________________
જૈન કેન્ફરન્સ હરેડ, નિયમિતતા સચવાઈ શકી નહોતી. મંડપ ગામથી દૂર હતે. કેન્ફરન્સમાં ભાગ લેનાર મુખ્ય મુખ્ય ગૃહસ્થનું આગમન મેડું થતું હતું. વખતની તંગાશને લીધે બહાર પાડ. વામાં આવેલ પ્રોગ્રામને નિયમ પણ સાચવી શકાય નહતું. બીજી કેન્ફરંસ રતલામ ભરાશે. આ કેન્ફરન્સ ખલાસ થયા પછી તેના પ્રમુખ રાયબહાદુર શેઠ ચાંદમલજી આપણા પવિત્ર તીર્થ ગિરનાર તથા શત્રુંજયની યાત્રા કરી લીંબડી પધાર્યા હતા. ત્યાં પિતાના રસાલા સાથે તે દર્શને ગયા હતા. તે વખત આરતીને લેવાથી શેઠે પિતે મેથી બેલીને આરતી ઉતારી હતી ને ચૈત્યવંદન તથા સ્તવન આદિ બેલ્યા હતા. શેઠે પૂજા કર્યાની હકીકત જાહેરમાં આવતાં તેમણે મુંબઈ સમાચારમાં ૧૩ એપ્રિલે ખુલાસો કર્યો છે કે હું ચુસ્ત સાધુમાગી (ઢુંઢીયે) છું. સંપની વૃદ્ધિ કરવા માટે નમુને બતાવવાને જૂનાગઢ તથા પાલીતાણે હું ગયે હતું. પરંતુ શેઠ સાહેબ જૈન પ્રતિમાને આજસૂધી માનતા આવ્યા છે. અજમેરમાં મંદિરમાં વખતે વખત જાય છે. પાલીતાણે સૂરજકડમાં નાહી પહેલી પખાલનું ૪૫ શેર ઘી બેલી પહેલી પખાલ પૂજા તથા કેશરપૂજા કરી હતી. શેઠ સાહેબે પાલીતાણે કારખાનામાં પણ પૈસા ભર્યા છે.
સ્વદેશી ખાંડનું કારખાનું – બંગાળના શ્રીમાન બાબુ મહારાજ બહાદુરસિંહ પિતાની જેસરની જમીનદારીની જમીન પર મોટા પાયા પર એક કારખાનું કાઢવાના છે. - જે. પી–અત્રેના પ્રસિદ્ધ દિગંબર શેઠ માણેકચંદ હીરાચંદને નામદાર સરકારે મુંબઈ શહેરના સુલેહના અમલદાર નીમ્યા છે. 1 ઓનરરી માજીસ્ટ્રેટ--રા. સા. શેઠ હીરાચંદ મેતીચંદને તેમની જન્મભૂમિ એટલે સુરતમાં ઓનરરી માજીસ્ટ્રેટ તરીકે નામદાર સરકારે નીમ્યા છે.
શાંતિ–કાઠીઆવાડમાં આવેલ પીપળીઆથી શા. પુરૂષોત્તમ ઓઘડ લખે છે કે શાંતિકરસ્તોત્રની ૧૩ ગાથા ૧૦૮ વખત સંભળાવ્યાથી પ્લેગના દરદીને તરત આરામ આવી જશે. જે માણસ એક વખત સંભળાવે તે માણસ ફરીથી કામ નહી આવે કારણ જે સાધ્ય કરેલ હોય તે માણસ ગમે તેટલાને સુવાણ કરી શકે, પણ જ્યાં સૂધી સાધ્ય ન કર્યો હોય. સ્યાંસુધી ફક્ત એકજ વખત ગુણ આપે. અન્ય દર્શનવાળાને સંભળાવે તે નિરર્થક જાય. 'ઉપર પ્રમાણે એક પાનામાં લખે છે, તે પ્રમાણે ગુણ પણ આપે છે.
- નવું દવાખાનું –અત્રે ઝવેરી માણકચંદ પાનાચંદ તરફથી તેમની હીરાબાગની ધર્મશાળામાં એક દેશી દવાખાનું જૈને તથા તમામ હિંદુઓ માટે ઉઘાડવામાં આવ્યું છે.
શાળા–એક વર્ષ માટે વાગડમાં આવેલ ભચાઉ ગામમાં શરૂ કરવા દરમાસે રૂ. ૫૦ આપવા તથા બે ઉપદેશકે છેડો વખત મોકલવા કેન્ફરંસ તરફથી કબૂલ કરવામાં આવ્યું હતું. તે ગામમાં ટીપ કરતાં રૂ. ૭૦૦ ભરાઈ ગયા છે અને તા. ૧૫ માર્ચથી શાળાની શરૂઆત થઈ છે.
પન્નાલાલ દવાખાનું–ફેબ્રુઆરી માસમાં ૧૨૯ માણસેએ લાભ લીધો હતો. સરે રાશ દરરોજની હાજરી ૬૮ હતી. જાન્યુઆરી માસમાં દરરેજની ૨૪ હતી,