Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
તીર્થકર ભગવંતોના વર્ણનમાં સાતત્યપૂર્વક
પ્રયોજાતા કેટલાક શબ્દો
(૧) આઠ મહાપ્રાતિહાર્ય –
પ્રાતિહાર્ય શબ્દની વ્યાખ્યા આપતાં કહેવાયું છે કે, ઈન્દ્રો દ્વારા નિયુક્ત કરેલાં દેવતાઓ પ્રતિહારસેવકનું કાર્ય કરે છે. તે સેવક દેવતાઓ દ્વારા ભગવાનની ભક્તિ માટે કરાયેલી વિશેષ આઠ પ્રકારની શોભા. તે આઠનાં નામ આ પ્રમાણે છે; (૧) અશોકવૃક્ષ (૨) સુરપુષ્પવૃષ્ટિ (૩) દિવ્યધ્વનિ (૪) ચામર યુગલ (૫) સિંહાસન (૬) ભામંડલ
(૭) દેવદુંદુભિ (૮) ત્રણ છત્રો. (૨) અતિશયો –
અતિશય એટલે જે સંપૂર્ણ જગત કરતાં ચઢિયાતાપણું હોય તેને અતિશય કહેવાય છે. આ અતિશયના ત્રણ મુખ્ય વિભાગ છે. (ક) જન્મથી પ્રાપ્ત થતા ચાર અતિશયો (ખ) કર્મક્ષયથી પ્રાપ્ત થતા અગિયાર અતિશયો (ગ) દેવતાકૃત ઓગણીસ અતિશયો (ક) જન્મથી પ્રાપ્ત થતા ચાર અતિશય (સહજાતિશય)
(૧) અદ્ભુત રૂપ, સુગંધવાળું તથા રોગ, પરસેવાથી રહિત શરીર (૨) કમળસમાન સુગંધી શ્વાસોચ્છવાસ (૩) ગાયના દૂધની ધારા જેવા ધવલ અને દુર્ગધ વિનાનાં માંસ અને રક્ત.
(૪) આહાર અને નિહાર (શૌચ)ની ક્રિયા અદશ્ય. (ખ) કર્મક્ષયથી પ્રાપ્ત થતા અગિયાર અતિશયો
(૧) પરમાત્માની સર્વને સમજાતી અને યોજન સુધી ફેલાતી વાણી (૨) આસપાસના વિસ્તારમાંથી વર આદિ રોગોનો નાશ.
(૩) પરસ્પર વૈરની શાંતિ ૪૦૬ ૪ ચોવીશી સ્વરૂપ અને સાહિત્ય -
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org