________________
૧૯૦૬] શેઠ માણેકચંદ હીરાચંદના ભાષણને ટુંક સાર. ૭૭ પ્રયાસ અતિશય સ્તુત્ય છે. ખાવા પીવાની બાબતમાં અને પાંજરાપોળોના વહીવટની બાબતમાં આપણે લગભગ એકઠા થઈને કામ કરીએ છીએ. દેરાસરમાં પૂજા અને તીર્થસ્થળોની બાબતમાંજ આપણે મતફેર હોય એમ લાગે છે. આ મતફેરની બાબતે વિષે બન્ને પક્ષના પત્રો પિતાના મત જાહેર કરે તે બહુ ઉત્તમ થાય.
આપણા પ્રાચીન સંસ્કૃત પુસ્તકોનાં ઈંગ્રેજીમાં ભાષાંતર કરવાની જરૂર છે અને તે પ્રસિદ્ધ કરવાનું ઉત્તમ કામ આ સભા બજાવી શકે તેમ છે. આ ભાષાંતરોથી જેન બાબતે વિષે યુપીયન પંડિતની શંકાઓ નષ્ટ થશે. અને આપણા ધર્મનું સત્ય તેઓ ઘણું ખરું જાણી શકશે.
જૈન સિદ્ધાંત ફેલાવવાને માટે વિશેષ રસ્તે એ છે કે વિલાયતની વનસ્પતિ નિર્વહક મંડળીઓ અને પ્રાણીમાત્રપર દયાની મંડળીઓ (Vegetarian Societies & Humanitarian Leagues ) નાં પ્રસિદ્ધ થયેલા લખાણેને ગુજરાતી તરજુમો કરાવી તેનાં નાનાં પુસ્તક મફત વહેંચવાં. આ ઉપાયથીજ આપણે વ્યાવહારિક રીતે જિન સિદ્ધાંત માણે અમલ કરી શકીશું. આથી અહિંસાને આપણે મૂળ સિદ્ધાંત બહુ સારો પળાશે.
જૈન યંગ મેન્સ એસોસીએશન ઓફ ઈન્ડીયા. : આ દિગંબર મંડળે પિતાના છેલા વાર્ષિક મહોત્સવ પછી સ્ત્રીશિક્ષા વિભાગ ઉઘાડ છે. દિગબર બંધુઓ તરફ તે મંડળના મજકુર વિભાગના સેક્રેટરીએ એક વિનંતિપત્ર
કર્યો છે. તે પત્રમાં કન્યા પાઠશાળા સ્થાપવાને બહુ આગ્રહ પૂર્વક વિનતિ કરવામાં આવી છે, અને જણાવવામાં આવ્યું છે કે મંડળ અધ્યાપિકા પૂરી પાડી શકશે. ખરેખર કામ કરનારા અને સ્ત્રી શિક્ષણના ચુસ્ત હિમાયતીઓની પાંચથી નવ સભાસદની વ્યવસ્થાપક મંડળની સ્થાપવા વળી તેમાં વિનંતિ કરી છે. વિધવાઓ કામ કરી શકે તેવી હોય તેમનાં નામ પણ માગ્યાં છે. પૈસા માટે વિનંતિ કરી છે. જે તદન ચોગ્ય અને સુપાત્ર છે. અભ્યાસક્રમમાં ધાર્મિક અભ્યાસ નીચે પ્રમાણે છે –
. ઘેરણ બીજું, * ધર્મ અને શરીરરક્ષા સંબંધી નાના નાના શિક્ષાપ્રદ વાક. ધર્મના મૂળ સિદ્ધાંત (Elements of religion. )
ઘેરણ ત્રીજું, ધાર્મિક તથા જૈન ઐતિહાસિક કહાણીઓ અને નીતિને ઉપદેશ. ધર્મના મૂળ. સિદ્ધાંત, તીર્થ ક્ષેત્રનાં નામ તથા સૂક્ષમ વર્ણન.
ધારણ ચોથું. આ ધાર્મિક શિક્ષા. (સદાચાર અને નીતિ.) આદર્શ જીવન ચરિત્ર. ધાર્મિક સિદ્ધાંત