________________
૧૯૦૬]
ચોથી જૈન શ્વેતાંબર કોન્ફરંસ. તેમને આ કોન્ફરસ ધન્યવાદ આપે છે. તે સાથે બીજા ગામે અને શહેરના આગેવાને આ ઠરાવને યથાયોગ્ય અમલ કરવા આગ્રહ કરે છે.
ઠરાવ ચૌદ-અન્ય ધમઓના પ્રસંગને લીધિ તેમજ અજ્ઞાનની પ્રબળતાથી આપણું જૈન વર્ગમાં લગ્નવિધેિ એવા પ્રકારે કરવામાં આવે છે કે જેથી આપણે મિથ્યાત્વ રૂપ દોષના ભાજન થઈએ છીએ. તેથી તે દેષ દૂર કરવા માટે જૈન લગ્નવિધિનો પ્રસાર વધારો જોઈએ. તેમજ બીજા સંસ્કારે જે બીલકુલ નષ્ટપ્રાય થઈ ગયા છે તેની શરૂઆત થવી જોઈએ. તે બાબતની આ કોન્ફરંસ ખાસ જરૂર વિચારે છે અને જૈન લગ્નવિધિને પ્રસાર જ્યાં જ્યાં જે જે ગૃહસ્થાએ શરૂ કરેલ છે તેને આ કોન્ફરસ ધન્યવાદ આપે છે, તે સાથે બીજા ગામ અને શહેરના આગેવાનોને તે પ્રચાર શરૂ કરવાની ખાસ ભલામણ કરે છે
ઠરાવ પંદરમે –જૈન ડીરેકટરી કરવાની આવશ્યકતા આપણે એક મતે સ્વીકારી છે અને તેથી તે કાર્યની શરૂઆત કરવામાં આવી છે તે સંબંધમાં જે જે ગામે, શહેરે કે પ્રાંતના આગેવાનોએ તે કાર્યમાં મદદ આપી છે અને ફોર્મ ભરીને મોકલી આપ્યાં છે તેમને અત્રે આભાર માનવામાં આવે છે અને બાકી રહેલા ગામ અને શહેરના આગેવાનોએ તે સંબંધમાં મદદ આપવી, એમ વિનંતિ કરવામાં આવે છે.
કરાવળમો–દર વરસે મળનારી આપણી જનરલ કેન્ફરંસની અંદર થયેલા ઠરાનો અમલ કરવા માટે દરેક પ્રાંતમાં અનુકૂળતા અનુસાર પ્રાંતિક કેન્સર સો ભરવાની આ કેન્ફરસ આવશ્યકતા ધારે છે અને ગયે વર્ષે અમલનેર અને પેથાપુરમાં જે પ્રાંતિક કેન્સરસો ભરવામાં આવી છે તેના કાર્યકર્તાઓને આ કેન્ફરંસ અભિનંદન આપે છે. કેન્ફરંસના પ્રશંસનીય હેતુઓને અમલ થવાનું તે એક પ્રબળ સાધન છે. • ' ઠરાવ સતર –આ કોન્ફરન્સમાં થયેલા ઠરાવને જ્યાં જ્યાં જેટલે દરજે અમલ કરવામાં આવેલો છે તેને આ કોન્ફરંસ ધન્યવાદ આપે છે અને હવે પછી એવા પ્રકારની ખબર કોન્ફરંસ તરફ મોકલવા દરેક શહેર ને ગામના આગેવાનોને સૂચવે છે, કે જેની એકંદર નેધ હવે પછી મળનારી દરેક કોન્ફરંસમાં વાંચી બતાવવામાં આવશે.
ઠરાવ અઢારમે–આપણી યુનીવર્સીટીમાં સંસ્કૃત સાહિત્યની અંદર આપણું જૈન શ્વેતાંબર આમ્નાયના ગ્રંથે દાખલ થાય તેને માટે એગ્ય પ્રયત્ન કરવાની આ કોન્ફરન્સ આવશ્યકતા ધારે છે.
ઠરાવ ઓગણુશમે--જન શ્રેયસ્કર મંડળ તરફથી થતાં કાર્યો પિકી જૈન કેળવણી ખાતાંની અંદર યથાયોગ્ય મદદ આપવાની કોન્ફરન્સ ભલામણ કરે છે.
આ વખતે હાલના જનરલ સેક્રેટરીઓને કાર્યવ્યવસ્થામાં મદદ કરવા અર્થે શેઠ માણેકલાલ ઘેલાભાઈ, શેઠ જીવણચંદ ધર્મચંદ તથા શેઠ કુંવરજી આનંદજીની એસીટંટ જનરલ સેક્રેટરી તરીકે નીમણુક કરવામાં આવી હતી.