Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
કૃતિપરિચય
કવિની આ ચોવીશીરચનામાં મોટા ભાગનાં સ્તવનો ચાર-પાંચ કડી ધરાવે છે. કવિની ભાષા સરળ છે અને કવિએ અનેક સ્તવનોમાં પરમાત્માના બાળસ્વરૂપનું મોહક વર્ણન કર્યું છે.
પ્રથમ ઋષભદેવ સ્તવનમાં બાલસ્વરૂપની ક્રીડાઓ વર્ણવતાં કવિ કહે છે કે, તેઓ રંગે રમતાં સૌ પરિવારજનોના મનનું રંજન કરે છે. શ્રી અજિતનાથ સ્તવનમાં પ્રથમ જન્મકલ્યાણકનું વર્ણન કરી ત્યાર બાદ દીક્ષા કેવળજ્ઞાન આદિનાં વર્ણન કર્યા છે. શ્રી સંભવનાથ સ્તવનમાં પરમાત્માના જન્મ પૂર્વે નગરમાં થતો આનંદ અને તેમના સંભવ નામ રાખવા પાછળના હેતુને આલેખ્યો છે. શ્રી અભિનંદન સ્વામી સ્તવનમાં બાળક એવા પ્રભુના વિવિધ અલંકારોનું સુંદર વર્ણન કર્યું છે.
રંગિ રમાવઈ ગોદિમઈ રે લાડ કઠિ એકાવલી હાર. સુ સુસિર ટોપી સુહામણી રે લાસોભત કરઈ શણગાર. સુ
(૪, ૩) પાંચમાં શ્રી સુમતિનાથ સ્તવનમાં પરમાત્મા જ્યારે ગર્ભાવસ્થામાં હતા, ત્યારે માતાએ બે માતાઓ વચ્ચેના કલહનું બુદ્ધિપૂર્વક નિવારણ કર્યું હતું તેનું વર્ણન કર્યું છે. માતાને જન્મેલી સુબુદ્ધિ પુત્રના પ્રભાવે જ હોવાથી પુત્રનું નામ “સુમતિ' રખાયું. એ જ રીતે છઠ્ઠા પદ્મપ્રભુસ્વામીનું પડાપ્રભ' એવું નામ માતાને થયેલ કમળની વૃષ્ટિના દોહલાને લીધે રખાયું. એ જ રીતે દસમા શીતલનાથ ભગવાનના પિતાનો દાહરોગ ગર્ભવતી માતાના સ્પર્શના પ્રભાવની દૂર થયો, માટે તેમનું “શીતલનાથ” એવું નામ રખાયું. તેરમા વિમલનાથ સ્વામીએ પણ માતાને નિર્મળ મતિ આપી માટે “વિમલનાથ' નામ રખાયું. તો વળી પંદરમા ધર્મનાથ સ્વામીના જન્મ પૂર્વે દાન-શીલ-તપ-ભાવ આદિ ચાર પ્રકારના ધર્મોની ઉલ્લાસપૂર્વક આરાધના માતાએ કરી, માટે ધર્મનાથ' એવું નામ રખાયું. આમ કવિએ નવ સ્તવનોમાં પરમાત્માના બાલરૂપોનો મહિમા કર્યો છે અને પરમાત્માના નામનું કારણ પણ દર્શાવ્યું છે.
કવિએ કેટલાંક સ્તવનોમાં પરમાત્માનું જીવનચરિત્ર ટૂંકાણમાં વર્ણવ્યું છે. કવિ પ્રભુના નિર્લેપતા ગુણને આલેખતાં કહે છે : ' રાજ લીલા સુખ ભોગવઈ, કમલ રહઈ જિમ વારી રે.
(૫, ૪). પરમાત્માના શ્વેત રંગને ઉપમાની શ્રેણી દ્વારા વર્ણવતાં કહે છે;
ગિરિ વઈતાઢ ખિરોદધિ રે લા. જિજ્યો મુગતાફ્લ હાર જિ. રજત કુંભ હંસ સારીખો રે લા. ધવલ વધુ ગુણધાર જિ.
(૯, ૩) વૈતાઢ્ય પર્વત, ક્ષીરસમુદ્ર, મોતીનો હાર, ચાંદીના કુંભ અને હંસ આ સૌ જેવા ધવલવર્ણવાળા ગુણધારા સમા સુવિધિનાથ ભગવાન શોભી રહ્યા છે. પ્રભુએ કર્મોને કેવી રીતે નષ્ટ કર્યા તેનું વર્ણન કરતાં કહે છે :
તપ અગનિ પવન મુક્લ ધ્યાન કરમ ખપાવી આરો. આનંદલીલ અનંત સુખદાયક, ઉપજ્યો જ્ઞાન ઉજારો.
(૬, ૪) આ પાના અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન ૩૫૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org