________________
૧૦૬]
કન્યાવિય. . ઈ. સ. ૧૮૮૧ ના ભારતવાર્ષિય ગવર્નમેન્ટના સેન્સસ રીપોર્ટના પાને ૧૪૭ માં મી, હાડીએ લખ્યું છે કે–આ દેશમાં બાળકની સંખ્યા ઘણી છે, અને મરણની સંખ્યા તેનાથી પણ વધારે છે.
પ્રાચીન આયુર્વેદશાસ્ત્ર તથા સુશ્રત ગ્રંથમાં પણ કહેવું છે કે ચગ્ય ઉમર સિવાય લગ્ન કરવાથી સંતાનની ઉત્પત્તિ થયાથી સંતાન ગર્ભમાંજ મરણ પામે છે. જે કદાચ તે જન્મે તે વધારે જીવતા નથી, જે તે કદાચ વધારે દિવસ જીવે તે દુર્બળ ઈન્દ્રિયવાળો રહે છે.
. જેમ નાના છોડવાને મોર અને ફળ આવ્યાથી તે છોડ નિસ્તેજ થઈ જાય છે, તેમજ બાલલગ્નથી બાળક અને બાળકીઓનાં શરીર બગડે છે. કેમકે કુદરત બાલવિવાહરૂપ મહાપાતકને દંડ આપ્યા વિના રહેતી નથી. બાલવિવાહ એજ કલેશનું મોટામાં મેટું કારણ છે. તેથી બાળકનું નિશાળમાં જવું બંધ થાય છે. તેથી ઉત્તમ કેળવણું તેનાથી લઈ શકાતી નથી. અને ઈદ્રિય સંયમની કેળવણુને બદલે નાનાપણમાં પરસ્પરના સહવાસથી અસમાયિક ધાતુનો ક્ષય, જાગરણ વિગેરેથી તેઓનું ભેજું, સ્નાયુ, માંસની પેશી વગેરેની દુર્બલતા થાય છે. અને માથું દુખવું, માથું ફરવું, શિથિલતા વિગેરે ઉત્પન્ન થાય છે. ઢીંગલીના લગ્ન જેવાં બાળલગ્નથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ વિગેરે ચારે પુરૂષાર્થો બગડે છે. અને જન્મારો “નિરર્થક’ જાય છે. જેમ કે –
“ઓ અજ્ઞાની, શી ઉતાવળ આવી છે સંભાળને;
ઢીંગલા ઢીંગલી–પેઠે શું પરણાવવા માંડ્યા બાળને?” ટેક. બહુ ઉંડી પરસ્પર પ્રીત નથી, પણ ભપકાથી રહે રાજી અતિ; *
સમજણ બીજી નથી બાળમતિ. . ઓ અજ્ઞાની જાણે નહિ દંપતિ ધર્મ દીલે, કેમ વર્તવું વહુની સાથે શીલે; એ બાંધી દીધે બળદ ખીલે.
ઓ અજ્ઞાની હસતાં રમતાં ચડભડી પડે, મન મેટાં નહિ માટેજ લડે,
પછી મળે ન સ્વભાવ એજ વડે. .. • એ અજ્ઞાની બાળપણ લહાવો લેવા દે, બહુ રમત ગમતમાં રમવા દે; નિશાળે ભણવા ગણવા દે. -
ઓ અજ્ઞાની પછી ભણતર ઘેર ભણાય નહિ, પરદેશ વિશેષ વસાય નહિ; એને વળતી નીકળાય નહિ.
ઓ અજ્ઞાની તનની હાલત બહુ બગડે છે, અંગે આળસુ રોગી રહે છે, છેડે વર્ષે રસ્તો લે છે.
એ અજ્ઞાની તન મન ધન બગડ્યાં એમ ત્રણે, એળે અવતાર ગયે ન જાણે; તે માત્ર લગ્નથી બાળપણે.
ઓ અજ્ઞાની