________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭૬
વર મુનિવર બને છે! વજબાહુએ વસંતાદ્રિ તરફ પગલાં માંડ્યાં. એની મુખમુદ્રા પર વૈરાગ્યની રેખાઓ અંકિત થઈ. તેની ચાલમાં ત્યાગના ભણકારા સંભળાવા લાગ્યા. ઉદયસુંદરના હૈયામાં ચિંતા જાગવા માંડી “શું વજબાહુ સાચેસાચ તો સાધુ નહિ બની જાય?' તેણે મનોરમાની સામે જોયું. મનોરમાના મુખ પર ચિંતાની રેખાઓ ઊપસી આવી હતી. તેણે રોષભરી આંખે ઉદયસુંદરની સામે જોયું. તરત જ તે વજબાહુની આગળ જઈ ઊભો. “કેમ?' વજબાહુએ ઊભા રહી પૂછ્યું. મારા વિનોદને ગંભીર સ્વરૂપ ન આપવા વિનંતી છે.” “મેં તમારા શબ્દોને વિનોદ માન્યો જ નથી!'વજબાહુએ કંઈક હસીને કહ્યું. મેં જે કહ્યું છે તે કેવળ વાતવિનોદમાં જ કહ્યું છે.'
તમે ભલે વિનોદમાં કહ્યું, પરન્તુ તમારા શબ્દો મારા માટે પ્રેરણારૂપ બન્યા છે.”
ના, મેં તમને પ્રેરણા આપવા કહ્યું જ નથી. તમારે દીક્ષાનો વિચાર જ કરવાનો નથી.' ઉદયસુંદરના મુખ પર ગ્લાનિ છવાઈ ગઈ.
“કેમ નહિ? આ માનવજીવનમાં ત્યાગનો વિચાર ન કરાય, તો ક્યા જીવનમાં કરવાનો?”
મહારાજ કુમાર, શું આ વય ત્યાગની છે? ત્યાગની વયે ત્યાગનો વિચાર કરજો, હમણાં નહિ.' ઉદયસુંદરે વજબાહુનો હાથ પોતાના બે હાથમાં દબાવ્યો.
વજબાહુએ કહ્યું: ‘ઉદયસુંદર! ચારિત્ર માટે યૌવનનો કાળ જ સુયોગ્ય છે. આના જેવો બીજો કોઈ કાળ નથી. ઉદયસંદર, ત્યાગમાર્ગની ઉપાસના માટે મારા આત્મકલ્યાણમાં તમે સહાયક બનો.'
કૃપા કરોઆ પ્રસંગ ત્યાગનો નથી. અમને તો હજુ તમારી પાસે ઘણી આશાઓ છે, મનોરથો છે.”
કુમાર, સંસારની કઈ આશાઓ પૂર્ણ થઈ છે? ક્યા મનોરથો પૂર્ણ થયા છે? રણમાં દેખાતા મૃગજળની પાછળ હરણાં જેમ ભટકી ભટકીને પ્રાણ ગુમાવે છે તેમ સંસારનાં સુખો પાછળ દોડતો જીવાત્મા પોતાનું પુણ્યધન ગુમાવે છે અને અંતે મોતના શરણે થઈ જાય છે. વજબાહુના મુખમાંથી વૈરાગ્યનું ઝરણું વહી રહ્યું. પચ્ચીસે રાજકુમારો વજબાહુનાં વચનો સાંભળીને દિંગ થઈ ગયા. રાગના મહેલમાં ત્યાગનું સંગીત વાગી રહેલું જોઈ રાજકુમાર આશ્ચર્યમાં પડી ગયા.
For Private And Personal Use Only