Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre

View full book text
Previous | Next

Page 411
________________ પરિશિષ્ટ-૨ ચોવીશીનો સાહિત્યેતર ક્ષેત્ર પર પ્રભાવ પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ ભગવાનના નિર્વાણ સ્થળ ‘અષ્ટાપદ તીર્થ પર તેમના પુત્ર શ્રી ભરત ચક્રવર્તીએ ચોવીસ તીર્થકરોની ઊંચાઈ અનુસારની મૂર્તિઓની સ્થાપના કરી હતી. આ અષ્ટાપદ તીર્થ પર જવું અત્યારે શક્ય ન હોવાથી તેના પ્રતિકૃતિરૂપ મંદિરો શત્રુંજય અને રાણી (રાજસ્થાન) આદિ વિવિધ સ્થળે નિર્માણ કરવામાં આવ્યાં છે. હાલ ન્યુયોર્કમાં પણ અષ્ટાપદ મંદિર નિર્માણાધિન છે. આ અષ્ટાપદ તીર્થના યાત્રા પ્રસંગે શ્રી ગૌતમસ્વામીએ જગચિંતામણિ સૂત્ર દ્વારા ચોવીસ તીર્થકરોની સ્તુતિ કરી હોવાનું મનાય છે. તેમ જ સિદ્ધસ્તવમાં પણ અષ્ટાપદ પર બિરાજમાન ચોવીસે તીર્થકરોની સ્તુતિ કરવામાં આવી છે. ચોવીસ તીર્થકરોની સ્વતંત્ર દેવકુલિકા ધરાવતાં મંદિરો “ચોવીસ જિનાલય' કહેવાય છે.શિલ્પશાસ્ત્રમાં આવું દેવાલય કઈ રીતે રચવું તેનું વિધાન કરવામાં આવ્યું છે. મુંબઈમાં ભાયખલાનું પ્રસિદ્ધ મોતીશા મંદિર આવું જચોવીસ-જિનાલય છે. જૈન દેરાસરોમાં ચોવીસ તીર્થકરોની સંયુક્ત પાષાણ કે ધાતુની પ્રતિમા જે ચોવીશી' તરીકે ઓળખાય છે, તેની પૂજા થાય છે. આવી વિવિધ ચોવીશીઓના ફોટોગ્રાફ માટે જુઓ પ્રકરણ ૧-૨-૬. ચોવીસ તીર્થકરોની સંયુક્ત મૂર્તિની જેમ તેમની માતાઓના પટની પૂજા પણ પ્રાચીનકાળમાં પ્રચલિત હશે. તેના અવશેષ શંખેશ્વર તીર્થમાં જિનમાતાના પટમાં જોઈ શકાય છે. એ જ રીતે ચોવીસ તીર્થકરોના ૧૪પર ગણધરોનાં પદચિહ્નોની પણ પૂજાની પરંપરા છે. ચોવીસ તીર્થકરોની પર્વ અવસરે ધામધૂમપૂર્વક પૂજા ભણાવવામાં આવે છે. આવી રાગરાગણી સહિત પૂજા ચોવીશી-વીશી સંગ્રહ આદિમાં પ્રકાશિત પણ થઈ છે. શિલ્પની જેમ ચિત્રકળામાં પણ ચોવીશ તીર્થકરોના યક્ષ-યક્ષિણી સાથેના ચિત્રવાળા પટ બનાવવામાં આવતા. સ્તવન-ચોવીશીઓ અને કલ્પસૂત્રમાં પણ ચોવીસ તીર્થકરોનાં સુંદર ચિત્રો મળે છે. આમાંનાં કેટલાંક ચિત્રો ડૉ. સારાભાઈ નવાબે ૧૧૫૧ સ્તવનમંજૂષા અને કુમારપાળ દેસાઈએ “આનંદઘન : એક અધ્યયન'ના પ્રારંભે પ્રગટ કર્યા છે. અનાનુપૂર્વી વિભિન્ન રીતે નવકારમંત્ર ગણવાની રીતના પુસ્તકોમાં પણ ચોવીસ તીર્થકરોનાં ચિત્રો (દર્શનચોવીસી) પ્રગટ કરવામાં આવે છે. ૧. શિલ્પતત્ત્વાર્થ ચિંતન સં. નંદલાલ સોમપુરા પ્રકા. પોતે પ્રથમ આવૃત્તિ ઈ. સ. ૧૯૮૫. ૩૪ ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય નાના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430