Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
વાચક મુક્તિસૌભાગ્યગણિ કૃત સ્તવનચોવીશી:
એક સંક્ષિપ્ત પરિચય
આ ચોવીશીની એક માત્ર હસ્તપ્રત શ્રી લા. દ. પ્રાચ્યવિદ્યામંદિરમાંથી પ્રાપ્ત થઈ છે. ૧૦ પત્ર ધરાવતી આ હસ્તપ્રત વ્યવસ્થિત સ્વચ્છ અક્ષરો ધરાવે છે, પરંતુ કેટલેક સ્થળે અક્ષરો એકસરખા હોવાથી ભ્રમ ઉપજાવે છે. અંતે પુષ્પિકામાં લિપિકાર આદિનું નામ આદિ આપવામાં આવ્યું નથી. પરંતુ લખાવટની દૃષ્ટિએ પ્રત વિક્રમના ૧૯મા શતકની હોય એવું સંભવિત જણાય છે.
વાચક મુક્તિસૌભાગ્ય ગણિનો પણ કોઈ પરિચય પ્રાપ્ત થતો નથી. પરંતુ તેમનું સૌભાગ્ય’ એવું અંતિમ નામ તેમના ગચ્છ તરીકે તપાગચ્છની “સૌભાગ્ય શાખાનો નિર્દેશ કરે છે. તેમ જ કૃતિમાં વ્યાપકપણે પ્રયોજાયેલી ૧૮મા શતકના સ્તવનોની દેશીઓને કારણે તેમનો કાળ ૧૮મા શતકનો ઉત્તરાર્ધ કે ૧૯મા શતકનો હોવાનું નિશ્ચિત કરી શકાય છે.
આ ચોવીશી ભક્તિપ્રધાન-ભક્તિહૃદયના ભાવોલ્લાસથી સભર એવી મનહર કૃતિ છે. કવિ પર યશોવિજયજી, માનવિજયજી આદિ કવિઓનો પ્રભાવ જોઈ શકાય, એમ છતાં કવિહૃદયની સચ્ચાઈ તેમ જ કેટલીક મનોહર નાવીન્યસભર અલંકારરચનાઓ, કાવ્યાત્મક ઉક્તિઓને કારણે આ ચોવીશી એક નોંધપાત્ર ચોવીશી તરીકે સ્થાન પામે એવી બની છે. આ ઉપરાંત કવિએ તેરમા સ્તવનમાં કરેલો ચારણી શૈલીનો કમલબંધનો પ્રયોગ પણ નોંધપાત્ર છે. - કવિએ અભિનંદન સ્વામી સ્તવનમાં પરમાત્માના પ્રભાવને વર્ણવતાં મનહર કલ્પના કરે છે. કવિ કહે છે કે, જ્યારથી મારા હૃદયમાં પરમાત્મા વસ્યા છે, ત્યારથી ચિંતામણિરત્ન, કામકુંભ અને કલ્પવૃક્ષનું મૂલ્ય મારે મન ક્રમશઃ પથ્થર, માટી અને કાષ્ટ સમાન જ થઈ ગયું છે. તો સુમતિનાથ સ્તવનમાં ચાતક-મેઘ, ભ્રમર-માલતી આદિ પરંપરાગત ઉપમાઓની સાથે જ છાત્રને મન વિદ્યા અને સમદર્શીને મન શાંતિ. નયવાદોને મન નય જેવી નાવીન્યસભર ઉપમાઓનું આલેખન જોવા મળે છે. છઠ્ઠા પદ્મપ્રભસ્વામી સ્તવનમાં પરમાત્મા સાથેની દઢપ્રીતિ અંગે દગંત નોંધપાત્ર છે. કવિ કહે છે, કોઈ શુભ દિવસે શુભ મુહૂર્ત મારા હૃદયમાં સજ્જન પુરુષની જેમ આપનો વાસ થયો છે, તે કાયમ માટે અંકિત થયો છે. જેમ ચિત્રમાં હાથી પર એક વાર મહાવત દોરવામાં આવે, તેને ઉતારવાનો ગમે તેટલો પ્રયત્ન કરવામાં આવે, છતાં તે જેમ ઊતરતો નથી એમ, તમે મારા હૃદયમાંથી પળભર પણ દૂર થતા નથી.
ચૌદમા શ્રી અનંતનાથ સ્તવનમાં પરમાત્માની ઉપસ્થિતિને કારણે કર્મોની કેવી દશા થઈ છે તેનું અલંકાર-લયયુક્ત આલેખન કર્યું છે:
તું હિ જ મુજ શિર રાજીઉ, કર્મ અહિતણ્યું જોર,
તે વનિ પનગ ગત વિરહે જિહાં વિચરે હરખે મોર હે પ્રભુ! જો આપ મારા શિર પર વિરાજમાન હો, તો કર્મ-અહિત શું કરી શકે? જેમ જે વનમાં
મારા
ના અપ્રકાશિત ચોવીશીઓ અને તેનું અધ્યયન કે ૩૭૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org