________________
. જૈન કેન્ફરન્સ હરેડ. આ અભ્યાસ કમમાં અમારા માનવા પ્રમાણે જેમ જેમ વિદ્યાથીઓ ચઢતા ક્રમ અભ્યાસ કરશે તેમ તેમ તેઓને આત્મિક જ્ઞાનની પ્રાપ્તિ થયાં કરશે. આ ભવ ૨ પરભવનું કલ્યાણ તે ધાર્મિક શિક્ષણ પકા પાયા પર અપાય તેજ છે. નવીન રેક બુકો રચવામાં તો ઘણા મુનિઓ અને શ્રાવકોની જરૂર છે. વખતના રાયની પણ સ ગણત્રી છે. વખતે નવીન બુકે રચાય તો પણ પ્રાચીન ગ્રંથકારને ભુલી જવા ન જોઈએ
માણચંદ પાનાચંદ. જૈન મિત્રમંડળના મંત્રી (ચ્છમાંડવી.)
ગ્રંથાવલેકન. શ્રી ધર્મરત્ન પ્રકરણ–શ્રી પાલીતાણા જૈનધર્મવિદ્યાપ્રસારકવર્ગ તરફથી અભિપ્રાય માટે આવેલ ધર્મસંગ્રહ” માટે અભિપ્રાય અમે ડીસેમ્બરમાં આપી ગયા છીએ. તેજ વર્ગ તરફથી પ્રસિદ્ધ થએલ આ પુસ્તક શ્રીમાન દેવેંદ્રસૂરિનું રચેલું છે. આ પુસ્તકમાં પણ મૂળ અને ગુજરાતી ભાષાંતર બંને આપવામાં આવ્યાં છે. આ પુસ્તક પણ પ્રથમ ભાગ છે તેથી સંભવ અને આશા રહે છે કે પાછળના ભાગો એજ વર્ગ તરફથી છપાશે. કાગળ, છપાઈ અને ટાઈપ ઉત્તમ છે. શુદ્ધિપત્રક બહુ મોટું થયું છે, માટે એક વખત વિશેષ પૂફ તપાસવા અમારી નમ્ર સૂચના છે. લગભગ ૬૦૦ પાનાના આ પુસ્ત. કની કીંમત રૂ. ૨ બીલકુલ વધારે નથી. શુભસંસ્કારો રેપનાર પિતાના પાંચ સુપુત્રોએ પિતાના પિતા શેઠ ખીઅશી કરમણના સ્મરણાર્થે આ પુસ્તક પ્રસિદ્ધ કરાવ્યું છે. એ પાંચ ભાઈઓમાં શેઠ ખેતશી ખીએસી સારી રીતે આગળ પડતા છે, અને જૈન કેમમાં તેમનું નામ જાણીતું છે. અર્પણપત્રિકા બતાવે છે કે પુત્રરૂણ તથા પિતૃરૂણ એ કેવી મોટી જવાબદારી છે, અને એ સમજનાર પિતે કેવા સુખી થાય છે અને બીજાને કેવા સુખી કરે છે. આ ગ્રંથ અસલ માગધી અને સંસ્કૃત ભાષામાં લખાય છે. કેવા ગ્રંથ લાંબો વખત ટકી શકે છે તેને માટે પ્રસ્તાવનામાં યોગ્ય કહેવાયું છે. આ ગ્રંથમાં શ્રાવકના ૨૧ ગુણો પર ૨૧ કથા કહેવાયેલી છે, એટલે કે ગ્રંથ કથાનુયોગને છે. બહુ ઉંડા વિષમાં ઉતરતા મનને ગુંચવણ આવે એવા સામાન્ય વાંચકે માટે . પણ ગ્રંથ ઉત્તમ છે. બીજી જ્ઞાતિઓ અને પ્રજાઓ કરતાં સખાવત, દાન, ધર્મ વિગેરેમાં જેને કેઈથી ઉતરે તેમ તે નથી જ, પરંતુ જ્ઞાનદ્વારા, પુસ્તકો છપાવીને, વડિલનું મરણ રાખવું એ સ્મરણ ચિરસ્થાયી છે, સખાવતને ખરે પ્રકાર છે, અનુકરણીય છે. પિતાના સ્મરણાર્થે રૂ. ૧૦૦૦] આપી પુસ્તક છપાવવામાં પાંચે ભાઈઓએ શુભ કર્મ બાંધી બીજાઓને ઉત્તમ ધડે બેસાડયો છે. પુસ્તક ઉત્તેજન અને મદદને દરેક રીતે પાત્ર છે. '