________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન રામાયણ
૨૭૭ ‘તમારી વાત સાચી હોવા છતાં, આ પ્રસંગે તે ઉચિત નથી. મારી તમને પ્રાર્થના છે કે હાલ આ વાત છોડી દો.'
ઉદયસુંદર, તમે તમારું વચન ભૂલી ગયા?”
વાર્તાવિનોદમાં વચનો પકડી ન રખાય, એનું ઉલ્લંઘન દોષરૂપ નથી ગણાતું. લગ્નમાં ગવાતાં ગીતોને સત્ય ન સમજી લેવાય.”
ઉદયસુંદર, તમે માત્ર વર્તમાનનો વિચાર ન કરો, પરલોકનો વિચાર કરો. તમારાં વચનો તો નિમિત્ત બની ગયાં છે. બાકી મારા હૃદયમાં વૈરાગ્યની ભાવના બાલ્યકાળથી રહેલી છે. મને સંસારના સુખોમાં રસ નથી.”
ઉદયસુંદર મૌન રહ્યો પરન્તુ ત્યાં ઇન્દ્રપ્રસ્થનો યુવરાજ શ્વેતકીર્તિ, કે જે વજબાહુનો ખાસ મિત્ર હતો, તે આગળ આવ્યો અને તેણે વજબાહુને દીક્ષા ન લેવા માટે સમજાવવા પ્રયત્ન કર્યો.
શ્વેતકીર્તિ, તું એ વિચાર કે, હું ક્યા માર્ગે જવા ચાહું છું, હું જે માર્ગે જવા ચાહું છું એ જ માર્ગ તમારા સહુ માટે શ્રેયસ્કર છે. આત્માનું અનંત સુખ એ જ માર્ગે મળી શકે એમ છે. બાકી રંગ-રાગ અને ભોગમાં કદીય જીવને તૃપ્તિ થવાની નથી, એના માટે તારા જેવાએ આગ્રહ કરવાનો ન હોય.'
‘વજબાહુ, પારમાર્થિક દૃષ્ટિએ તારી વાત હું સ્વીકારું છું. પરંતુ હાલના પ્રસંગે તારે તારા વિચારોને અમલમાં ન મૂકવા જોઈએ. અમારી ખાતર નહીં પણ, મનોરમાને ખાતર પણ તારે વિચારવું જોઈએ. તારી પાછળ એની શું સ્થિતિ? એના કલ્યાણનો વિચાર કરવાની પણ હવે તારી જવાબદારી છે.” શ્વેતકીર્તિએ મધુર શબ્દોમાં પોતાના વિચારો વ્યકત કર્યા.
અલબત્ત, મનોરમાનું હિત ન ઘવાય, એ મારે વિચારવું જ જોઈએ. પરંતુ હું માનું છું કે તે એવા ઉત્તમ કુળમાં સંસ્કારો પામેલી છે કે મારા માર્ગમાં તે મને સહાયક થશે.'
જ તેના હૈયામાં પણ વૈરાગ્ય જ હોત તો એ લગ્ન ન કરત. સંસારનાં સુખોના કોડ લઈને તે તને વરી છે, તું એનો આમ ત્યાગ કરીને એને દગો દઈ રહ્યો છે, એમ મને લાગે છે. શ્વેતકીર્તિએ ભારપૂર્વક રજૂઆત કરી.
‘મિત્ર, હું માનું છું કે, આ માર્ગે જવામાં હું કોઈને દગો નથી દઈ રહ્યો. હા, હું એનો ત્યાગ કરીને બીજી કોઈ રાજકુમારીને ગ્રહણ કરું તો હજુ દગો કહેવાય, પરંતુ વૈરાગ્યના માર્ગે જવામાં તો એને આ માનવજીવનના સર્વોત્તમ કર્તવ્યનું ભાન કરાવવામાં હું નિમિત બનું છું.”
For Private And Personal Use Only