Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
સુવિહાણવું જઈ આજમઈ, દિઠઉ રિસહ જિગ્નેસ. નયણકમલ જિમ ડલ્હસઈ, ઉગિ ભલઉ દિસેસ.
(૧, ૧). કવિએ નેમિનાથ ભગવાનના સ્તવનમાં ગિરનારતીર્થનો મહિમા વર્ણવ્યો છે, તો મહાવીરસ્વામી સ્તવનમાં ભવોભવ પરમાત્મચરણોની સેવા કરવાની ઝંખના અભિવ્યક્ત થઈ છે,
કરિ પસાઉ મુઝ તિમ કિમઈ મહાવીર જિણરાય. ઈશિ ભવિ અહવા અનભવિજિમસેવઉ તુ પાય.
(૨૪, ૩) કવિ પરમાત્માને પ્રાર્થના કરતા કહે છે કે, હે પ્રભુ! એવી કૃપા કરી , જેથી આ ભવે અથવા આવતા ભવે પણ તારા ચરણોની સેવા કરી શકું.
આમ, આ ચોવીશી સ્વરૂપની પ્રારંભિક રચનામાં હૃદયના ભક્તિભાવની અભિવ્યક્તિ અને શરણાગતિનું સુંદર આલેખન જોવા મળે છે. આ શતકના અન્ય કવિ પાર્જચંદ્રસૂરિની રચના પ્રકાશિત સ્વરૂપે ઉપલબ્ધ છે. આ રચના ઐતિહાસિક કાળક્રમની દૃષ્ટિએ પણ એક મહત્ત્વની ચોવીશી છે. આ ચોવીશી મુખ્યત્વે ભક્તિપ્રધાન છે, પરંતુ કેટલાંક સ્તવનોમાં તત્ત્વવિચાર અને કેટલાંક સ્તવનોમાં જીવનચરિત્રના આલેખનને લીધે ભક્તિપ્રધાન, જ્ઞાનપ્રધાન અને ચરિત્રપ્રધાન એવાં આ સ્વરૂપનાં ત્રણે ઉપપ્રકારોની એક સંકુલ ભાત, જોવા મળે છે. વિશેષ પરિચય માટે પ્રકરણ-૩)
વિક્રમનું સત્તરમું શતક આ શતકમાં કુલ સાત ચોવીશી ઉપલબ્ધ છે, તેમાંની ચાર પ્રકાશિત અને ત્રણ અપ્રકાશિત છે. આ વિગતો જૈન ગૂર્જર કવિઓ ભાગ-૨ સં. મોહનલાલ દલીચંદ દેસાઈ પુનઃ સંપા. જયંત કોઠારી અને પ્રકાશિત રચનાઓને આધારે છે. (૧) સમયસુંદરજી ગણિ પ્રકાશિત ૧૭મું શતક પૂર્વાર્ધ ૧૧૫૧ સ્તવનમંજૂષા સંપ્ર. સારાભાઈ નવાબ,
પ્રથમવૃત્તિ, ૧૯૩૯ (૨) જસસોમ સાત બોલયુક્ત ચોવીશી – અપ્રકાશિત સમય ૧૭મું શતક પૂર્વાર્ધ. (૩) ભાવવિજયજી ગણિ બાર બોલયુક્ત ચોવીશી પ્રકાશિત રચનાસમય વિ.સં. ૧૬ ૭૬ ભક્તિરસઝરણાં
ભાગ-૧ સંપા. અભયસાગરજી પૃ. ૨૫૧થી ૨૬૭. (૪) ભાવવિજયજી ગણિ (અપૂર્ણ) – અપ્રકાશિત ૧૭મું શતક ઉત્તરાર્ધ. (૫) નયસાગર ઉપાધ્યાય – અપ્રકાશિત ૧૭મું શતક ઉત્તરાર્ધ (૬) હીરસાગરજી પ્રકાશિત – ૧૭મું શતક ઉત્તરાર્ધ (સંભવિત) અનુસંધાન અંક ૧૯ (અનિયતકાલિક, સંપા.
શીલચંદ્રસૂરિ. (૭) જિનરાજસૂરિ પ્રકાશિત – સં. ૧૬૪૭થી ૧૬૯૯ – ૧૧૫૧ સ્તવનમંજૂષા સં. સારાભાઈ નવાબ. ૨૮ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org