________________
૧૯૦૬] - સ્ત્રી કેળવણી.
૧ળ અડી દેશે. મીલ માલેકે, વેપારીઓ, તથા બીજા જે જે જૈન બધુએ સટ કરનારને ધંધે લગાડી શકે તેને તેમ કરવા સહદય નમ્ર પ્રાર્થના છે. આવા બધુઓને ધંધે લગાડવા એ ખરેખરું પુણ્યનું કામ છે. સટેકરનાર જાઠાણનું પૂતળું જ છે, તેમાંથી પણ તેને છેડવી શકાશે એ જેવું તેવું પુણ્ય નથી. સટે કરનાર વ્યસને તજવા માટે, રાત્રિભેજન માટે, ધર્મ કરવા માટે, અને ટૂંકમાં આત્માના સાર્થક માટે બહુજ બેદરકાર થઈ જાય છે. આ બધું ઓછું કરવાથી ખરેખરું પુણ્ય હાંસલ થાય છે. શ્રાવક બંધુઓને મદદ કરવી એ સૌથી પહેલી ફરજ છે. પરમાત્મા સર્વેને સારી બુદ્ધિ આપો.
સ્ત્રી કેળવણી. મીસીસ એની બીઝાંટના ભાષણમાંથી તરજુમે. કન્યા કેળવણી માટેની પ્રજાકીય હિલચાલ પ્રજાકીય પદ્ધતિ પરજ હોવી જોઈએ. તે હીલચાલે પ્રજાકીય જીવનમાં સ્ત્રીના સ્થાનના સાધારણ હિંદુ વિચારે જ સ્વીકારવા જોઈએ, અને અર્વાચીન ટૂંકી દૃષ્ટિ સ્વીકારવી જોઈએ નહિ પણ પ્રાચીન દીર્થ દષ્ટિજ સ્વીકારવી જોઈએ. તે પધ્ધતિએ સ્ત્રીને માતા અને પત્ની અથવા જેમ જેમ કોઈ દેશંમાં બન્યું હતું તેમ પ્રાચીન કાળની વિદુષી, ભક્તિવાળી, ઋષિજીવનગાળતી સાવીજ જેવી જોઈએ. પશ્ચિમમાં જે પ્રમાણે સ્ત્રી જદી જુદી આથીક સ્થિતિમાં બહારના અને જાહેર દરેક કામમાં માણસને વધારે અને વધારે હરીફ થતી જાય છે તેવી રીતની પુરૂષની હરીફ આ પધ્ધતિ જોઈ શકે નહિ. જાતિઓના સંબંધમાં જે અકુદરતી સ્થિતિ પશ્ચિમમાં થઈ છે તે સ્થિતિને પશ્ચિમ તેને જોઈએ તેવી રીતે નિવેડો લાવે. પૂર્વને તે સ્થિતિને વિચારજ કરવાનો નથી, અને પશ્ચિમની સ્ત્રીકેળવણીની રીત પૂર્વની સ્ત્રીકેળવ
ને અનુકૂળ નથી. અપવાદરૂપી દષ્ટાંતે હશે, અને પુત્રના જેવીજ કેળવણીને કમ પુ. ત્રીને આપવાની જે માબાપની ઈચ્છા હોય તે માબાપને ઈચછેલું જલદી મળી શકશે. પરંતુ સ્ત્રીકેળવણીની પ્રજાકીય હીલચાલ એવી હોવી જોઈએ કે જે પ્રજાકીય જરૂરીઆત પૂરી પાડી શકે, અને હિંદુસ્તાનને વદક, વકીલાત અને એવા બીજા ધંધાઓ માટે કેળવાયેલી ધાતુ ગ્રેજ્યુએટે કરતાં ઉત્તમ રીતે કેળવાયેલી પત્નીઓ, અને માતાઓ, ડાહી અને કમળ ગૃહરાણુઓ, બાળકની સુશિક્ષિત શિક્ષકે, પતિની મદદગાર મત્રિશું અને માંદાની - શિયારીથી માવજત કરનાર દાઈઓ જોઈએ છે. હિંદી કન્યાઓને માટે નીચેના પ્રકારની કેળવણીની જરૂર છે.
ધાર્મિક અને નૈતિક કેળવણી–દરેક કન્યાને સ્પષ્ટ, સાદી અને બુધ્ધિમાં ઉતરે તેવી રીતે તેણીના ધર્મના મૂળ સિદ્ધાંતે શીખવવા જોઈએ. તેમને પૂજા કરતાં શીખવવું જ જોઈએ અને જે ધર્મ અનુસાર દેવની પૂજા કરવામાં આવતી હોય તેની સાદી સમજણ આપવી જેઈએ. હિંદી સ્ત્રીમાં અતિશય સાધારણ પૂજ્યબુદ્ધિ ખીલવવી જોઈએ, સાથે સાથે બુદ્ધિપૂર્વક સમજણ ઉમેરવી જોઈએ, શુદ્ધ અને ઉચ્ચ આસ્થા, જે તેઓને કુદરતી રીતે વારસામાજ