________________
૧૯૦૬ ]
કોન્ફરંસના ઠરાવને થતા અમલ.
પાલનપુર—તપાગચ્છ અને લાંકાગચ્છ ( મૂર્તિપૂજક શ્વેતાંખરી તથા તુઢીયા ભાઇએ ) ની સ`સાર સુધારણા અર્થે ભેગી મળેલી સ્ત્રી તથા પુરૂષોની ગંજાવર સભા.. આ સભામાં આશરે ૫૦૦ માણસ, તેમાં બન્ને પક્ષના તમામ આગેવાના અને આશરે ૧૦૦, સ્ત્રીએ હાજર હતી. સભાનું કામ સવારે નવ વાગે શરૂ થયું હતું. ઝવેરી મેહનલાલ મગનભાઈએ હાનિકારક રીવાજો દૂર કરવા તથા તમામ જૈન ભાઈઓ અને બહેનાએ પેાતાની જ્ઞાતિમાં ક્રૂરજીત કેળવણી દાખલ કરવા સભાને આગ્રહપૂર્વક ભલામણ કરી હતી. હાનિકારક રીવાજોનું કામ પ્રથમ શરૂ થયું.
નાયબ દીવાન સાહેબ સેભાગ ભાઈના પુત્ર ભાઇ ચંદુલાલે અસરકારક ભાષણ કર્યું હતું. પછી કેન્ફરન્સના આસિસ્ટંટ જનરલ સેક્રેટરી મી. માણેકલાલ ઘેલાભાઇએ ટુંક વિવેચન કરી ઠરાવ પસાર કરવા વિનતિ કરી હતી. આ ઉપરથી જે દુષ્ટ રીવાજથી સ્ત્રીઓની મર્યાદા સચવાતી નથી તથા જેથી અનેક વ્યાધિ થાય છે તે દૂર કરવા એકઠી થયેલી સ્ત્રીઓની સમતીથી નીચે પ્રમાણે ઠરાવ પસાર થયા હતાઃ—
મરણુની પાછળ છાતી ફૂટવાના રીવાજ છે.તે આજથી બંધ કરવામાં આવે છે. જેથી કાઈ પણ ખાઈઓએ કૂટવું નહિ અને બહાર ગામથી કાણે આવે તેને પણ આ ઠરાવ લાગુ છે. આ ઠરાવ વિરુદ્ધ જે કાઇ વર્તે તેના રૂ ૧.ખાડાં ઢારમાં લેવામાં આવશે. આ દંડ પાંજરાપાળને માણસ વસુલ કરશે.
ઠરાવ નીચે મહાજનના શેઠ ચીમનલાલ મંગળજી વિગેરેએ સહી કરી હતી. અત્યારસુધી આ દુષ્ટ ચાલને મુંબઇ, ભાવનગર, અમદાવાદ અને પાટણના ગૃહસ્થા પણ આ પાલનપુરના ગૃહસ્થાની પેઠે નિર્મૂળ કરી શકયા નથી.
ગામ હનુભાના લીંબડા—સ. ૧૯૬ર ના ફાગણ શુદ ૮ શનિવાર તા. ૭-૩-૦૫ શ્રી હનુભાના લીંખડામાં કાન્ફરન્સના હેતુએ અને શ્રેયસ્કર મડળના નિયમા ઉપર વકીલ ત્રીભાવન જાદજીએ ભાષણ આપતાં નીચે પ્રમાણે ઠરાવ કર્યા.
•
૧ ચામડાના પુઠાં નહીં વાપરવા અને હવે પછી નવા ચેપડામાં બંધાવવા નહીં. ૨ પીંછાવાળી ટાપીએ વાપરવી નહી.
૩ કચકડાની વીંટીએ વાપરવી નહીં.
૪ પરદેશથી આપતા રવા મેઢા વાપરવા નહીં.
ઉપરની ચીજોમાં હીંસા થવાના કારણથી કાનફ્રેંસમાં ભાષણ થાય છે. અને જૈનયમના ખાસ તત્વા જાણી આ ઠરાવમાં સહીએ `આપી છે.