________________
૧૯૦૬]
શેઠ વીરચંદભાઈનું જન્મચરિત્ર. એના અભિપ્રાય એકઠા કરી ઘણી લંબાણ તપાસ ચલાવી હતી. આ કમીશન હજુર પિતાને અભિપ્રાય રજુ કરવા ગવર્નમેન્ટમાંથી શેઠ વીરચંદભાઈને ફરમાવવામાં આવવાથી તા. ૨ માર્ચ સને ૧૮૯૮ ને લેટર લખી ફેમીન કમીશનના સેક્રેટરી ઉપર મેકલાવી આપેલ હતું. અને તેમાં પોતાને થયેલા અનુભવની ઘણીજ કીમતી સૂચનાઓ કરી હતી. - ઈ.સ. ૧૮૦૦ માં નામદાર ઈડીયા સરકારે ૧૮૯૯ ના આકટ મુજબ Arbitration થી કજીયાને નીકાલ લાવવા તથા તે આખા હિંદુસ્તાનમાં લાગુ કરવા સંબંધી વિચાર કરીને તેમાં ઘટિત સૂચનાઓ કરવા અનુભવી ગૃહસ્થના અભિપ્રાય માગેલા હતા. અને તે ઉપરથી નામદાર મુંબઈ સરકારે તા. ૩૧ ઓગષ્ટ ૧૯૦૦ ના લેટરથી શેઠ વીરચંદભાઈને પણ અભિપ્રાય માગેલ હતું. જે ઘણાજ પુખ્ત વિચાર અને સરળતાથી તે નામદાર હજુર શેઠ વીરચંદભાઈએ રજુ કર્યો હતો. .
નામદાર ગવર્નર લોર્ડ સેન્ડ હર્ટ સાહેબના વખતમાં મુંબઈમાં પ્લેગ સબબે કવારે. ન્ટાઈન તથા તે સંબંધે લેકેને ઘણું અગવડ પડતી હતી. તે માટે તે નામદારના મોઢા મઢ શેઠ વીરચંદભાઈ લેકે ઉપર ગુજરાતી હાડમારી અને તેથી તેમને થતું દુઃખ જાહેર કરવા ચુક્યા ન હતા.
ઈ. સ. ૧૮૯૮-૯૭ માં પણ પાછો સોલાપુરમાં ભયંકર દુકાળ પડયો હતો અને આ વખતે પણ અગાઉના દુકાળમાં કરેલી ગોઠવણ મુજબ શેઠ લખમીદાસ ખીમજી તથા શેઠ મોરારજી ગોકળદાસની કમ્પનીએ મળીને સસ્તા ભાવથી અનાજ વેચવાની દુકાન ઉઘાડવાની શેઠ વીરચંદભાઈએ ગોઠવણ કરી, અને દુકાનમાંથી લેકેનું સંકટ ઓછું કરવા હજારે રૂપીયા ખરચ્યા. એટલું જ નહીં પણ વણકર લેકેને પણ સુતર વિગેરેની મદદ આપી તેમને બનાવેલે માલ પણ પાછા મીલમાંજ રાખી તે લોકેને પણ ભારે સંકટમાંથી બચાવ્યા હતા. જે બધી હકીકત નામદાર સરકારની જાણમાં આવતાં નામદાર મરહુમ મહારાણી વિકટેરિયા તરફથી તા. ૧ જાનેવારી સન ૧૮૮૮ ના રેજ સી. આઈ. ઈ. ને માનવતે ખેતાબ આપી તેમની સેવાની કીંમત પીછાણે હતી. - ઈ. સ. ૧૯૦૩ ના જાનેવારી મહીનામાં નામદાર શહેનશાહ સાતમા એડવર્ડ તથા નામદાર શહેનશાહખાન અલેકઝાન્ડાના રાજ્યાભિષેકના સંબંધમાં દીલ્હીમાં હિંદુસ્તાનના માજી વાઈસરોય લોર્ડ કર્ઝન સાહેબે મોટો દરબાર ભર્યો હતો. અને તેમાં હાજરી આપવા શેઠ વીરચંદભાઈને નામદાર સરકારે આમંત્રણ કરવાથી નામદાર સરકારના ઇજનને માન આપી પિતે ત્યાં હાજરી આપી હતી.
આ પ્રમાણે શેઠ વીરચંદભાઈ નામદાર તાજ તરફથી વફાદાર તરીકે વિશ્વાસ અને માન ધરાવે છે. અને તે પ્રમાણે મુંબઈ ઈલાકામાં ઈલકાબ મેળવનાર જનકેમમાં તેઓ અગ્રેસર ગણાયા છે.
સંવત ૧૫૯ ના પહેલા ભયંકર દુકાળ વખતે કાઠીઆવાડ, સુરત, અમદાવાદ જીલ્લાના કલેકટર તથા ફેમીન ઓફિસરોએ શેઠ વીરચંદભાઈને તે ભાગોમાં પણ