________________
. જૈન કેન્ફરન્સ હરૈઉં. સર હું.
[ફેબ્રુઆરી દાર તરીકે તેમાં ફરીથી લીધા અને તેજ સાલમાં તેમણે પિતાનું વીલ કરેલું તેમાં શેઠ વીરચંદભાઈને ટ્રસ્ટી તરીકે નીમ્યા હતા.
આજ વરસમાં એટલે ઈ. સ. ૧૮૭૪ માં શેઠ મોરારજીએ બીજી મીલ કરવા ઈરાદે જણાવી શેઠ વીરચંદભાઈને સોલાપુર મલ્યા અને તે મીલને વહીવટ શેઠ વીરચંદ ભાઈને સંભાળવાને હતે. શેઠ વીરચંદભાઈએ ત્યાં જઈને રેલ્વે તથા કનાલ વચ્ચેની જમીન પસંદ કરી મીલ બાંધવાનું કામ શરૂ કરવાથી ગરીબ લોકોને ઘણી મજુરી મળી, અને દુકાળનું સંકટ કેટલેક દરજે ઓછું થવામાં તેનાથી મદદ મળી. અને આ કામ ઘણું ઉપયોગી થઈ પડ્યું. શેઠ વીરચંદભાઈ લગભગ પાંચ વરસ સોલાપુરમાં રહ્યા અને મીલને સારા પાયા ઉપર લાવી મુકી.
- ઈ. સ. ૧૮૭૮ માં શેઠ મોરારજી ગોકળદાસ, વિશ્રામ માવજી, શેઠ જેરામ નારણજી, રણછોડદાસ નત્તમદાસ અને શેઠ વીરચંદભાઈના ભાગમાં મળીને “મહાલક્ષ્મી નામની ત્રીજી મીલ લેવામાં આવી. અને આ પ્રમાણે મેરારજી મીલ, સોલાપુર મીલ અને મહાલક્ષ્મીને વહીવટ પંત્યાળામાં મૂકવામાં આવ્યો. આ પ્રમાણે ટૂંકા વખતમાં . શેઠ વીરચંદભાઈ ત્રણ મીલોમાં ભાગીદાર થયા હતા અને તેથી સારી આવક તેમને પ્રાપ્ત થવા માંડી હતી.
- ઈ. સ. ૧૮૭૫–૭૭ માં સોલાપુરમાં પડેલા દુકાળ વખતે શેઠ વીરચંદભાઈ સોલાપુરમાં હાજર હતા. તે વખતે ભાવનગર રાજ્યના એડમીનીટેટરના દાઉપરથી આવેલા મી. પરીવલ સાહેબ કલેકટર હતા. દુકાળની અસરથી રૂ. એકની સાત શેર પ્રમાણે જુવારનો ભાવ થઈ ગયો અને દીવસે દીવસે મેંઘવારી વધતી જતી હતી. આ પ્રમાણે થયું જોઈને મી. પરીવલ સાહેબે ડેપ્યુટી કલેકટર ખા. બ. દારાશા ડોસાભાઈ મારફત વેપારી લોકોને કહેવરાવ્યું કે જે તેઓ ભાવ વધારી આપશે, અને દુકાળીયા લોકો ભૂખે મરતાં તેમની દુકાનો લુટી જશે તો સરકાર તેનું રક્ષણ કરશે નહીં. આ પ્રમાણે વેપારી લોકોને * કલેકટર સાહેબને હુકમ સંભળાવ્યા પછી ડેપ્યુટી કલેકટરે મીલમાં જઈ શેઠ વીરચંદભાઈ
ને પણ તે ખબર આપ્યા. શેઠ વીરચંદભાઈને આ ખબર મળવાથી તેમાં રહેલું જોખમ જોઈ • શક્યા અને તેમણે તરતજ કલેકટર સાહેબ પાસે જઈને આ પ્રમાણે કરવાથી દુકાળીયાને લાભ થવાને બદલે ઊલટા ભુખે મરી જશે. માટે પોતે કરેલે હુકમ રદ કરી તેમનું રક્ષણ સરકાર કરશે. અને તેમની મરજી માફક ભાવથી વેચવા આપવાની છુટ આપવા દલીલ કરી તેમના મનમાં ઉતાર્યું. આ પ્રમાણે કલેકટર સાહેબે છુટ આપવાથી વેપારી લેકેએ તરતજ ભાવ ચડાવી દીધા અને સારી રીતે કમાવાની લાલચમાં પિતાના ગજા ઉપરાંત બહાર દેશાવરથી ખરીદ કરાવી અનાજ સેલાપુરમાં મંગાવ્યું.
બીજી તરફથી શેઠ મોરારજીએ સોલાપુરના દુકાળ માટે ધર્માદાફંડ ઊઘાડી તેમાં મુબઈમાંથી પૈસા ભરાવી ત્યાં મોકલવા શરૂ કર્યા અને ત્યાંની મીલમાં ધર્માદાફડના હિસાબે મીલમાં દુકાન ઊઘાડી બહાર દેશાવરથી અનાજની ખરીદ શરૂ કરી મંગાવવા માંડ્યું. અને પડેલા ભાવે અગર તેનાથી સસ્તા ભાવે વેચવાનો રીવાજ શરૂ કર્યો. જેથી ઘણા લેકે આ ધર્માદા દુકાનેથી અનાજ લેવા લાગ્યા. અને તેથી કરીને વેપારી લેકેનું