Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre

View full book text
Previous | Next

Page 420
________________ બની શકે. આ જ દિશામાં શ્રી હંસરત્નજીનું બારમું સ્તવન પણ સહાયક બની શકે. સત્તરમું કુંથુનાથ સ્તવન પરમાત્માના તેજમય, નિર્ભય અને હૃદયમાં સ્વયં પ્રવેશતું. મનોહારી સ્વરૂપના ધ્યાનમાં ઉપકારક બને, વળી અઢારમા સ્તવનના આધારે પરમાત્મા વિશાળ ભવસમુદ્રમાં એક વિશાળ વહાણમાં નાવિકરૂપે બિરાજમાન છે. ભક્તોને ઉગારવા કેવી કરુણારસની ગંગા વહાવી રહ્યા છે. સત્યથમાર્ગદર્શક-ભવસાગરમાં તારનાર નાવિક આવું ભાવચિત્ર આ સ્તવન-આધારે હૃદયગત થાય છે. આ ધ્યાનમાં સંસારસાગરની ભિષણતાના આલેખનમાં બીજી ચોવીશીનું ત્રેવીસમું સ્તવન ચઉ કષાય પાતાળ કલશ તિહાં, તિસના પવન પ્રચંડ પણ અતિશય સહાયક બની શકે. ત્રેવીસમા સ્તવનમાં વર્ણવાયેલી ઉપમાની ભરતી પરમાત્માની લોકોત્તરતાનું ઉત્કટ ઉલ્લાસપૂર્વકનું ધ્યાનમાં સહાયક થાય. આ જ પ્રકારે અહીં પ્રસિદ્ધ થયેલ કવિ ઉત્તમવિજયજીની સ્તવનચોવીશીનું સંભવનાથ સ્તવન પણ આ પ્રકારના ધ્યાનમાં મદદરૂપ થાય. શ્રી વિનયવિજયજીની આ ચોવીશી – રંગધ્યાનના સંદર્ભે નોંધપાત્ર છે. કવિ અનેક સ્તવનોમાં પરરમાત્માના વર્ણ અને પંચરંગી પુષ્પોના વર્ણ આદિની મનોહર ગોઠવણનાં ચિત્રો આપે છે. આ ચિત્રોને માનસપટ પર અંકિત કરવાથી રંગોનું ઉર્જામય ધ્યાન તીર્થકરોના સંદર્ભે કરી શકાય. દેવચંદ્રજીના સ્તવનોના આધ્યાત્મિક ગૂઢાર્થો અલૌકિક છે. સાધકને શાંતરસમગ્ન કરી દેવાની અપૂર્વ શક્તિ આ સ્તવનોમાં છુપાઈ છે. આત્મપદાર્થની અનોખી ઝાંખી સાધકને નવમાં શ્રી સુવિધિનાથ સ્તવનમાં અવશ્ય અનુભવાય. કવિનું એકવીસમું સ્તવન મેઘરૂપક દ્વારા કરુણારસની અપૂર્વ વૃષ્ટિ – પરમાત્માનું કરુણા-નેત્ર સ્વરૂપના ધ્યાનમાં ચિત્ત-એકાગ્રતાનું અવશય અનુસંધાન કરાવે. આ કરુણામેઘ સ્વરૂપના ધ્યાનમાં હંસરત્નજીનું શ્રી મુનિસુવ્રતસ્તવન પણ કાવ્યતત્ત્વની ચમત્કૃતિ સાથે સાધકને તન્મય બનાવી દે એવું છે તો કવિનું ચોવીસમું સ્તવન પરમ શરણાગતિનો ભાવ આપણા હૃદયમાં ઘૂંટી દે છે. મોટા ભાગની સ્તવનચોવીશીઓમાં વર્ણવાયેલ શ્રી નેમિનાથ સ્તવનમાં રાજુલનો નેમિનાથ પ્રતિ વિરહવિલાપ જીવાત્માની પરમતત્ત્વ પામવાની ઉત્કટ લગની-હૃદયંગત ભીતરી વિચ્છેદની અનુભૂતિને પામવામાં ઉપકારક બની શકે. પ્રેમલક્ષણાભક્તિનું તીવ્ર સંવેદન સાધવા માટે આપણા આત્માનું રાજુલ સાથેનું જો અનુસંધાન થઈ જાય તો અલૌકિક પરિણામ અનુભવાય. આમ ચોવીશીનાં અનેકાનેક સ્તવનો આત્માર્થી સાધકોને ધ્યાનમાર્ગમાં વિકાસ સાધવામાં સહાયક બને છે. આ સ્તવન-ચોવીશીઓનું ભાવનાત્મક પુનઃ પુનઃ ચિંતન સાધકને તીર્થંકર પરમાત્મા સાથે અપૂર્વ એકાગ્રતા, તન્મયતા અને તદ્દરૂપતા આપવાનું સામર્થ્ય રહ્યું છે. કરનાર સામાજજર જ ન પરિશિષ્ટ-૪ ક ૪૦૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430