Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
તપ રૂપ અગ્નિ અને શુક્લ ધ્યાન રૂપી પવનના બળે પ્રભુએ ચારે કર્મો ખપાવી નિર્મળ જ્ઞાનનો પ્રકાશ ફેલાવ્યો છે.
કવિએ શાંતિનાથ સ્તવનમાં સમવસરણનું સુંદર વર્ણન કર્યું છે. આ સમવસરણમાં સાપ અને મોર વાઘ અને હરણ સહુ આવે છે, પરંતુ તેમનાં વૈર-વિરોધ રહેતાં નથી, આ સમવસરણનો જ પ્રભાવ છે. વાસુપૂજ્ય સ્વામી-સ્તવનમાં કવિએ ઓછા શબ્દોમાં પણ મનોહારી રીતે અષ્ટમહાપ્રતિહાર્યોનું વર્ણન કર્યું છે. મુનિસુવ્રતસ્વામી સ્તવનમાં પ્રભુ શ્યામવર્ણના હોવાથી સમવસરણ વચ્ચે વરસતા મેઘની ઉપમા આપીને પરમાત્માના શાતાદાયક અને વૃદ્ધિદાયક પ્રભાવનું મનોહર વર્ણન કર્યું છે.
કવિએ મલ્લિનાથ ભગવાનના જીવનમાં તેમના ચરિત્રને વર્ણવ્યું છે. સ્ત્રી રૂપે જન્મેલા તીર્થકર મલ્લિકુમારીના અપૂર્વ રૂપની વાત સાંભળી આકર્ષણ પામી આવેલા છ રાજાઓને મલ્લિકુમારી કઈ રીતે સમજાવે છે તેનું વર્ણન કર્યું છે. મલ્લિકુમારીએ પોતાના જેવા જ રૂપવાળી સુવર્ણની મૂર્તિ બનાવી, અને તે અંદરથી પોલી બનાવી. મૂર્તિની અંદર સાત દિવસ સુધી ભોજન નાખ્યું. છ રાજાઓ જ્યારે મળવા આવ્યા, ત્યારે મૂર્તિનું સુંદર રૂપ જોઈ આનંદિત થયા, પણ જ્યારે ઢાંકણ ખોલ્યું, ત્યારે ભયાનક દુર્ગધ ફેલાઈ ગઈ. આમ, મલ્લિકુમારીએ મૂર્તિના દગંત વડે દેહની અશુચિયતા અને અનિત્યતા સમજાવ્યાં. ત્યાર બાદ અન્ન, સુવર્ણ આદિનું વાર્ષિક દાન દઈ પરણવા આવેલા છ રાજાઓ પૂર્વભવના છ મિત્રો) સાથે દીક્ષા ધારણ કરી. મલ્લિનાથ ભગવાને દીક્ષાના દિવસે જ કેવળજ્ઞાનને પ્રાપ્ત કર્યું. આવા આશ્ચર્યકારી ચરિત્રને કવિએ સુંદર રીતે વર્ણવ્યું છે.
શ્રી કુંથુનાથ સ્તવનમાં કુંથુનાથ ભગવાનની રાણી પોતાની સખીને પોતાનો પ્રિયતમ દીક્ષા લેવા તૈયાર થયો છે, એ અંગે ફરિયાદના સૂરમાં વાત કરે છે. પોતે શણગાર કરી શ્રી કુંથુનાથને સંસારમાં રોકવા ઇચ્છતી હતી, પરંતુ કુંથુનાથ તો વૈરાગ્યભાવ ધારણ કરી ચોસઠ હજાર સુંદરીઓ અને ચક્રવર્તી પદના સર્વ વૈભવને છોડી ચાલ્યા. પરમાત્માના આ વૈરાગ્યને વર્ણવતા કવિ કહે છે :
ચોસઠ સહસ રમણિ રાજ છાંડી, સંયમ સું લય લાગી પ્રેમ મુનિ કહઈ કુંથ જિણેસર, સુરત મહાભોગ ત્યાગી.
(૧૭, ૪). કવિએ મહાવીરસ્વામી સ્તવનમાં એક અનોખા માતા-પુત્રના મિલનને વર્ણવ્યું છે. મહાવીરસ્વામી પોતાના શિષ્ય ગૌતમસ્વામી સાથે નગરબહાર પધાર્યા હતા ત્યારે પ્રભુ જેને ત્યાં ૮૨ દિવસ ગર્ભાવસ્થામાં પૂર્વકર્મ વૈચિત્રને કારણે રહ્યા હતા તે ઋષભદત્ત બ્રાહ્મણ અને દેવાનંદા બ્રાહ્મણી આનંદપૂર્વક પરમાત્માનાં દર્શન કરવા માટે આવ્યાં. દેવાનંદા બ્રાહ્મણી ભગવાનને જોઈ અત્યંત આનંદિત થઈ અને તેનો વિશિષ્ટ સ્નેહ પ્રગટ થયો. ગૌતમસ્વામીએ આ અપૂર્વ સ્નેહનું કારણ પૂછ્યું, ત્યારે ભગવાને દેવાનંદાને પોતાની માતા તરીકે ઓળખાવી. માતા-પુત્રના આ અનોખા મિલને આખી સભાને આશ્ચર્યચકિત કરી દીધી. પરમાત્માએ પોતાના પૂર્વભવની કથા વર્ણવી અને ૮૨ દિવસના ગર્ભવાસની પણ વાત કહી. તરત જ માતા-પિતા બંનેએ
૩૫૪ : ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય અકાસા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org