંસ્થાને વહીવટ પણ તેવા ખરાબ વખતમાં સારી રીતે ચલાવ્યો હતો. તેમના માનમાં કડી શહેરના બજારમાં પાખી પાળવામાં આવી હતી. તેમણે પિતાની પાછળ એક સારી રકમ શુભ ખાતામાં વાપરવા હાલી છે. કડીના શ્રી જૈન શ્વેતાંબર સંઘમાં આવા નરની મોટી ખોટ પડી છે.