________________
જણ વિચાર કરીને ભંડારે આવ્યા. ભંડાર માંહેથી ચાર પેટી પ્રધાન લઈ ગયે અને ચાર પેટી ભંડારી લેઇ ગયે અને ભંડારીએ આવીને ફરીઆદ કીધી. તેવારે રાજા બેલ્યાકે શું છે રે ભંડારી! તેવારે ભંડારીએ કહયું કે મહારાજ ભંડાર ફાડયો દીસે છે તેથી રાજાએ કહયું કે ભંડાર તપાસે તે વખતે ભંડાર તપા અને કહયું કે જીરાજ! ૧૨ પેટીઓ ગએલી હોય તેમ સાબીત થાય છે. રાજાએ તે સાંભળીને કહયું કે ફરી તપાસે તે પણ ભંડારીએ તેમજ કહયું, આથી રાજા પોતે ભંડારે આવ્યા અને જાય છે તે ૧૨ પેટી
એ જાણાતી નથી. રાજાના મનમાં વિચાર આવ્યું કે ચારે તો ચાર પેટીઓ લીધી છે. અને ચેર તે ફરીને એકને એક ઠેકાણે આવે પણ નહીં. શાબાશ છે તે ચોરને રાજાએ કહયું અહો! ભંડારી, અહે! પ્રધાન સાંભળો. ચાર પેટીઓ ગઈ તે મારા જાણવામાં છે પણ આઠ પેટીઓ બીજી ક્યાં ગઈ! તેના પ્રધાન અને ભંડારીએ અંદર અંદર મસલહત કરીને બોલ્યા કે મહારાજ ચાર ચાર તમે પકડી આપશે તે આઠ પેટીઓને માટે અમે પણ તજવીજ કરીને પેદા કરી આપશું. આટલી વાતચીત થયા પછી રાજા તથા પ્રધાન અને ભંડારી જુદા પડયા. રાજા એક મોટા વિમાસણમાં બેઠા બેઠા એમ વિચાર કરે છે કે કોઈ