________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૮,
વર મુનિવર બને છે! મૌન પથરાયું. વાજબાહુ સિવાય સહુના મુખ પર ગાઢ નિરાશા અને ઉદ્દેશ ઊપસી આવ્યાં. લગ્ન મહોત્સવનો આનંદ લુપ્ત થઈ ગયો.
શું સંસારમાં રહીને આત્માનું કલ્યાણ નથી થઈ શકતું?' ઉદયસુંદરે પુનઃ પોતાની દલીલો શરૂ કરી.
“સંસારમાં રહીને ભરત મહારાજાએ કેવળજ્ઞાન મેળવ્યું નથી? શ્વેતકીર્તિએ ઉદયની વાતને દૃષ્ટાંતથી પુષ્ટ કરી.
‘તમે કેવળ મારા પ્રત્યેના રાગથી પ્રેરાઈને જ વાત કરી રહ્યા છે. તમે મને સંસારમાં રાખીને તમારા મનને રાજી રાખવા ચાહો છો. પરંતુ મારા હૃદયનો તમે હજુ વિચાર નથી કરતા. મારું હૃદય સંસારવાર પ્રત્યે રાગવિહીન બન્યું છે, ત્યારે મને સંસારમાં રાખીને શું મારા હૃદયને તમે પ્રસન્ન કરી શકશો? મારો આત્મા જે ઝંખે છે, તે મેળવવામાં તમે સહાય કરો, તે તમારા પ્રેમભાવનું શું કર્તવ્ય નથી?'
આ શું તમે તમારા જ આત્માનું કલ્યાણ કરવા, સહુને તરછોડી, દુઃખી કરી ચાલ્યા જાઓ, તે સ્વાર્થભાવના નથી?' ઉદયસુંદરે કહ્યું.'
હું તો ચાહું છું કે હું એકલો જ શા માટે ચારિત્ર લઉં? આપણે સહુ સાથે લઈએ અને આત્માનું કલ્યાણ કરીએ! કોઈનેય દુઃખી કરવાની મારી ભાવના નથી. સહુ પરમ સુખી બને અને આત્માનાં અનંત સુખો મેળવે એ હું ચાહું છું.”
“મને તો લાગે છે કે મારાં વિનોદનાં વચનોથી તમને ખોટું લાગ્યું છે અને તમે આ આગ્રહ કરી રહ્યા છો. તમારી આ વૈરાગ્ય ક્ષણિક છે'. ઉદયસુંદરે નારાજ હૈયે કહ્યું.
ઉદયસુંદર, તમારાં વચનોથી મને જરાય દુઃખ થયું નથી. તમને પહેલાં પણ કહ્યું કે તમારાં વચનો તો માત્ર નિમિત્ત બન્યાં છે. બાકી મારા હૈયામાં વૈરાગ્ય તો બાલ્યકાળથી જ રહેલો છે. આજે તે ઉત્કટ બન્યો છે અને ત્યાગનાં માર્ગે જવા માટે મને પ્રબળ વેગ આપી રહેલ છે.'
મનોરમા મૌનપણે પોતાના પતિના શબ્દો સાંભળી રહી હતી, વજબાહુના શબ્દોમાં તેણે ખરેખરો તીવ્ર વૈરાગ્ય સાંભળ્યો. તેના ચિત્તમાં રાગ અને ત્યાગનું બંદ્ધ જામ્યું.
એક બાજુ સંસારનાં વૈષયિક સુખો તરફ ખેંચાણ થવા માંડ્યું અને બીજી બાજુ પતિના ત્યાગમાર્ગે અનુસરવા માટે ખેંચાણ થવા માંડ્યું. આજ દિન સુધી રચેલો ભાવિ સુખભોગનો મહેલ ભાંગીને ચૂરા થઈ જતો લાગ્યો. તેને નવા જ
For Private And Personal Use Only