Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
સુમતિપ્રભસૂરિ સુંદરકત સ્તવનચોવીશી
કવિ પરિચય - વડગચ્છના જિનપ્રભસૂરિના શિષ્ય સુખપ્રભસૂરિના શિષ્ય સુમતિપ્રભસૂરિ (સુંદર) એ આ સ્તવનચોવીશીની રચના સં. ૧૮૨૧ના કાર્તક સુદ પના દિવસે અમદાવાદમાં (ઈ.સ. ૧૭૬ ૫) કરી છે. આ સિવાય કવિની અન્ય કૃતિ કે પરિચય ઉપલબ્ધ નથી. પ્રતિપરિચય
મસ્જિદબંદર અનંતનાથજી જૈન જ્ઞાનભંડારની વે-૨૧૮૨ ક્રમાંકની પ્રત ૨૫૧/૨ ૧૦૧/૨ સે.મી. સાઇઝ અને કુલ ૮ પાત્રો ધરાવે છે. પ્રતના અક્ષરો સ્વચ્છ છે, કેટલીક જગા પર હાંસિયામાં લખવામાં આવ્યું છે. કેટલેક સ્થળે પ્રત પર તેલ કે પાણી ઢળવાથી વધુ કાળાશ આવી છે. પ્રતની પુષ્પિકા નથી, આથી લેખન સં. તેમજ લિપિકાર વિશે માહિતી મળતી નથી. કૃતિપરિચય
સુમતિપ્રભસૂરિ (સુંદર)ની આ સ્તવનચોવીશીમાં સરળતાનો ગુણ મુખ્યરૂપે જોવા મળે છે. ભક્તહૃદયની સરળ ભક્તિસભર અભિવ્યક્તિને કારણે આ ચોવીશીમાં ભાવસભર કોમળ પ્રાર્થના અનેક સ્થળે જોવા મળે છે. કવિ બાળકભાવે પરમાત્મા સમક્ષ પોતાનું હૃદય ખોલે છે, માતા-પિતા સમક્ષ બાળક જે રીતે પોતાની મનગમતી વસ્તુ માગી લે એ રીતે જ પરમાત્મા પાસે મનવાંછિત માગવામાં સંકોચ અનુભવતા નથી.
ચરણ કમલ રી સેવ હિવૈ મુઝ દીજીયે સાહિબજી ૧ મોરો મન વસીયો તુમ પાસ ન જાયે વેગલો સાહિબજી. પરમપુરુષ મેં જાણ પકડીઓ તુમ પલો સાહિબજી. બાલક જિમ રઢ માંડ આડો કરે માતરું સાહિબજી તિમ મેં પણ માંડ્યો આજકૈ હઠ જગતાતશું સાહિબજી ૨
(૫, ૧-૨) એ જ રીતે વાસુપૂજ્ય સ્વામી સ્તવનમાં પણ મધુર ઉપાલંભ આપતાં કહે છેઃ
૩૭૨ ક ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય મારા
મા
મા
જ કાન પર
ન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org