________________
૧૯૦૬ ]
કન્યાવિય. ભરપૂર હોય, તે પણ જુવાન સ્ત્રીની કેવળ કામેન્દ્રીય પરિતૃપ્તકારી નહી હોવાથી, તે કદી પણ તેની પ્રીતિ મેળવી શકતો નથી. જેમકે -વિષ્ણુશર્માએ શાસ્ત્રમાં કહ્યું છે કે –
જ્ઞાનં દુર્તાનાં ઘરોનાં વેઃ રે ||
मन न रमते स्त्रीणां । जराजीणेंद्रिये पतौ ॥१॥ * જેમ બર્ફવાળા (પ્રદેશમાં રહેનાર) માણસોને ચંદ્ર કિરણથી અને પરસેવાવાળા માણસને સૂર્ય કિરણથી મન તુષ્ટ થતું નથી તેમ વૃદ્ધ પતિથી જુવાન સ્ત્રીનું મન ખુશ થઈ શકતું નથી. દંપતીમાં એક તુચ્છ અને બીજું અસંતુષ્ટ હોય, એક ભણગણ ઊતર્યું હેય ને બીજું જુવાનીની કલગીમાંજ હોય તે સુખની આશા રાખવી એ નિરર્થક છે. ત્યાં તે ફક્ત જીવન વિડંબનામય જણાય છે. વળી તે વિશે સાક્ષર ડાહ્યાભાઈ ધળશાજી
સોને મઢયા સુખપાલ, મેડીને ઝરૂખા માળ હેમને હીરા વિશાળ, એથી શું સુખી સંસાર? જાણે જઠી એ જંજાળ, એથી શું સુખી સંસાર માળે માને છે પણ પંખીને પાંખ નથી આંબે છે લીલો છમ, પણ મહોરનું તે નામ નથી “કે” ને શું ક” ને શું એ આંબે એ માળે જેવું ને; રેવું રે; આઠે પહેર; આઠે પહોર, તેવો સમજીલે-નેહ વિના સંસાર,
જે ભાણામાં જે ગોળવિના કંસાર– સેનાના ઢગલા ઉપર બેસવાનું હોય, માથાની શિખાથી પગની પાની સુધી હીરા માણેક અને મોતીથીજ મઢાવાનું હોય, પણ જ્યાં સ્નેહ વડે સંસારસુખ મળી શકે તેમ નથી ત્યાં તે બધું શા કામનું ? જેમકે –
હીરામોતીને શું ઓઢેકે પાથરે? બાળા બાફીને ખાય?
પ્રેમસાગર કેરી માછલી, વિભવ સાગર પાડે કાય. . पाणो गृहीतापि पुरस्कृताय । स्नेहेन नित्यं परिवर्धितापि ॥ .
परोपकाराय भवेदवश्यं । वृद्धस्य भार्या करदीपिकेव ।। * એટલે કે જેમ હમેશ તેલ પૂરીને સતેજ રાખેલો છતાં તથા હાથમાં ઝાલીને આગળ ધરેલે દી (દીપક) પોતાઉપર અજવાળું ન પાડતાં, પપકાર કરે છે (એટલે) બીજી વસ્તુ ઉપર અજવાળું પાડે છે ને પકડનાર ઉપર તે અંધારું કરે છે, તેવી જ રીતે વૃદ્ધ માણસે જે સ્ત્રીનું પાણિગ્રહણ કર્યું છે તે સ્ત્રી તેના ઉપર અજવાળું નહિ પાડતાં પરેપકાર ( Indirectly ) કરે છે એટલે વ્યભિચારનું પગલું ભરે છે અને તેના તરફથી મળતા લાલન પાલન તથા અગ્રણપદ (પટરાણી પદ) ને પણ તે તુચ્છકારી કાઢે છે. જેમકે –
પાણીગૃહીને પ્રથમાં કરેલી; સ્નેહથી નિત્ય સિંચન કરેલી” . ભાર્યા અવશ્ય છે વૃદ્ધ કેરી, પરોપકારે કરદીપિકા ઠરેલી. ”