________________
૧૯૦૬1.
શેઠ વરચંદભાઈનું જન્મચરિત્ર. પાલીતાણા, મક્ષીજી, સમેતશિખરજી વિગેરે મંદિરના સંબંધમાં પડેલા વાંધાઓની પતાવટ કરાવવામાં પિતાથી બનતી જાતિ મહેનત લઈને તેઓની મદદ કરી છે. અને બનારસ જેવા દુર પ્રદેશમાં સંસ્કૃત કેળવણી જિન બાળકે સારી રીતે લઈ શકે તેટલા માટે તેમના મિત્ર શેઠ ગોકળભાઈની સાથે મળીને એક ભવ્ય મકાન શ્રીમદયશેવિજયજી પાઠશાળાને વાપરવા માટે ખરીદી આપી તેના ખર્ચમાં પણ અમુક હિસ્સો પિતે આપે છે, તે ઉપરાંત સંવત ૧૯૬૧ ના વૈશાખ મહિનામાં પિતે જાતે ત્યાં જઈ તેની મુલાકાત લીધી હતી. અને તે વખતે શ્રીમહેમચંદ્રાચાર્ય પુસ્તકાલય સ્થાપન કરી તેમાં તમામ રકમ પોતે આપી છે. અને તેમના પત્ની બાઈ ડાહીબાઈએ ત્યાં દેરાસર બંધાવવા માટે પણ સારી રકમ આપવાનું કબુલ કરેલ છે.
શેઠ વીરચંદભાઈને કેળવણી ઉપર ઘણી પ્રીતિ છે, અને કેળવણીની કીંમત તેઓ ઘણી સારી રીતે પીછાણી શકયા છે. ઈ. સ. ૧૮૬૪ ની સાલથી પોતાની જન્મભૂમિ ગોધાવીમાં કેળવણીનું સાધન નહીં હોવાથી ત્યાં પ્રથમ તેમનું લક્ષ ખેંચાયું હતું. તેમણે કેળવણી ખાતા સાથે પત્રવ્યવહાર ચલાવી પિતે ખરચ આપવા તૈયાર થયા. જેથી તેજ સાલમાં ગેધાવીમાં ગુજરાતી નિશાળ ચાલુ કરાવી. ત્યાર પછી ઈ. સ. ૧૮૮૧ માં સપ્ટેમ્બર મહિનાની તા. ૧ ના રેજથી પિતે ખરચમાં ફાળો આપી ઈંગ્રેજી કલાસ તેમાં ચાલુ કરાવ્યું. અને ૧૮૮૩ માં પાછું ખરચ આપવું કબૂલ કરી તે જારી રાખે. ઈ. સ. ૧૮૮૫ માં કન્યાઓને કેળવણી આપવાનું સાધન નહીં હોવાથી તે વાત ઉપર લા આપી એજયુકેશન ખાતાની સૂચના સ્વીકારી લેવામાં આવી. અને તે ઉપરથી તે ખાતાએ “વીરચંદ દીપચંદ ગર્લસ્કુલ એવું નામ આપી કન્યાશાળા ચાલુ કરી, આ વખતે હજુ બાળકીઓને કેળવણી આપવા માટે જોઈએ તેવું ઉત્તેજન ગોધાવીમાં જણાયું નહિ. હોવાથી જે બાળા બરાબર હાજરી આપે તેને દર મહિને બે આના પ્રમાણે આપવાની શેઠ વીરચંદભાઈએ ગોઠવણ કરી ઉત્તેજન આપ્યું, જે ગોઠવણ હજુ સુધી પણ અમલમાં છે. આ પ્રમાણે પિતાની જન્મભૂમિમાં છોકરાઓ માટે ગુજરાતી તથા અંગ્રેજી પાંચમા ધોરણ સુધીનો અભ્યાસ કરાવવાનું તથા બાળાઓ માટે કન્યાશાળા સ્થાપી ઘણું જ ઉપયોગી અને લોકકલ્યાણનું કામ તેમણે કરી આપી આશીવૈદ મેળવ્યો છે.
કેળવણીની ચાહના ઉપરાંત કેળવાયલા પુરૂ તરફ પણ કુદરતી રીતે શેઠ વીરચંદ ભાઈની લાગણી સતેજ રહેતી. અમદાવાદમાં જ્યારે પિતે ભણતા હતા ત્યારે મી. કરટીસ નામના યુરોપીયન માસ્તરે તેમના તરફ માયાળુ લાગણું રાખેલી જેના બદલામાં શેઠ વીરચંદભાઈને પિતાને વખત મળતાં તેના છોકરાઓને વિલાયતમાં કેળવણી લેવા માટે પોતાના પદરથી ખર્ચ આપી કૃતજ્ઞતા બતાવી આપી હતી. વળી સોલાપુરની મીલમાં પણ કંપની તરફથી સ્કૂલ ઉઘડાવી કેળવણીને ફેલા કરવાની બનતી દરેક જાતની કેશીશ કરી છે.
જૈન તત્વવેત્તા મરહમ ગાંધી વીરચંદ રાઘવજી જેઓ અમેરિકાના ચીકાગોની ધર્મસંબંધી પાર્લામેંટમાં હાજર થયા હતા, તેમને પાછળથી લંડનમાં રહી બેરિસ્ટરની પરીક્ષા