________________
૧૦૬ ]
ખેદકારક મૃત્યુ
ખેદકારક મૃત્યુ. અમને જણાવતાં અત્યત શોક થાય છે કે મુંબઈમાં આ વર્ષે પ્લેગે જૈનમાં બહુજ કચર ઘાણ વાળે છે. નીચેનાં ત્રણ પ્રખ્યાત મરણ જન કેમને, તથા તેમનાં સગાવહા લાંને અને સ્નેહીઓને બહુજ દુઃખદ નીવડ્યાં છે. એ ત્રણેની જીદગી વઘુ લંબાઈ હોત તે ઘણે દરજે તેઓ ઉપયોગી જીવન ગાળી સ્વાર કલ્યાણ કરવા સમર્થ જી હતા. સંસારમાં જીવન મરણ તે સ્વાભાવિક છે, પરંતુ આવાં અકાળ મૃત્યુ થવાથી આસપાસના કેટલા બધા માણસને વિકાસકમ અટકી પડે છે, એ વિચારતાં અતિશય ખેદ થાય છે. કમની ગતિજ વિચિત્ર છે. પરમાત્મા વિરને ન છોડ્યા તે આપણે પામર પ્રાણીએ શું હિસાબમાં? આવાં અકાળ મૃત્યુથી, થતી ધર્મકારણીમાં જેમ બને તેમ તત્પર રહેવા સુજ્ઞ
છે લક્ષમાં લેશે, તે આત્માનું સાર્થક થશે. ત્રણે શ્રીમાને હતા, વ્યાધિથી દૂર રહેવા પ્રયત્નશીલ હતા, છતાં, કર્મગતિ આગળ જોઈએ તેટલો ખર્ચ, મહેનત તથા બુદ્ધિ અને વૈદક મદદ કામ કરી શકી નથી, એ એટલું જ બતાવે છે કે જે દઢ ( નિકાચિત) કર્મ હોય તે કોઈપણ રીતે ફેરવ્યાં ફરી શક્તાં નથી. પ્રયત્ન કરે એ આપણી ફરજ છે, પરંતુ પ્રયત્ન નિષ્ફળ થતાં નિરાશ નહિ થતાં ઋણાનુબંધ પૂરો થયે સમજી ધર્મ એજ સબળ સંબળ છે એમ પૂરું સમજી લેવું.
શેઠ જેઠાભાઈ દામજી–ઉમર વર્ષ ર૯ કચ્છી દશા ઓશવાળ જ્ઞાતિમાં શાંત રીતે હિત કરવામાં તત્પર તેમના જેવા બહુ થોડા આગેવાનો હશે. વિદ્યા તરફ બહુજ અભિરૂચિ હતી. શ્રી મુંબઈની કચ્છી દશા ઓશવાળ જૈન પાઠશાળા સ્થાપવામાં, નિભાવવામાં, તથા દેખરેખમાં તેમને મુખ્ય ભાગ હતું. તેમનું ભવિષ્ય ક્ષયરોગથી થયું છે. ઉમર નાની છતાં શાંતચિતથી કાળપાસે આવેલા જાણી સમજણ પૂર્વક ધર્મારાધન કરી આત્મસાગૅક કરનારા આવા વિરલ જીવ હશે. તેમની જ્ઞાતીના બોર્ડીગના પણ તેઓ પ્રમુખ હતા. મુંબઈ કન્ફરન્સ વખતે તેમણે અથાક શ્રમ લીધે હતે. સ્નેહીઓ તેમના જેવું ધાર્મિક તથા જ્ઞાતી હિતનું જીવન ગાળે એટલી નમ્ર સૂચના છે.
કાપડીઆ ઉત્તમચંદ ગિરધર--ઉમર વર્ષ ૧૮. આ ભાઈ શ્રી ભાવનગરના રહીશ હતા. તેઓ રા. કુંવરજી આણંદજીના ભત્રિજા હતા. પણ તે ઓળખથી ઓળખાવવા કરતાં અમે એટલુંજ કહીશું કે ઘણું સમજનાર, આખા જીવન દરમ્યાન હંસીને જ ડું બોલનાર, જ્ઞાતિ અને દેશહિતના સવાલે સૂક્ષ્મ બુદ્ધિથી સમજી શ્રી ભાવનગર જન પ્રબદ્ધક સભામાં ચર્ચનાર આ એક રત્ન તેમનાં કુટુંબે, તેમની વહાલી પત્નીએ, અને મિત્રવર્ગ ગુમાવ્યું છે. દશ દિવસમાં પ્લેગના વ્યાધિમાં જેણે એક વખત પણ ઓય મા, એય બાપ અથવા એવું કાયર વચન ઉચાર્યું નથી, અને મૃત્યુ પહેલાં બે કલાક આગળ સુધી આંખના દેવતા ગયા છતાં પણ જેણે પિતાની મેળે નવકાર મંત્ર જ છે, એવા ઉચ્ચ આત્મા જેવું ભવિષ્ય આ કલમ ભાગ્યે જ બીજામાં જોઈ શકી છે. તેઓ વિદ્યાસિક તથા સ્કલર હતા. તા. ૫મીએ મેલમાં ભાવનગર જવું હતું, પરંતુ દેહને