________________
- જૈન કેન્ફરન્સ હરેન્ડ.
.. [ માર્ચ આ ઠરાવની આ કોન્ફરંસ ખાસ આવશ્યકતા ધારે છે. તે સાથે રહીશાળામાં થયેલા જીવદયાના સંબંધના ઠરાવને માટે ભગત લાખા ભગવાન વિગેરેને આ કોન્ફરસ આભાર માને છે. તે ઠરાવને અમલ દરેક જગ્યાએ થાય તેને માટે યથાયોગ્ય તજવીજ કરવી.
ઠરાવ દશમે.--ધાર્મિક ખાતાંઓના હિસાબો તૈયાર કરવાથી અને પ્રગટ કરવાથી તેની અંદર ગોટાળા વળી શકતા નથી. આવક પણ વૃદ્ધિ પામે છે અને વિશ્વાસ વધે છે તેથી દરેક ધાર્મિક ખાતાના હિસાબ તૈયાર રાખવાની, જે કઈ જૈન બંધુ જોવા માગે તેને બતાવવાની તથા તેને છપાવીને પ્રગટ કરવાની આ કોન્ફરંસ આવશ્યકતા ધારે છે અને ઠરાવ કરે છે કે જે જે ખાતાઓના હિસાબો દરવરસે બહાર પડે તેની કોન્ફરંસ નોંધ રાખવી અને તે દરવર્ષે પ્રગટ કરવી કે જેથી તેવી રીતે હિસાબો બહાર પાડવાની બીજાને પણું ઈચ્છા થાય.
આ ઠરાવને અંગે સ્વર્ગસ્થ શેઠ ગોકુળભાઈદલતરામની વતી જાહેર કરવામાં આવ્યું કે એક માણસ રાખવાને માટે પાંચ વરસ સૂધી દરમાસે રૂ. ૫૦ થી ૭૫ સૂધી પગાર ખર્ચના આપવાને અમે કબૂલ કરીએ છીએ. તેમજ પાટણ નિવાસી શા. ચુનીલાલ નાનચંદે પાંચ વરસ સૂધી વગર પગારે આ કામ કરવા કબૂલ કર્યું.
ઠરાવ અગીઆર.—આપણા જૈન બંધુઓ, જે દેવયોગે મંદ સ્થિતિમાં હોય તેને આશ્રય આપવાની શ્રીમંત જૈનેની ખાસ ફરજ છે. તેથી ઉદાર દિલથી તેવા બંધુઓને આશ્રય આપે અને જેમ બને તેમ નવા નવા ઉદ્યોગ ચડાવવા પ્રયત્ન કરે તેની આ કોન્ફરંસ ખાસ આવશ્યકતા ધારે છે, અને તેને માટે શ્રીમાન જૈન બંધુઓને આગ્રહપૂર્વક વિનંતિ કરે છે.
ઠરાવ બાર–સંપ ત્યાં જંપ એ સિદ્ધ થએલી કહેવત છે, કે જેને અનુભવ આપણને સર્વને થયેલું હોય છે તેથી ધાર્મિક સંબંધને દઢ કરવા માટે કોઈપણ પ્રકારની ઈષ, સ્પર્ધા કે અદેખાઈ ન રાખતાં પરસ્પર સંપની વૃદ્ધિ કરવાની આ કન્ફરંસ આવશ્યકતા ધારે છે. આ કેન્ફરંસ દઢ કરવાનો મૂળ પાયા તેજ છે, વળી આ હેતુને મજબૂત કરવાને માટે અંદર અંદરની કેઈપણ બાબતની તકરારમાં બનતાં સૂધી કેટે ન ચડત; પ્રમાણિક ગૃહસ્થોને પંચ નીમી તે દ્વારા સમાધાન કરવાની પણ આ કેન્ફરંસ આવશ્યકતા ધારે છે.
ઠરાવ તેર –નીચે જણાવેલા દેષિત રીવાજો અજ્ઞાન અને પ્રમાદ વિગેરે કારણોથી આપણી કોમમાં દાખલ થયેલા છે તેથી તે રીવાજોને હરેક પ્રકારે દૂર કરવાની ખાસ આવશ્યક્તા છે.
૧ બાળલગ્ન, ૨ વૃદ્ધવિવાહ, ૩ કન્યાવિક્ય, ૪ એક કરતાં વધારે સ્ત્રી કરવી. ૫ મૃત્યુ પાછળ જમણ, ૬ મૃત્યુ પાછળ શેકકિયા ૭ અયોગ્ય ફરજીઆત ખર્ચ, ૮ મિથ્યા. ત્નીના પર્વાદિને પ્રચાર. * ઉપર જણાવેલા રીવાજો બંધ કરવાની આ કોન્ફરંસ ખાસ આવશ્યકતા ધારે છે ૨wજ છે જે વાળા એમાં જે જે ગામ કે શહેરમાં પ્રબંધ થયેલા છે