________________
| જૈન કેન્ફરન્સ હરેડ.
[ જુલાઈ વયના હોય છતાં તેની, માનદૃષ્ટિથી વૈયાવૃત્ય તથા સેવા કરવાની છે, પરિગ્રહ કિચિતપણ રાખી શકાતું નથી, ભિક્ષા અર્થે ભક્ત શ્રાવકેમાં જવાનું છે, દેષ રહિત આહાર લેવાને છે, પાદવિહાર કરવાનું છે, પિતાનાં વસ્ત્ર પિતાનેજ ગ્ય પ્રકારે સાફ કરવાનાં છે, સૂવાને માટે ભૂમિ સંથારે છે, કેશ લોચ પણ કરવાનું છે, તપસ્યા પણ શક્તિ અનુસાર કરવાની છે, એમ દરેક રીતે કાયાને તપ વિગેરેથી પરિષહ સહન કરી શકે તેવી બનાવવાની છે. બેશક આ સાધુ જીવનથી આત્માનું અતિશય હિત થઈ શકે છે, અને તેટલા માટેજ સાધુ જીવન દરમ્યાન કસટી તેટલી સખ્ત છે. પરંતુ તેથી જ સખ્ત કસોટીમાંથી પસાર થવાની ઈચ્છાવાળા જીવને પહેલાં થોડો વખત એવી અજમાયશી કસોટીમાંથી પસાર થવું એ ઉત્તમ લાગે છે. કસોટીમાંથી પસાર થયેલા છે પણ કોઈ વખતે દીક્ષા ત્યજી દે એ બનવા જોગ છે, એ દાખલે બનેલે, લેખકના જાણવામાં પણ છે. પરંતુ તે સંભવ બહુ ઓછો છે તે કરતાં કસોટીમાં નહીં નીકળેલા ને ચલિત થવાનો સંભવ વધારે છે. ઉપર જણાવેલું કષ્ટ ચારિત્રના પ્રણામ શિથિલ કરવા માટે લખેલ નથી પણ પાછળથી ચલિત વૃત્તિ ન થવા માટે પ્રથમથી જાણવા લખ્યું છે. માબાપ કે વાલીની રજા લેવાનું પણ પાછળ ઉપાધિ ન થવા માટે સૂચવેલું છે. આ વિષે સુજ્ઞ મુનિ મહારાજાએ પોતે જ ચથાયોગ્ય વિચાર કરશે. એ અમને પૂર્ણ ભરોસે છે.
તા. ૮ જુલાઇના “જામે જમશેદ” માં એક નવા દીક્ષિત મુનિને લેચ કરવો પડે છે તે વિષે તે પારસી પત્રે કેટલીક ટીકા કરી છે, અને છેવટે તે ભલામણ કરે છે કે માથેથી વાળ ટુંપતાં લેહી નીકળે છે, સાધુની આંખમાં આંસુ આવે છે. વિગેરે હદયભેદક છે, માટે સમજુ જૈનભાઈએ તેમ નહિ કરે. આના જવાબમાં એટલું જ કહેવાનું કે તીર્થકરે પ્રરૂપેલ ધર્મ એવી તરેહને છે કે શ્રાવિકા કરતાં શ્રાવકની સેટી વિશેષ નીકળે, અને શ્રાવક કરતાં સાધુની કસોટી વિશેષ નીકળે. સાધુ થયા પછી એના કરતાં પણ જે અતિશય પરિષહ સહન કરવાના છે, તેનું આ માત્ર પહેલું પગથીયું છે. શરીરની અતિશય સંભાળ રાખનાર, અને તેમાંજ સર્વસ્વ માની આત્મભાવ ઓછા સમજનાર યુપીયને અને પારસીઓ આ કિયા જોઈ કંપે એ સ્વાભાવિક છે, પરંતુ એ કિયા જેવી તે ભાઈઓ ધારે છે, તેવી દુઃખદાયક નથી. ધર્મશ્રદ્ધા દુઃખને અતિશય ઓછું કરી નાખે છે.
- હાલ થડાએક વર્ષ થયાં એક મુનિ અને તેમનું જોઈને બીજા સાધુઓ પણ પાદવિહારને બદલે રેલવિહાર કરવા લાગ્યા છે, એ અમને તે પરમ ખેદનું કારણ છે. શ્રાવક કરતાં સાધુ વૃત્તની ઉત્તમતા પરિસહમાંજ રહેલી છે. અને તે આમ ઘટાડતા જઈ શરીરને સુખ શીળીયા બનાવવા જતાં પરિગ્રહની, કેઈગૃહસ્થની શરમ રાખવાની, વિગેરે ઘણી ઉપાધિઓ વધતી જાય છે, તીર્થંકરે પ્રરૂપેલ ધર્મનું-ખરી આજ્ઞાનું ઉલ્લંઘન થાય છે, માટે અમે તે એ રેલવિહારથી સ્પષ્ટ રીતે “અમારે મત જુદે જાહેર કરીએ છીએ. અને તે સંબંધમાં શ્રી સાથે કાંઈપણ સંખ્ત ઠરાવ કરવાની જરૂર જોઈએ છીએ નહીતે કાળે કરીને સાધુઓમાં પાદચારીને યાંત્રિકવિહારી એવા બે ભેદ પડી જશે તે જૈનમતને ખરેખરા દૂષણરૂપ દષ્ટિએ પડે છે.