________________
૫૮ જૈન કેન્ફરન્સ હરેન્ડ.
[ ફેબ્રુઆરી મદદ કરવા માટે કહેવાથી તેમાં પિતા તરફથી તેમજ પોતે મહેનત કરીને પિતાના મિત્રો પાસેથી ઉઘરાણું કરી મદદ કરી હતી. ત્યાર પછી હમણાજ અમદાવાદમાં આવેલી મેટી રેલથી થઈ પડેલા લાચારેને મદદ કરવાના ફંડ માટે પણ તેમને મેમ્બરો નીમી અમદાવાદના કલેકટરે મદદ લીધી હતી જે કામમાં તેમણે સોલીસીટર ભાઈશકર નાનાભાઈની સાથે મળીને ઘણુજ સરસ રીતે ફાળો મુંબઈમાંથી કરાવી આપ્યો છે એટલુંજ નહિ પણ લાપુરથી પણ તેમાં મદદ મંગાવી આપી છે કાંઈપણ જાહેર ફંડ અથવા તેવા બીજા ધર્માદાના કામમાં શેઠ વીરચંદભાઈએ પિતાને ફાળે આપવામાં કદીપણ પછાતપણું બતાવ્યું નથી. પંઢરપુરને પૂલ બાંધવાના કામમાં એદલજી ફરામજી લેપર હોમ, ગાર ક્ષામાં, લેડી ડેક્રીન ઈન્સ્ટીટયુટમાં, હેમાભાઈ ઈન્સ્ટીટયુટમાં, બૉબે બૅચ રોયલ એશીયાટીક સોસાઈટીને, સોલાપુરમાં હેરીસ રીડીંગરૂમ અને જીમનેશીયમ વગેરે ઘણાં ખાતાએને પિતાથી બનતી રીતે મદદ આપી છે.
તેઓ પોતાની જ્ઞાતિમાં અગર તેવા બીજા જ્ઞાતિના ભાઈઓને ગુપ્ત રીતે મદદ આપે છે જૈન ધર્મના કેટલાક કીંમતી ગ્રથો છપાવવાનું પિતે ખર્ચ આપેલું છે. ઘણા ગ્રંથકર્તાએને મદદ આપી છે. અને તેવા બીજા ઘણી જાતના કામમાં મદદ આપે છે. એટલુંજ નહિ પણ સોલાપુર પાંજરાપોળ તેમની જ મહેનત અને પ્રયાસથી હસ્તીમાં આવવાનું કહીએ તો એમાં કશી અતિશયોક્તિ ગણાય નહિ. જીવ દયા માટે પણ ઘણી કાળજી રાખી પોતે મદદ કરે છે.'
શેઠ વીરચંદભાઈ પોતાના આટલા બધા કામ ઉપર નજર રાખવા ઉપરાંત હજી સુધી એટલે લગભગ ૭૪ વરસની ઉમર થઈ છે છતાં કેટલા કામે પાછળ પિતાનું લક્ષ આપે છે અને મહેનત કરે છે તેને વિચાર એટલાજ ઉપરથી આવી શકશે કે તેઓ લગભગ સાત મિલેના ડાયરેકટર છે. સોલાપુર મીલ અને મોરારજી મિલના તેઓ એકસ ઓફીશી ડાઈરેકટર છે. જ્યારે લેબ મીલ, સેન્ચરી મીલ, સરસપુર મીલ, અમદાવાદ ન્યુ એડવર્ડ મેન્યુફેકચરીંગ મીલના ડાયરેકટર છે. તેમજ નામદાર માઈસોરની સરકારે પોતાના તરફના ડાઈરેકટર તરીકે તેમને માઈસેર મીલ માટે નીમ્યા છે. ઉપરાંત માંડળ જીનીંગના ચેરમન છે. પોતે સ્પેશીયલ રર તરીકે ઘણા વખત સુધી કામ કર્યું અને હવે થોડો વખત થયા પિતાના ઉપરને કામને બે એ કર્યો છે છતાં પણ લાલબાગના અને મુંબઈ પાંજરાપોળના ટ્રસ્ટી છે, તથા બહાર કેટ શ્રી શાંતિનાથજીના દેરાસરના મેનેજીંગ ટ્રસ્ટી છે. ઉપરાંત “ધી જૈન એસોશીએશન ઓફ ઇંડીયાના,” “ ધી વીરચંદ કરમચંદ જૈન યુનીયન રીડીંગ રૂમ અને લાઇબ્રેરી, ” તથા “મેવાડ જીર્ણોદ્ધાર સભા” ના તેઓ પ્રમુખ છે. બે વરસથી તેઓ કેનફરંસના જનરલ રેસીડંટ સેક્રેટરીનું મોટું કામ બજાવે જાય છે. તે ઉપરાંત તેઓ લંડનની કમરશીયલ ઈનટેલીજન્સ બ્યુરોના લાઈફ મેંબરે છે, લંડનની આર્ટ સોસાઈટી અને રોયલ એશીયાટીક સોસાઈટી, બોમ્બે પ્રેસીડસી એસોશીએશન, નેશનલ એસોશીએશન સેનીટરી એસોશીએશન, પ્રીવેનશન એક કયુએલટી ટુ ધી એનીમલ્સ વિગેરે મંડળના મેંબર છે. તેઓ એક પણ મીટીંગ કે સભામાં હાજરી આપવામાં ચુકતા નથી.