Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
પરિશિષ્ટ-૪
છે નમઃ |
- ચોવીશીમાં ધ્યાનની પ્રક્રિયા ધ્યાનને મોક્ષમાર્ગના મહત્ત્વપૂર્ણ સોપાન તરીકે સ્વીકારાયું છે. જૈનધર્મ ધ્યાનની સાધના માટે જે વિવિધ આલંબનો દર્શાવ્યાં છે, તેમાં તીર્થંકર પરમાત્માનું ધ્યાન કે તેમની ભક્તિથી હુર્ત ધ્યાનની આંતરિક ધારા પણ મહત્ત્વનું આલંબન છે.
પ્રસ્તુત શોધનિબંધનો મુખ્ય અભ્યાસવિષય “ચોવીશીની કાવ્યશાસ્ત્રીય તેમ જ તેની વિષયગત સમીક્ષા આગળનાં પ્રકરણોમાં પ્રસ્તુત કરવામાં આવી છે. આ પરિશિષ્ટમાં આત્માર્થી મુમુક્ષુઓ આ સ્તવનોને ધ્યાનમાં સહાયક માધ્યમ તરીકે કઈ રીતે ઉપયોગમાં લઈ શકે એનો સંક્ષિપ્ત નિર્દેશ પ્રસ્તુત છે.
અધ્યાત્મરસિક જનોને મન આનંદઘન ચોવીશી' એ અપૂર્વ રસનો ખજાનો રહ્યો છે. આ ચોવીશીમાં એક યોગમાર્ગના ઉપાસક મરમી સંતનાં વચનો સમાયાં છે. સ્વાભાવિક રીતે જ આ સ્તવનો કેવળ ભક્તિપૂર્ણ હૃદયોગારથી વિશેષ સાધકને અધ્યાત્મપથ દર્શક બની શકે.
કવિ “સુમતિ ચરણકજ આતમ અરપણા, દરપણ જેમ આવિકાર સુજ્ઞાની' આ પાંચમાં સ્તવનમાં આત્માને સ્ફટિક સદશ્ય બનાવી પરમાત્મચરણે સમર્પિત કરવાની અપૂર્વ ધ્યાનપ્રક્રિયા વર્ણવે છે. આ સ્તવનમાં પરમ શરણાગતિના ધ્યાનમાં સહાયક બનવાનું છે. સામર્થ્ય છે.
અગિયારમું શ્રી શ્રેયાંસનાથ સ્તવન – અધ્યાત્મમાર્ગી મુમુક્ષુને વાસ્તવિક અધ્યાત્મની પિછાણ આપે છે. તો શ્રી વિમલનાથ સ્તવન પરમાત્મદર્શનથી ફુરેલા અલૌકિક આધ્યાત્મિક ભાવોનું આલેખન છે.
અઢારમા સ્તવનમાં ખૂબ ઉચ્ચ કક્ષાની આધ્યાત્મિક વાત ગૂંથાઈ છે. કવિ અહીં શુદ્ધ-આત્મભાવમાં રમણતા – સ્થિરતારૂપ ધ્યાન દર્શાવે છે. ગુણ-પર્યાયમાં રમણ ન કરતા કેવળ આત્મ દ્રવ્યમાં જ સ્થિરતા કરવાનું એવું અતિ-કઠિન ધ્યાનનું આલેખન આ સ્તવનમાં થયું છે.
ધ્યાન અને યોગના અભ્યાસી માટે શ્રી નમિનાથ સ્તવન અત્યંત માર્મિક દસ્તાવેજ છે. આ સ્તવનમાં
પરિશિષ્ટ-૪
૪૦૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org