________________
જૈન કોન્ફરન્સ હરૈ૭. .
[માર્ચ અમદાવાદ શ્રાવિકા શાળા--આ શાળા વિશે અમે અગાઉ લખી ગયા છીએ, છતાં શ્રાવિકા એ સંઘનું અગત્યનું અંગ હોવાથી તેના ઉદ્ધાર માટે જે જે પ્રયત્ન થાય તે પ્રકટ કરવા અમારી પવિત્ર ફરજ છે, તેથી જ આજે ફરી લખ્યું છે. ફેબ્રુઆરી ૧૯૬ માં શિખનાર સ્ત્રીઓની સંખ્યા ૧૯૪ હતી. દરજની સરાસરી હાજરી ૧૧૫ હતી. શિવણ શીખનાર ૬૮, ભરત શિખનાર ૧૧૮ તથા રેશમી કપડાની બાંધણી બાંધવાનું શીખનાર ૭ હતી. ૧૧૨ સધવા. ૩૦ વિધવા, પ૨ કુમારી હતી. આ આંકડાઓ પોતેજ સ્પષ્ટ બેલે છે, તે પર સ્પષ્ટીકરણની બહુ આવશ્યકતા નથી.
- શ્રી કેશરીયાજી—તીર્થની સારસંભાળ કરવા માટે મુનિ મહારાજશ્રી ઝવેરસાગરજીએ આઠ સભાસદેની કમીટી નીમી હતી. અને તીર્થને સર્વ વહિવટ ઉદેપુરના નામદાર મહારાણાની દેખરેખ નીચે કરવા ઠરાવ્યું હતું. તે કમીટીના કેટલાક સભાસદે હાલ મરણ પામ્યા છે. ભંડારી દિવાનજી બલવંતસિંહજી પ્રથમ સંભાળ રાખતા હતા, પણ કાળના પ્રભાવે તેઓ ટુંક શ્રદ્ધાવાળા થયા છે. ઘણા ખરા શ્રાવકે ઢુંઢીઆના ઉપાશ્રયે જાય છે, તેથી કમીટીની ખરાબ વ્યવસ્થા થઈ છે. એક નવી કમીટી નીમવાની જરૂર છે. (આ માસિકમાં દ્રઢીઆ શબ્દ વાપર્યો છે, કારણ કે તેઓ સ્થાનકમાં રહેતા ન હોવાથી સ્થાનકવાસી શબ્દ એગ્ય નથી. બીજે યોગ્ય તથા અર્થને બેસતો શબ્દ સૂચવવા અમારી તેમને વિનંતિ છે.)
પશ પ્રેમીઓની બજાર – લંડનમાં તા. ૨૮, ૨૯ તથા ૩૦ નવેબરે ભરાઈ હતી. આ મંડળીના હેતુ શોધખેળમાટે થતી પશુહિંસા અટકાવવાના છે. આ બજારમાં ડયુકે, લેર્ડ, કાઉંટે, તથા તેમની ઉમરાવ પત્નીઓ વિગેરેની સંખ્યા ૧૨૫ થી વધારે હતી. બજાર જોવા જવાની પ્રવેશ ફી રૂ. ૧૦ હતી, બજારમાં કઈ ઉમરાવ સ્ત્રીઓ એગાવાને તે - કેઈએ બીજા પ્રકારને એમ ભાગ ભજવ્યા હતા. લેડી ગ્લૅમણીલ્ડ તથા બેરોનેટ બારનેકેએ પુષ્પ વેચવાને વિભાગ સાચવ્યા હતા. આવા ખાનદાન કુટુંબના મનુષ્યો ખરા ઉત્સાહથી ભાગ લે ત્યારે ગરીબ માણસો ઉપર કેટલી બધી અસર થાય તેને તે વિચારજ . કર બસ છે. થયેલી મોટી રકમની ઉપજ જનાવરના હકના રક્ષણમાટે લડત ચલાવનાર મંડળીઓને તેઓએ અર્પણ કરી હતી. * દિક્ષા–ભૂજથી મુનિ મહારાજ હંસવિજયજી લખે છે કે વાગડનિવાસી ભેજાભાઈએ માઘ શુદ ૧૪ ના દીને દીક્ષા લીધી છે. તેના પિતાએ મુનિઉપદેશથી છોકરાને મહારાજને અર્પણ કર્યો હતો. આ ભાગમાં દીક્ષા લેવાનું લુપ્તપ્રાય થઈ ગયું હતું તે ફરી સતેજ થયું છે.' દીક્ષાના ફલેકા અને વરઘોડા માટે કચ્છ નરેશે ઘોડા, રથ, રસાલા વિગેરેની મદદ દીધી હતી. ૮ કિવસ ઢુંઢીયાભાઈઓ વરઘોડામાં આવ્યા હતા. દીક્ષાને દિવસે તે ભાઈઓએ દુકાને બંધ કરી હતી, અને બાળકેસહિત વરઘોડામાં ભાગ લીધે હતે. મુનિ મહારાજનું નામ ભાનુવિજય રાખવામાં આવ્યું છે, અને તેમને પન્યાસજી સંતવિજયજીના શિષ્ય બનાવવામાં આવ્યા છે. ભેજાભાઈના પિતાએ ચેથાવતની બાધા લીધી અને ઢંઢક ધર્મ છોડી આપણે ધર્મ અંગીકાર કર્યો.