________________
- જન કેન્ફરન્સ હેરલ્સ.
[માર્ચ
- વળાદ, તા. ૯-૩-૧૯૦૬. વળાદ–આ ગામમાં શ્રાવકેનાં ઘર આશરે ચાળીસ તથા જીનાલય, ઉપાશ્રયં તથા પાંજરૂ પરબડી છે. બે ત્રણ વરસ ઉપર મહારાજશ્રી સિદ્ધિવિજયજી અત્રે પધારેલા તે અવસરે વ્યાખ્યાનમાં દ્રવ્યસત્તરી વાંચી તથા ચિત્યદ્રવ્યસંબંધી ઉપદેશ કરેલો કે જેથી સંવત ૧૯૫ ની સાલના જીનાલયના હિસાબથી કન્યાલગ્નના રૂ. ૪ ને લાગો બંધ પડી ગયેલો તે મહાજનનું ઐકય થવાથી ધર્માદા સંબંધી રૂ ૫૦૦ ભેગા કરી શ્રાવકોને ત્રાણમુક્ત કર્યા છે. એટલું જ નહી પણ પ્રસંગે ફાગણ સુદ ૧૫ ની હતાશનીના હેળીના ભડકાને કેટલાક વરસથી પરંપરા ચાલેલે જે કુરીવાજ પણ આ મહાત્માના પ્રભાવથી તુરત શ્રાવક સમુદાયે મળી પ્રતિજ્ઞા પૂર્વક બંદોબસ્ત કરી અનંત જીવોનું થતું બલીદાન એકદમ કોણ કર્યું છે. વાહ, સમુચિત માહણ (મુનિ) આ જીવ ત્રાતાવિના મહત અભયદાન દેવા બીજો કેણ સમર્થ હોય! વર્તમાન ફાગણ સુદ ૧૫ દિવસના લિકિક પદના ભડકાનું મહાત્મ્ય વૃદ્ધિ પામેલું છતાં જૈનાએ તેને બીલકુલ આદર કર્યો નથી. જેથી જૈન શાસનની ઉન્નતિ થવાનો સંભવ છે. અત્રેથી કેશ ત્રણ ઉપર પરાંતીઆ ગામ છે. ત્યાં જનીઓનાં ઘર આશરે ૨૫ છે. ત્યાં જૈન શાળાઓમાં છેકરાઓ ૨૨, જનનું શિક્ષણ લે છે. તેમાં શ્રી જન કેન્ફરંસ તરફથી એક શિક્ષક રૂ ૪ ના પગારથી ભુલાભાઈ હરિદાસ ભણાવે છે. તેઓના આગ્રહથી ગામ વલાદ નિવાસી શા ખીમચંદ પીતાંબરદાસ શ્રી જૈનતત્વસંગ્રહના કર્તા તા. ૪-૩-૧૯૦૬ ના દિવસે જઈ રાત્રીએ પરીક્ષા લીધી તેમાં ઘણુ નંબર પાસ થયા બાદ તે વખતે મીઠાઈ વહેંચી. તે વખતે ગામના બીજા સદગૃહસ્થો આવેલા તથા નિશાળના સરકારી માસ્તર પણ ત્યાં આવેલા તેઓ પણ છોકરાઓની હુશીઆરી જેઈ ચકિત થયા હતા. કેળવણીમાં બે કલાક રાત્રીએ પ્રતિકમણનાં સૂત્રાર્થ અર્થ સાથે ચાલે છે. શબ્દશુદ્ધિ પણ સારી ચાલે છે. પ્રસંગે જીવપુજા વિધિ, દશ ત્રિક, પંચાભિગમ આદિ બેલની ધારણા પણ ચાલે છે. આ છોકરા મધ્યમ વયના છે, જેથી કરીને જ્ઞાન સારી રીતે સંપાદન કરી શકશે. આ છોકરાઓના શિક્ષક સરકારી નિશાળમાં આસીસ્ટંટ છે, અને જેને ધમી છે. જાતે પાટીદાર છે. તેઓ જે બે વરસ બકરાઓને ભણાવશે તે વિશેષ જ્ઞાન મેળવશે એ નિર્વિવાદ છે.
ગોધરામાં ઠરાવ-મુનિરાજ શ્રીમદ્ કરવિજયજીના ઉપદેશથી નિચે પ્રમાણે ઠરાવ થયા છે – ૧ મરણની ક્રિયા પાછળ દશમું, બારમું, તેરમું, તથા વષી જે ફરજીઆત કર
વામાં આવે છે તે બંધ કરી, મરણ પાછળ ફક્ત એકજ વરે કરે. આ
પણ ફરજીઆત નહિ. ૨ મરણ પાછળ સરાવવાને તથા મૂછે કાઢી નાખવાનો રીવાજ બંધ કરવામાં
આવે છે.