Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
હે સ્વામી! તમે મને ચરણોની સેવા આપીને મારી કીર્તિમાં વૃદ્ધિ કરો અને મારા મનવાંછિતની સિદ્ધિ
કરો.
પરમાત્માના પ્રત્યક્ષ-દર્શન-મિલનના ઉલ્લાસને વર્ણવતું ૨૦મું સ્તવન યશોવિજયજીના આવા જ ઉલ્લાસસભર સ્તવનની યાદ અપાવે એવું મનોહર બન્યું છે. પરમાત્મદર્શન બાદ હૃદયનો સંકલ્પ છે. એ સાહિબની સેવના, નવિ મૂકું નિરધાર.'
(૨૦, ૫) હૃદય પરમાત્મસેવા માટે તીવ્ર આકર્ષણ અનુભવે છે;
ખિણ પણિ રાખ્યું નહિ રહઈ, ખેંચ્યું નવિ ખેંચાય રિખભજી કમલઈ મધુકરની પરઈ, અધિક રહ્યું લલચાય રિખભજી
(૧, ૨) ભક્તનું મન ક્ષણ પણ દર્શન વિના રહી શકતું નથી, પાછું ખેંચવા ઈચ્છે તો ખેંચાતું નથી. મન કમળ પર મોહેલા ભમરાની જેમ વધુ અને વધુ લલચાઈ રહ્યું છે. પરમાત્મા માટે મનમાં એવો તે પ્રબળ પ્રીતિનો રંગ અનુભવાયો છે કે, કોઈ રીતે મટે એમ જ નથી.
જુગ જો જાઈ કે ઈ વહી, તોહઈ ન મિટઈ જે લાગો રંગ રે. વેધક વિણ જાણઈ નહીં, પ્રીતિ તણો પરસંગ રે.
(૧૮, ૨) કેટલાય યુગો વીતી જાય છતાં આ પ્રીતિનો રંગ મટે નહિ. આ પ્રીતિનો પ્રસંગ તો અનુભવનાર વિના કોઈ જાણે નહિ. “ઘાયલ કી ગત ઘાયલ જાને ઓર ન કોઈ મીરાંબાઈએ એના જેવું જ.
આ પ્રીતિનો પ્રસંગ ભક્ત કોઈ હિસાબે મૂકવા ઇચ્છતો નથી. આવો લાખેણો સાથી વારે વારે મળતો
નથી.
પામી સુગુણની ગોઠડી, કહો કિમ કરી મૂકી જાય રે. સુગુણ સાથઈ અણમિલ્યાં, ખિણ ઈક વરસાં સો થાય રે.
(૧૮, ૩) પરમાત્મા જેવા સુગુણ સાથી જોડેની ગોઠડીમાં હવે ભક્ત એક પળ-માત્રનો વિલંબ ઇચ્છતો નથી. પરમાત્મા વિનાની એક ક્ષણ પણ ભક્તને સો વર્ષ જેવી આકરી લાગે છે. પરંતુ સેવકના હૃદયમાં શંકા છે કે, પરમાત્મા ગુણવંત હોવા છતાં વીતરાગ છે. તો આ વીતરાગીપણાને લીધે તેમની સેવા નિષ્ફળ તો નહિ જાય ?
ઘોડો દોડી દોડી મરઈ, નવિ આઈ હો ! મનમાં અસવાર કઈ ! પ્રેમઈ પતંગ પડઈ સહી, નવિ જાણઈ હો! દીવો નિરધાર કઈ
(૯, ૨) ઘોડો દોડી દોડીને મરે પણ સવાર જો મનમાં કાંઈ આણે નહિ તો એવી ઘોડાની દોડ અર્થ વિનાની બની રહે છે. બીજું, પ્રેમના વિશ્વમાં ખાસ કરીને ગઝલમાં) બહુપ્રસિદ્ધ દીવો અને પતંગિયાના રૂપકને લઈ કવિ પૂછે છે કે, પ્રેમમાં પતંગિયું દીવામાં કૂદકો મારે છે, પરંતુ દીવાના હૃદયમાં પતંગિયા માટે કાંઈ પ્રેમ નથી. ૧૭૨ - ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org