________________
જૈન કેન્ફરન્સ હરે૩.
[માર્ચ જાન્યુઆરીના અંકમાં અમે દિગંબર સ્કોલરશિપ દિગંબર મહાસભાના સમારંભ વખતે જાહેર થવા વિષે જણાવ્યું હતું પરંતુ તે વિષે જન યંગ મેન્સ એસોસીએશનના : મેળાવડામાં જાહેર કરવામાં આવ્યું હતું.
પહોંચ –ડબાસંગ જનસંકટનિવારણ ફંડના સેક્રેટરી તરફથી અમને હિસાબની નકલ મળી છે. કામ બહુજ ચેકસ થાય છે, અને દરેક મદદને પાત્ર છે. - પંડિત પન્નાલાલે તા ૧૨-૦૨-૦૬ થી માળવામાં ઉપદેશક તરીકે કામ શરૂ કર્યું છે, અને જ્યોતિષરત્ન પડિત જીયાલાલે પંજાબમાં માનાધિકારી ઉપદેશક તરીકે કામ શરૂ
માનપત્ર–ગોઘાના રહીશ તથા ભાવનગર શામળદાસ કોલેજમાં અભ્યાસ કરી એલએલ.બી. થયેલા મી. ન્યાલચંદ લક્ષ્મીચંદ સોનીને ભાવનગરની જૈન ધર્મપ્રસારક સભાએ માનપત્ર આપ્યું છે.
ભાવનગર–વિશાશ્રીમાળી ગોધારી જ્ઞાતિમાં અત્યાર સુધી રૂ. ૫૦૦ નું ઘરેણું વરવાળા તરફથી કન્યાને આપવું પડતું હતું, તેને બદલે હાલ તે જ્ઞાતિએ. એ ઠરાવ કર્યો છે કે રૂ. ૨૦) નું ઘરેણું કરવું તથા રૂ. ૨૦૦ વરકન્યાના નામે મૂકવા.
નવી પાઠશાળા–પન્યાસજી હિતવિજયજીના ઉપદેશથી મારવાડમાં દેશુરી ગામમાં નવી જનપાઠશાળા સ્થાપવામાં આવી છે. તેના ખર્ચ માટે ટીપમાં રૂ. ૪૦૦૦ ) ભરાયા છે. હાલમાં ૫૧ વિદ્યાર્થીઓ દાખલ થયા છે.
કુંડ–ડબાસંગ વિગેરે ગામોના લાચાર જેને માટેનું ફંડ રૂ. ૩૧પ૬ નું થયું છે. શ્રાવિકા ઉદ્યોગશાળા-પાટણમાં સ્થાપવામાં આવી છે અને તેને માટે કોન્ફરંસ તરફથી માસીક રૂ. ૪. ની મદદ છ માસ સુધી આપવાનો ઠરાવ થયા છે.
પરદેશી ખાંડ–અજમેરની વિદ્યાન્નતિ ઓશવાળ સભાએ ઠરાવ કર્યો છે કે, મેરસ ખાંડમાં સફેદી લાવવા બળદનું લેહી છાંટવામાં આવે છે, માટે દેરાસર તથા ઉપાશ્રય તથા ધર્મના કામોમાં આ ખાંડની બનાવેલી મીઠાઈ ન વાપરવાનો ઠરાવ કરવામાં આવ્યો છે.
લાભકારક ઠરાવ-મુનિશ્રી રત્નવિજ્યજીના ઉપદેશથી કચ્છમાંડવીના સંઘ ઠરાવ કર્યો છે કે બળદની ગાડી લઈ તીર્થયાત્રામાં તથા બીજે જતાં હરીફાઈમાં બળદને દેડાવવા નહિ તથા જુગાર રમવો નહિ. આ ઠરાવ ભૂજ, અંજાર, મુદ્રા વિગેરે ઠેકાણે પળાવવા બંદોબસ્ત કરે.
મૃત્યુ—શેર તથા નોટના દલાલ, મૂળ માંગરોળ તથા હાલ અત્રેના વતની શેઠ જૂઠાભાઈ હરખચંદ તા. ૧૩-૨-૧૬ ના રોજ ૫૦ વર્ષની ઉમરે અત્રે ગુજરી ગયા છે. તઓ માંગરોળ શ્રીમાળીભાઈઓનું સારું થવા બનતે પ્રયાસ કરતા હતા. અત્રેના શ્રી માંગરોળ શ્રીમાળી સમાજ તથા માંગળ શ્રીમાળી બેડિંગના તેઓ પ્રમુખ હતા. તેઓએ આ બોર્ડિગને બહુ સારી મદદ કરી હતી. તેઓ શેરબજારના ડીરેકટર હતા. બ્રિટીશ ઈન્ડિયા સ્ટીમ નેગેશન કંપનીના તેઓ લાલ હતા.