________________
અને રાજ પુરૂષ પણ પાછા દરબારમાં ગયા. બીજ દિવસે પ્રભાતને વખતે રાજા કચેરીમાં આવ્યા ત્યાં છત્રીસ રાજકુળ મળ્યાં છે તે જોઈને રાજાએ સીપાઈને મેકલીને દેવદત્તને તેડાવ્યું. તેવારે દેવદત્ત સ્નાન કરી ભોજન આરોગી સ્ત્રીની રજા લઈને રાજ કચેરીમાં પ્રવેશ કરતાં નીચે પ્રમાણે છે .
जाता तणा जुहार, वळता तणा वधामणां ॥ देवतणा वहेवार, विणस्यु के मळशुं नहीं ।
એટલું બોલતા બોલતા રાજા કને આ રાજાએ તેને ઘણે આદર દી તથા મીઠા વચનથી બેલાજે. હવે રાજાએ કહ્યું કે ચાર પેટીઓ તમે લીધી છે તે લાવે. ત્યારે દેવદત્ત કહો, તમારે માણસ મેં કે પિટીઓ લઈ આવે. તેથી રાજાએ માણસ મોકલે અને ચારે પેટીઓ સર્વના દેખતાં રાજાના મુખ આગળ લાવીને મુકી. હવે રાજાએ પ્રધાન તથા ભાંડારીને કહ્યું કે બીજી આઠ પેટીઓ લો. ત્યારે પ્રધાન અને ભંડારીનું મુખ કાળું ધબ જેવું થઈ ગયું અને કહેવા લાગ્યા કે મહારાજ અને ક્યાંથી લાવીએ. આ સાંભબી રાજા બહુ જ કોપાયમાન થઈ ગયા અને બે યાકે જાઓ. સીપાઇ પ્રધાન અને ભંડારીના ઘર ખેલીને પેટીઓ લઈ આવો.સીપાઈઓએ પ્રધાન અને ભંડારીનાં ઘેર જઈને પેટીઓ લાવી મુકી તેથી રાજાએ હુકમ