Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
પ્રેમમુનિ કૃત સ્તવનચોવીશી
પ્રતિપરિચય
લાલભાઈ દલપતભાઈ પ્રાચ્યવિદ્યામંદિર અમદાવાદની ખેડા ભંડાર – અંતર્ગત ભેટ સૂ. ૨૧૫૨૦ ક્રમાંકની હસ્તપ્રતમાં પ્રેમમુનિ કૃત સ્તવનચોવીશી ઉપલબ્ધ થાય છે. આ પ્રત કુલ ૮ પત્ર ધરાવે છે અને ૨૪૪૧૧ સે.મી. સાઈઝ ધરાવે છે. અક્ષરો સુવાચ્ય અને એકસરખા છે. પ્રતમાં વચ્ચે નાનાં ચોરસ ખાનાઓમાં સુશોભન કરાયું છે. આ પ્રત કવિના સ્વહસ્તે લખાઈ છે એવું પુષ્પિકા પરથી નિશ્ચિત થાય છે. આ પ્રત કવિએ વટપદ્ર નગર (વડોદરા)ના આલમપુર નામના વિસ્તારમાં સં. ૧૭૧૧માં ગમનાદે નામની શ્રાવિકાના પઠનાર્થે લખી છે, એટલે કર્તાના સ્વ. હસ્તાક્ષરની પ્રત હોવાથી આ વાચનાની વિશ્વસનીયતા વધે છે. કવિએ આ કૃતિ ક્યારે રચી, તેનો નિર્દેશ પ્રાપ્ત થતો નથી. પરંતુ સંભવ છે કે, આ રચનાનું કવિના હાથે જ સં. ૧૭૧૧માં લેખન થયું હોવાથી તેની પૂર્વેના પાંચ-સાત વર્ષમાં જ આ કૃતિ રચાઈ હોય અથવા આ પ્રતિ આદર્શ પ્રતિ પણ હોઈ શકે. એટલે કે સં. ૧૭૧૧માં જ આ રચના રચાઈ હોય અને તેની પ્રથમ પ્રત આ જ હોય. કળશમાં ઉલ્લેખાયેલ રચનાસ્થળ અને લેખન-સ્થળની એકતા આ સંભાવનાને પુષ્ટ કરે છે. આ પ્રતમાં પ્રથમ છ પત્રોમાં ચોવીશી લખાઈ છે, અને ત્યાં પ્રશસ્તિ લખવામાં આવી છે. તે પછીના બે પત્રોમાં ૧૧ કડીની દેવકી ષટનંદન સઝાય ૫ કડીનું વિહરમાન નમિપ્રભજિન ગીત, અને ૫ શ્લોકનું ચંદ્રપ્રભસ્વામી સ્તોત્ર, ૪ શ્લોકનું ઘંટાકર્ણ-સ્તોત્ર તેમ જ ચાર કડીનું સુરદાસનું પદ લખવામાં આવ્યા છે. અંતે કવિ પાઠક-વાચકનું કલ્યાણ વાંછે છે. કવિ પરિચય
પ્રેમમુનિ નામના લોંકાગચ્છના જૈન સાધુનો ગુજરાતી સાહિત્ય કોશ ખંડ-૧માં પરિચય અપાયો છે. અને તેમની કૃતિઓ તરીકે ૬૫ કડીનો દ્રૌપદીરાસ (રચના સં. ૧૬૯૧/ઈ.સ. ૧૬ ૩૫) અને મંગળકળશ રાસ (ઈ. ૧૬૩૬) નોંધાઈ છે. તેનો રચનાસમય અને ચોવીસીરચનાનો સમય નજીક જ વીસ વર્ષના ગાળા. જેટલો હોઈ એ પ્રેમમુનિની જ આ ચોવીશી-રચના હોય તે સંભવિત છે. કારણ, આ ચોવીશીનો લેખનકાળ સં. ૧૭૧૧ છે.
૩૫ર કે ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય નામ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org