________________
૭ર : જૈન કેન્ફરન્સ હૉલ્ડ.
[માર્ચ વળી તેમાં સ્વામી જલદીથી મરણ પામ્યાથી સ્ત્રીને ઘણા દિવસ સૂધી વિધવાપણાનું દુઃખ ભોગવવું પડે છે. અને પશુસમાન છંદગી ગાળે છે. વળી વૃદ્ધ લગ્ન કરનારના
હાનારૂપી કહેવત કે “જુવાન જોઈને જીવવું નથી અને ઘરડું જોઈને મરવું નથી” એ કેટલી હાસ્યજનક છે. મરણ પથારી ઉપર સુતેલા, પેટમાં આંત નહી, મુખમે દાંત નહી, કાસે સુનતા નહિ, આંખસે દેખતા નહિ, નાડ અને ગરદન હાલ હાલ કરીને જેને શાદી કરને મના કરતી હય અને જેનાં લાકડાં મસાણમાં પહોંચ્યાં છે, યમરાજા જેના ગળામાં ફાંસી ડાલવાને તૈયાર થઈ રહ્યા છે, તેવા વૃદ્ધ માણસને વરમાળા પહેરાવનાર પુત્રીના માબાપો આંખે પાટા બાંધીને કૂવામાં પડે છે અને દીકરીને ચોરીમાંજ રંડાપ વહેરાવે છે. ધિકાર છે તેવા માબાપોને કે જે જાણી જોઈને પિતાનાં પળીયામાં ધૂળ નાખે છે!
૬. સુજ્ઞજનો! વળી કન્યાવિક્ય રીવાજથી, ઘણા કન્યાવિક્રય કરનારને એક ભયંકર કરજરૂપી મહાન અજગર પોતાનું સુખ વિકાસી તેમાં ગટ કરી દેવાને તલપાપડ થઈ રહ્યું છે. અરે આ અજગરને તે માણસની તો દયા ક્યાંથી હોય? પણ તેનાં દરેકે દરેક બાળકરૂપી મૂળીઆમાં તે પોતાનું વિષ પ્રગટ કરવા ચુકતા નથી. તેથી વખતે તેમને ઝાંઝરી, પહેરવાને સ્વાદ દેખાડે છે. અને વખતે વગર પૈસાની અંધારી કેટરીને. અનુંભવ તેમને કરાવે છે કે છેવટે ઘર છોડી વન વેઠવાની ફરજ પાડે છે. આવા બે મનુષ્ય પોતાનાં દુઃખને પ્રત્યક્ષ દાખલો આપવાને નીચે પ્રમાણે કહે છે –
ગીતિ. કરજ કરીને પર, પણ અંતે બાવો થઈને ભટકે; કયાવિક અસુરે, પગ પકડીને પર્વતથી પટક, મીલક્ત સૈ વેચાણી, સતીપત્નીપતિ પાછળ અથડાણી,
સુખને માટે પરણ્યા, પણ પરણ્યા પર ફરી ગયું પાણી. આ પ્રમાણે કરજ કરી કન્યાવિય કરનારના અસંખ્ય દુઃખને તાદશ્ય ચિતાર જે સ આગળ રજુ કર્યો છે તે શું પથ્થરને પણ પીગાળવાને બસ નથી? અરે આવા જનોને દુઃખમાંથી છોડવવાને તો કદાચ આપણે અશક્ત હઈશું. પણ શું તેમની દયાજનક સ્થિતિ ઉપર આપણાં બે આંસુ પાડવાને આપણે પાછી પાની કરીશું કે?
લાવણી. કન્યાવિય કદી ન કરના પસ્તાશે બહુ ભાઈ પસ્તાશ બહુભાઈ–સમજ મન ઓ સબ જાણ કસાઈ એ સબ જાણ કસાઈ, કરજસે પડા હુવા એ ફસાઈ પડ્યા હુવા એ ફસાઈ દુઃખસે હગ્યા નાનકસાઈ . હોગ્યા નાનકસાઈ, માંગતે દેતા નહિ કે પાઈ. દેતા નહિ કે પાઈ, જાનતા મરું ઝેર ખૂબ ખાઈ;