________________
૧૯૦૬] માનાધિકારી ઉપદેશક મી. નરસીહ જાદવજીને રીપોર્ટ. ૧૪ ઘણુ સારૂ કામ બજાવે છે. પરિક્ષા લીધા બાદ ધી સૌરાષ્ટ્ર વિશાશ્રીમાળી શભેચ્છ “મંડળ” તરફથી રૂમાલ તથા પતાસા વહેચવામાં આવ્યા હતા.
આઠ વાગે સંઘ એકત્ર થવા લાગ્યો. ૮ વાગે લગભગ પચાશેક પુરૂષ, ચાલીશેક બેરાંઓ તેમજ ૬૦-૭૦ છોકરા છોકરીઓએ હાજરી આપી હતી. શરૂઆતમાં મુંબઈમાં સ્થપાએલ શ્રી સિતારાષ્ટ્ર વિશા શ્રીમાળી શુભેચ્છુ મંડળને ઉદ્દેશ સમજાવી કેન્ફરન્સ કોણે છે? દરેક ગામમાં છે કે મુંબઈમાંજ? શું શું કર્યું, શું શું કરે છે એ પર લંબાણથી વિવેચન કરી દયા ધર્મ કે જે આપણે મેટે પાયે છે અને જેના અંગે ચામડાનાં પૂઠાં નહિ વાપરવા, કચકડા નહિ પહેરવા વગેરે કરાવેલ ઠરાને બરાબર અમલમાં મૂકવાની સૂચના કરી, બાળલગ્ન અને કન્યાવિક્ય પર ખાસ ભાર દઈ કેટલુંક વિવેચન કરી તેને દૂર કરવાને ખાસ ઉપાય સ્ત્રી કેળવણજ છે, એમ કેટલાએક દાખલાઓથી સમજાવવામાં આવ્યું હતું. ત્યારબાદ પ્રમુખની ફરમાશથી પાઠશાળાના માસ્તર તરફથી જણાવવામાં આવ્યું કે આજના વક્તાના ભાષણથી અત્રે પધારેલાઓમાં કેટલીએક ઊંડી અસર થઈ ' છે અને તેને વાસ્તે તેવા વિષયે દર મહિને એકાદવાર ચર્ચાવા અને જેમ બને તેમ એવા દુષ્ટ રીવાજે એકદમ બંધ થાય એવો પ્રયાસ જારી રાખીશું. ત્યારબાદ જુનાગઢ આવ્યા. અત્રે યાત્રા કરી ત્યાં ગીરનાર પર કેટલીએક આશાતના જોવામાં આવી જે આપને રૂબરૂમાં પ્રદશિત કરીશ.
વણથલી દેરાસરનું કામ ઘણું સારી રીતે ચલાવવામાં આવે છે, હિસાબ ઘણે ચેખે અને તૈયાર જોવામાં આવે છે. જૈન વસ્તી સાધારણ સ્થિતિની હાઈ તેમજ બીજા કારણોથી પાંજરાપોળની ખામી બહુ જોવામાં આવે છે. નજીકના મોટાં સ્થળાવાળાઓએ તેમજ કેન્ફરન્સ કંઈ હીલચાલ ચલાવવી જરૂરી છે કારણ કે હીંસક ધમીઓનું જોર બહુ હોવાથી શાક માફક બજારમાં બેબે દેઢીએ બકરાં વખતે વખતે વેચાય છે. * બીલખા. તા. ૨૩–૪–૧૬, સોંમ
• લી. આપને લઘુ બધુ,
કુંડલાકર નરસિંહ જાદવજી, માનાધિકારી ઉપદેશક, શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ.
નવીન સમાચાર તથા સ્કુટ વિચાર. સ્થાનકવાસી કોન્ફરન્સ–સ્થાનકમાં નહિ રહેતા છતાં ઢુંઢીયા કહેવડાવવામાં શરમાઈને સ્થાનકવાસી નામ ધારણ કરેલ ભાઈઓની પહેલી કોન્ફરન્સ કાઠીઆવાડમાં આવેલ મોરબીમાં આપણી પાટણ કોન્ફરન્સના જ દિવસોએ ભરાઈ હતી. મરબીના નામદાર ઠાકોર સાહેબ ત્રણ દિવસ હાજર રહ્યા હતા. આ કેન્ફરંસમાં કેળવણુને અંગે લગભગ રૂ. ૩૫૦૦૦, નું ફંડ થયું છે. નામદાર ઠાકોર સાહેબે રૂ.પ૦૦૦, ભર્યા છે. વખતની