Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
‘નિવૃત્તિનગરીયે છાજતા, રાજતા અક્ષયરાજે રે.
અતિશય નિરમળ વર રુચિ, મ્હારા પરમેશ્વરનેં દિવાજે રે નિવૃત્તિનગરીમાં વસતા, અક્ષય સુખના ભોક્તા પરમ શુદ્ધ એવા પરમાત્માની પ્રભુતાનું જે ભક્ત આલંબન સ્વીકારે છે, તે કર્મોને ભેદી જિનસ્વરૂપ પ્રાપ્ત કરનાર થાય છે.
પાંચમા સુમતિનાથ સ્તવનમાં કવિ પોતાના જીવ અને પરમાત્માની તુલના કરતાં કહે છે કે, હે પરમાત્મા ! આપ જ્ઞાનાદિક ગુણના સમુદ્ર સમાન છો અને શબ્દ આદિ ઇંદ્રિયોના વિષયથી દૂર છો, જ્યારે હું સ્વપ્નમાં પણ આ વિષયોના સંગને શોધું છું. તમે તેરમા-ચૌદમા એવા ઉત્તમ ગુણસ્થાનકો પર બિરાજમાન થયા છો, ત્યારે હું ક્રોધાદિ કષાયોને કારણે સંસારમાં રખડી રહ્યો છું. પોતાના તુચ્છસ્વરૂપની સરખામણીમાં પરમાત્માના તેજસ્વી સ્વરૂપને વર્ણવતાં કહે છે,
તુમે જગશરણ વિનીત સુજાણ,
તમે ગગન વિકાસના ભાણ. અલખ અગોચર જિન જગદીશ. - અશરણ નાથ નાયક અનીશ.
(૫, ૭-૧૦) પરમાત્મા દેદીપ્યમાન સૂર્ય સમાન અને અશરણના શરણ તેમજ તેમની પર કોઈ સ્વામી નથી (અનીશ છે) સેવકે સદાય પરમાત્માની સેવા સ્વીકારી છે.
છઠ્ઠા પપ્રભસ્વામી સ્તવનમાં કવિ આનંદઘનજીના નમિનાથ સ્તવનની જેમ આત્મા સંબંધી વિવિધ છ દર્શનોના મત જણાવે છે. અંતે જગતગુરુ એવા પરમાત્માએ અનેકાંત દષ્ટિએ સર્વ મતોનો સમન્વય દર્શાવી સમભાવપૂર્વક એ માર્ગ પર ચાલવાનું કહેલ છે.
સાતમાં સ્તવનમાં કવિ સાત નયોના મત દર્શાવી આ સર્વ મતો આંધળા દ્વારા હાથીના વિવિધ અવયવોને જ હાથી માનવાની પ્રવૃત્તિ સમાન દર્શાવી સ્યાદ્વાદરૂપી દિવ્ય નેત્રો વડે આ જગતને સમજવાનું કહે છે.
આઠમા ચંદ્રપ્રભસ્વામી સ્તવનમાં પરમાત્માએ આઠ કર્મોને દૂર કરી સિદ્ધસ્વરૂપ પ્રાપ્ત કર્યું છે. તેમની અનંતજ્ઞાન, દર્શન, અવ્યાબાધ આદિ ગુણમય સ્થિતિનું વર્ણન કર્યું છે. - નવમા સુવિધિનાથ સ્તવનમાં જીવ કઈ રીતે કર્મક્ષય કરતો કરતો પરમાત્માના સમ્યગુદર્શન પામી પરમાત્માની સ્તવનાની યોગ્યતાને પામે છે તે દર્શાવ્યું છે.
દસમા શીતલનાથ સ્તવનમાં કવિ છ દ્રવ્યોમાં જીવ એક જ ચેતનવંત દ્રવ્ય છે, તેમ દર્શાવી અન્ય પાંચેનાં લક્ષણો વર્ણવ્યાં છે. શ્રી શ્રેયાંસનાથ સ્તવનમાં કવિ પરમાત્માના કેવળજ્ઞાન ગુણની સર્વ વ્યાપકતા વર્ણવે છે. બારમા વાસુપૂજ્ય સ્વામી સ્તવનમાં કવિ પરમાત્મરૂપની અપૂર્ણતાને વર્ણવતાં કહે છે;
સહુથી લક્ષણ લક્ષિત, જીત્યા સવિ ઉપમાન હો. રૂપ અનંત ગુણ દેહમાં, શાંતરૂપી અસમાન હો.
(૧૨, ૫) ચક્રવર્તી, વાસુદેવ, ઇદ્રો કે અનુત્તર દેવતા કરતાં પણ વિશેષ સુંદર રૂપને ધારણ કરનારા, સર્વ ઉપમાનોને જીતનારા અને અનંત ગુણોવાળા પરમાત્મા શાંતરસના ભંડાર છે. આ રૂપનું આલંબન લઈ સાધક પોતાના
-- જ્ઞાનપ્રધાન ચોવીશી ૨૩૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org