________________
ર
જૈન કારન્સ હૅરેન્ડ.
[ માચ
ખરા હૃદયની વિનંતિ છે કે અમદાવાદ આશરે ૧૫૦૦૦ શ્રાવકની વસ્તીવાળું પ્રથમ. પક્તિનું જૈનપુર છે, તે કોઈ પણ રીતે કાન્ફરન્સને દીપાવવામાં ઓછપ ન રાખતાં દરેક રીતે પોતાનું પાણી દેખાડશે. અમદાવાદના પ્રમાણમાં ભાવનગર કાંઇજ નથી. માટે દરેક રીતે ઉત્તમ કાર્યવ્યવસ્થા કરવા અમારી અમદાવાદના સકળ સંઘને પ્રાર્થના છે. સ્વાગત કમીટીના પ્રમુખ મી॰ પુનમચંદ કરમચંદ્ર કોટાવાળાનું ભાષણ પાટણની પ્રાચીનતા રજુ કરતું હતું. પ્રમુખ શેઠ વીરચંદ દ્વીપદે કામના ઉદ્ધાર કેળવણી ઉપરજ ગણ્યા છે, તે સત્ય છે. જીર્ણોદ્ધાર ખાખતમાં તેમણે યથાસ્થિત પુનઃ કહ્યું છે કે નવાં દેરાસર બંધાવવા કરતાં જૂનાં સમરાવવામાં શાસ્ત્રમાં આઠ ગણું વિશેષ પુણ્ય કહ્યું છે. ધાર્મિક ખાતાંઓના હિસાબેા ચાખા રાખવા તેમને ખાસ આગ્રહ તદન સ્તુત્ય છે. આ બેઠક વખતે સંવત ૧૯૬૧ ના હિસાબ બહાર પાડવામાં આવ્યે છે. આ બેઠક વખતે નીચલા ઠરાવા પસાર કરવામાં આવ્યા છે.
ઠરાવ પહેલા—નામદાર પ્રિન્સ અને પ્રિન્સેસ ઑફ વેલ્સની આ દેશમાં પધરામણી થવાથી આખા હિંદુસ્તાનના જૈન પ્રતિનિધિની પાટણ શહેરમાં મળેલી આ ચાથી જૈન શ્વેતાંબર કાન્ફરન્સ પેાતાના અંતઃકરણના હર્ષ પ્રદર્શિત કરે છે. અને તેએ નામદારને વિનતિ કરે છે કે જૈન કામની તાજપ્રત્યેની વફાદારીની ખખર તે સાહેબ પાતાના નામવર પિતાશ્રીને જણાવવા મહેરખાની કરશે. આ ઠરાવના ખખર તારદ્વારા તે નામદાર તરફ મેાકલવા.
ઠરાવ બીજો—નામદાર શ્રીમ`ત સયાજીરાવ ગાયકવાડ મહારાજ સાહેબના વિસ્તી રાજ્યની શીતળ છાયામાં બીજીવાર આ કાન્ફ્રન્સ એકઠી મળતાં તેઓ સાહેબે ઉત્તાર દિલથી જે આશ્રય આપ્યા છે તેને માટે આ કારન્સ તેએ સાહેબના અંતઃકરણથી આભાર માને છે. આ ઠરાવની ખખર તે સાહેમના નામદાર દીવાન સાહેબને જણાવવી.
ઠરાવ ત્રીજો—આપણી કોન્ફરન્સમાં ચારે જનરલ સેક્રેટરીઓએ પોતાના અમૂલ્ય વખતના ભેગ આપીને જે કીમતી સેવા બજાવી છે તેને માટે તેમના અતઃકરણથી આભાર માનવામાં આવે છે.
ઠરાવ ચાથા— —આ કોન્ફરન્સમાં કરવામાં આવેલા ઠરાવાના અમલ થવા માટે જે જે મુનિમહારાજેએ પ્રયાસ કર્યા છે તેમને આ કેન્ફરન્સ અતઃકરણથી આભાર માને છે અને સર્વ મુનિસમુદાયને તેજ પ્રમાણેના પ્રયાસ ચાલુ રાખવા વિન ંતિ કરે છે.
ઠરાવ પાંચમા—આપણી જૈન કામમાં વ્યવહૅારિક અને ધાર્મિક કેળવણીની વૃદ્ધિ થવા માટે નીચે પ્રમાણેના ઉપાયાની ચેાજના કરવી ઘટિત છે.
૧ દરેક બાળકીઓને ફરજીઆત કેળવણી આપવી એટલે કાઈ પણ ખાળક ચા બાળકીઓને તેમનાં માખાપાએ અભણ રાખવા નહિ.
૨ જનબંધુઓને ક્રમસર ધાર્મિક કેળવણી મળવાને માટે કન્યાશાળા અને જૈનશાળા ઉપયાગી સીરીઝ બનાવવાની ગોઠવણ કરવી અને તેને માટે એક કમીટી નીમવી.