Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre

View full book text
Previous | Next

Page 412
________________ જૈનધર્મના દૈનિક વિધિવિધાનોમાં લોગસ્સસૂત્રનો મહિમા અત્યંત વ્યાપક છે. ચૈત્યવંદન-પ્રતિક્રમણમાં પ્રગટ પીઠરૂપે તેમજ કાયોત્સર્ગ ધ્યાનરૂપે પણ “લોગસ્સનું સ્મરણ થાય છે. દર ચૌદસે કરાતા પકખી પ્રતિક્રમણમાં શ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત “સકલાહંત સ્તોત્રમાં ચોવીસે તીર્થકરોની વંદના કરાય છે. તેમની વિસ્તૃત વંદના માટે દર ચાર મહિને ‘ચોમાસી દેવવંદન કરાય છે, તેમ જ દર વર્ષે પર્યુષણ પર્વ દરમિયાન ‘કલ્પસૂત્રમાં મુખ્યરૂપે ચાર અને ગૌણરૂપે બીજા વસતીર્થકરોનું ચરિત્રશ્રવણ કરાય છે. વિવિધ ક્રિયાઓની જેમ જ તપશ્ચર્યાનું પણ જૈનધર્મમાં ખૂબ મહત્ત્વ રહ્યું છે. ચોવીસ તીર્થકરો માટે ચઢતા ક્રમે આયંબિલ કરવારૂપ ચોવીસ તીર્થંકર વર્ધમાન તપ કરવામાં આવે છે. જૈન કથા અનુસાર દમયંતીએ પૂર્વ ભવમાં ચોવીસ તીર્થકર વર્ધમાન તપ કરી ઉદ્યાપનમાં અષ્ટાપદ તીર્થ પર ચોવીસે તીર્થકરોની મૂર્તિને રત્નતિલક ચઢાવ્યા હતા. અષ્ટાપદ તીર્થ પરના સ્થાપના ક્રમે “ચત્તારિ અઠ્ઠ દસ દોય' પ્રમાણે ઉપવાસ કરીને પણ ચોવીસ તીર્થકરોનું સ્મરણ કરાય છે. તેમના પ્રત્યેક કલ્યાણક પાંચ મહત્ત્વની ઘટનાઓ)ના દિવસે પણ વિવિધ વ્રત-તપશ્ચર્યા અને સ્મરણ કરવામાં આવે છે. જૈનધર્મમાં સર્વશ્રેષ્ઠ મંત્રરૂપે “નમસ્કારમંત્રનો મહિમા વિખ્યાત છે. આ મંત્રના કેન્દ્રસ્થાને ચોવીસ તીર્થકરો આદિ અરિહંત ભગવાન છે. તે જ રીતે ચોવીસ તીર્થકરોના નામસ્મરણ રૂ૫ “લોગસ્સસૂત્ર' આધારિત અનેક મંત્રોનો સંગ્રહ લોગસ્સકલ્પમાં કરવામાં આવ્યો છે. જિનપંજર સ્તોત્રમાં ચોવીસ તીર્થકરોના નામમંત્રો દ્વારા શરીરનાં વિવિધ અંગોની રક્ષા કરવાનું સૂચવાયું છે. આ ઉપરાંત પ્રત્યેક તીર્થકરોના "પ્રાકૃત ભાષામાં લખાયેલા મંત્રો પણ ઉપલબ્ધ છે. મંત્રોની જેમ જ યંત્રોનો પણ જૈનધર્મમાં મહિમા રહ્યો છે. નવકાર જેમ શ્રેષ્ઠમંત્ર છે, તેમ “સિદ્ધચકયંત્ર સર્વશ્રેષ્ઠ યંત્ર છે. આ મંત્રના કેન્દ્રસ્થાને પણ અરિહંત ભગવાનની સ્થાપના છે. પ્રસિદ્ધ ઋષિમંડળયંત્રના કેન્દ્રસ્થાને હ્રીંકારમાં ૨૪ તીર્થકરોની સ્થાપના છે. દિગંબર પરંપરામાં ચોવીસ તીર્થકરોનાં સ્વતંત્ર યંત્રો પણ ઉપલબ્ધ થાય છે. સિદ્ધચક્ર આદિ અનેક યંત્રોમાં ચોવીસ તીર્થકરોના યક્ષ-યક્ષિણીઓની સ્થાપના કરવામાં આવે છે. કેટલાંક યંત્રોમાં ચોવીસ તીર્થકરોનાં માતા તેમ જ પિતાનું પણ સ્થાપન કરવામાં આવે છે. યોગ-ઉપાસનામાં અરિહંત ભગવાનનું ધ્યાન શ્રેષ્ઠ ગણાય છે. ચોવીસ તીર્થકરોનું તેમના વર્ણ-અનુસાર ધ્યાન કરવામાં આવે છે. ચોવીસ જિનમાતાઓ - અધિષ્ઠાયક યક્ષ-યક્ષિણીઓનું પણ ધ્યાન કરવામાં આવે છે. ધાર્મિક જીવનની જેમ જ સામાજિક જીવનમાં પણ ચોવીસ તીર્થકરોનો મહિમા રહ્યો છે. રાજસ્થાનમાં લગ્નપ્રસંગે ગવાતા “વિવાહલામાં ચોવીસ તીર્થકરોની સ્તવના કરાય છે. આમ, સ્તવનચોવીશી દ્વારા ઉપાસના પામતાં ચોવીસ - તીર્થકરોનો પ્રભાવ જૈનોના જીવનમાં ઓતપ્રોતપણે અનુભવાય છે. ૨.દેવવંદનમાળા - સં. જશવંતલાલ શાહ પ્રકા. જૈનપ્રકાશન મંદિર, અમદાવાદ. ૩વિધિસંગ્રહ સં. અમરેન્દ્રસાગરજી. ૪.લોગસ્સસૂત્ર સ્વાધ્યાય પ્રકા. જૈનસાહિત્ય વિકાસમંડળ, ઈલ. મુંબઈ. પ.વેરના વમળમાં - મુનિ શ્રી ગુણભદ્રવિજયજી પ્રકા. જ્યોતિન ચીમનલાલ શેઠ, મુંબઈ આવૃત્તિ આઠમી વિ. સં. ૨૦૫૩. ૬ ચૌબીસ તીર્થંકરો કે દિવ્ય યંત્ર, મંત્ર ઓર સ્તોત્ર - ચિત્રકાર સાધક શિવાનંદ સરસ્વતી પ્રકા. રાણાવત ફાઉન્ડેશન, આવૃત્તિ પ્રથમ, ૨૦૦૧. ૭નમસ્કાર ચિંતામણિ. શ્રી કુંદકુંદવિજયજી પ્રકા. શ્રી નમસ્કાર આરાધના કેન્દ્ર, પાલિતાણા. આવૃત્તિ પ્રથમ, ઈ. સ. ૧૯૭૯, નાના નાના ભામાશાઓ , પરિશિષ્ટ-૨ ૩૯૫ બાબા વાધાણાવાણાના ધારાસભામાશા બાવાવાળા મારા મામા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430