Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre

View full book text
Previous | Next

Page 425
________________ આઠ કર્મો જૈન પરિભાષા અનુસાર જીવ રાગદ્વેષ અને પોતાની પ્રવૃત્તિઓ અનુસાર કાર્મણ વર્ગણાના પુદ્ગલો ગ્રહણ કરે છે અને તેનો બંધ કરે છે તેને કર્મ કહેવાય છે. આ કર્મ મુખ્યરૂપે આઠ પ્રકારનાં છે. જ્ઞાનાવરણિય, દર્શનાવરણિય, મોહનીય અને અંતરાય આ ચાર ઘાતી કર્મો તરીકે ઓળખાય છે. આ ચાર કર્મોનો જીવ કેવળજ્ઞાન પ્રાપ્તિ સમયે ક્ષય કરે છે અને શેષ ચાર નામ, ગોત્ર, આયુષ્ય, વેદનીય એ ચાર અઘાતી કર્મોનો મોક્ષગમન સમયે ક્ષય કરે છે. કલ્યાણક – તીર્થકરોના જીવનની મહત્ત્વની પાંચ ઘટનાઓ ત્રિભુવનના સર્વ જીવ માટે આનંદ દેનારી હોવાથી “કલ્યાણક' તરીકે ઓળખાય છે. તીર્થકરોના અવન (ગર્ભમાં અવતાર), જન્મ, દીક્ષા અને નિર્વાણ (મોક્ષ) આ પાંચ ઘટનાઓને કલ્યાણક કહેવાય છે. દેવતાઓ આ પાંચે પ્રસંગે ભવ્ય મહોત્સવ કરે છે. ગણધર – તીર્થકરોના મુખ્ય શિષ્યો. જેઓ જૈનધર્મના સિદ્ધાંત ગ્રંથો (દ્વાદશાંગી)ની રચના કરે છે. કેવળજ્ઞાન – જ્ઞાનની એવી ઉત્કૃષ્ટ સ્થિતિ કે જ્યારે ત્રણે ભુવનના સર્વ પદાર્થો અને ત્રણ કાળપ્રત્યક્ષ દેખાય. અવધિજ્ઞાન – અમુક ચોક્કસ મર્યાદાના પદાર્થોનું જ્ઞાન. મનઃ પર્યવજ્ઞાન – અઢીદ્વિીપ (મનુષ્યલોક)માં વસતા મનુષ્યો અને પ્રાણીના મનના વિચારોનું જ્ઞાન. ૪૦૮ ૪ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય માનવામાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 423 424 425 426 427 428 429 430