________________
૧૦૬ ] | "ઉપદેશકકરશી નેણશીને પ્રવાસ. નહિ હોય અને તેથી વગર પ્રસિદ્ધ કર હિસાબ તદન ચેખા રહેતા હશે. પરંતુ હાલ સ્થિતિ ફરી ગઈ છે. એવા ઘણા દાખલા જાણવામાં છે કે જેમાં કાં તો શેઠની શુદ્ધ બુદ્ધિથી અથવા પૈિસા નહિ બતાવવાની ઘાનતથી અથવા મહેતાની ગફલતથી હિસાબે ઘણું વરસના ચડતર રાખવામાં આવે છે. હાલ ઇગ્રેજી રાજ્યને પ્રતાપે અને તેની અસરથી સવાલ પૂછવાની જે હિમત સામાન્ય મનુષ્યમાં છે, તે અગાઉના વખતમાં બહુ થોડી હશે એમ સંભવ છે. હાલ એક ગરીબ ઉગતા હિમતવાન તરૂણ શ્રીમાન શેઠને પણ દેરાસર અથવા શુભ ખાતાના હિસાબ માટે પૂછી શકે છે, અને જે શેઠે જરા આડાઈ કરી તે ચાય કોર્ટને આશ્રય લઈ શુભ ખાતાને હિસાબ માગી શકાય છે. હિસાબે ચોખા રાખવા એ શુભ ખાતાના ટ્રસ્ટીની પહેલી ફરજ છે. મહેતા ગફલતી કરી અથવા ચોરી કરી કંઈ લઈ જાય તો તેની જવાબદારી પણ વિશાળ રીતે ટ્રસ્ટીપરજ છે. બધા દાવાને મુદતને બાધ આવી શકે, પણ ટ્રસ્ટીએ કરેલી ભૂલને મુદતનો બાધ નથી. માટે સાંસારિક તથા ધાર્મિક એ દરેક રીતે દેરાસરના મેનેજર ટ્રસ્ટીઓ અથવા શેઠે પિતે શુદ્ધ નિષ્ઠાથી એક પાઈ પણ નહિ બગાડતાં, હાથ નીચેના માણસે પણ ન બગાડે એવી દેખરેખ રાખવા બંધાયેલ છે અથવા તેઓ ગફલત માટે જોખમદાર છે. હિસાબે છપાવીને પ્રસિદ્ધ કરવા ન કરવા એ તકરારી સવાલ છે, પરંતુ ચોખા રાખવાની તે પહેલી ફરજ છે.
ઉપદેશક ટોકરશી નેણુશીનો પ્રવાસ, અજીમગજ ૧૮-૪-૦૬–કલકતામાં તા. ૧૫ મીએ રાય બદ્રીદાસજીના મકાનમાં શ્રી સંઘની સભા કરી હતી. હસ્તપત્રો છપાવ્યા હતાં. પરંતુ સાધારણ સંખ્યા–આશરે ૧૨પ-હાજર થઈ. કન્ફરંસના ઉદ્દેશ પરત્વે બે કલાક વિવેચન કર્યું. સભાપર ઘણુજ ઉંડી અસર થઈ જણાતી હતી. કશા ઠરાવ થયા નહિ કારણ બધા હાજર નહોતા. પરંતુ મુનિરાજ શ્રી વીરવિજ્યજીનું ચોમાસું છે તેથી આગળ ઉપર ઠરાવ કરાવવા મુનિરાજ તથા બીજા ભાઈઓએ કહ્યું છે.
કલકતામાં પણ ઐય નથી. ઉપરથી છે, પણ અંદરથી નથી.
બંગાળી જેને અને અગ્રેસરેએ અમને જણાવ્યું છે કે આપણી કોન્ફરન્સ માત્ર કાંગ્રેસની જેમ વાણીવિલાસી છે એવા અમારા અભિપ્રાયમાં તમારા આવવાથી મુંબઈની ઓફીસદ્વારા પ્રેકટીકલ કાર્ય કરવાની કોશિષમાં છે તેથી મોટો ફેર પડે છે. તે લાભ અમને મોટો થયો છે. કોન્ફરંસ અને અમારી બેદરકારી વધત તે અટકી. હવે દિલસોજી વધશે. આ બે મુખ્ય સ્થળે સિવાય અન્ય સ્થળે જ વસ્તી છે. બંગાળના જૈન બંધુઓ ગમ્બર શ્રીમતે છે છતાં બહુ પ્રમાદી જણાય છે. ભવ્યજીન મંદિર બંધાવ્યાં છે પરંતુ દર્શન પૂજાએ કાઈ આવતા નથી. યાત્રાળુઓ શિવાય સ્થાનિક બંધુઓ જન મંદિરનો લાભ : લેતા જોયા નહિ.