Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
ઓગણીસમા તીર્થંકર મલ્લિનાથ ભગવાનનો જન્મ અઢારમા અરનાથ સ્વામીના નિર્વાણ પછી એક હજાર ક્રોડ વર્ષના અંતરે મિથિલાનગરીમાં કુંભરાજાની રાણી પ્રભાવતીની કુક્ષિએ માગશર સુદ ૧૧, અશ્વિની નક્ષત્રમાં થયો. તેમનો નીલવર્ણ હતો અને લાંછન કુંભનું હતું. સામાન્ય નિયમ એવો છે કે સર્વ તીર્થકરો પુરુષો હોય છે, પરંતુ ઘણા સમય બાદ કોઈક કાળચક્રમાં અપવાદરૂપે તીર્થંકર ત્રીરૂપે જન્મ લે છે, જેને જેનશાસ્ત્રોમાં અચ્છેરા (આશ્ચર્ય)ની સંજ્ઞાથી ઓળખવામાં આવે છે. મલ્લિકુમારીના રૂપ-યૌવનથી આકર્ષાઈ પૂર્વભવના છ મિત્રો મિથિલાનગરીમાં આવ્યા, પરંતુ વૈરાગ્યવાન મલ્લિકુમારીએ સહુને યુક્તિપૂર્વક મનુષ્યદેહની અસારતા સમજાવી વૈરાગ્યના માર્ગે વાળ્યા. માગશર સુદ અગિયારસના દિવસે રેવતી નક્ષત્રમાં મિથિલાનગરીની બહાર આવેલા ઉદ્યાનમાં દીક્ષા ધારણ કરી. તે જ દિવસે એક પ્રહર બાદ (અન્ય મતે એક દિવસ બાદ) અશોક વૃક્ષ નીચે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. પૂર્વભવના છ મિત્રોએ પ્રભુ પાસે દીક્ષા લીધી. મલ્લિનાથ ભગવાનનાં પ્રથમ ગણધર અભિક્ષક (ઈન્દ્ર) સાધ્વી બંધુમતી (વધુમતી), ૨૮ ગણધરો, ચાલીસ હજાર સાધુઓ, પંચાવન હજાર સાધ્વીઓ, એક લાખ ત્યાસી હજાર શ્રાવકો, ત્રણ લાખ સિત્તેર હજાર શ્રાવિકાઓ હતાં.
દીર્ઘકાળ પર્યત કેવળજ્ઞાની પણ અનેક જીવોને મોક્ષનો માર્ગ બતાવ્યો. ફાગણ સુદ બારસના દિવસે અશ્વિની (ભરણી) નક્ષત્રમાં એક માસનું અનશન કરી સમેતશિખર પર્વત પરથી મોક્ષે ગયા. શ્રી મલ્લિનાથ ભગવાનનું આયુષ્ય ૫૫,000 વર્ષનું હતું અને ઊંચાઈ ૨૫ ધનુષની હતી. તેમનાં અધિષ્ઠાયક યક્ષયક્ષિણી કુબેર અને વૈરાટ્યા (ધરણપ્રિયા) છે. મિથિલા અને ભોયણી (ગુજ.) તેમની મહિમાશાળી તીર્થભૂમિ છે.
વીસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રત ભગવાન શ્રી મલ્લિનાથ ભગવાનના નિર્વાણ પછી ૫૪ લાખ વર્ષના અંતરે બાદ થયા. રાજગૃહીનગરીમાં સુમિત્ર રાજા અને પ્રભાવતી રાણી રાજ્ય કરતાં હતાં. પ્રભાવતી રાણીએ વૈશાખ વદ આઠમના દિને શ્રવણ નક્ષત્રમાં પુત્રરત્નને જન્મ આપ્યો. તેનું “મુનિસુવ્રત” એવું નામ રાખ્યું. તેઓ શ્યામવર્ણના અને કાચબાનું લાંછન ધરાવનારા હતા. શ્રી મુનિસુવ્રતસ્વામીના યોગ્ય વયે વિવાહ થયા, તેમ જ પિતાએ રાજગૃહીનું રાજ્ય સોંપ્યું. ૧૫,૦૦૦ વર્ષ સુધી ન્યાય-નીતિસંપન્ન રાજ્ય વહીવટ કર્યા બાદ ફાગણ સુદ બારસના દિવસે શ્રવણ નક્ષત્રમાં રાજગૃહીનગરીની શોભાસમા નીલગૃહોંધ્યાનમાં સર્વ સંગ ત્યાગ કરી દીક્ષા ધારણ કરી. પ્રભુએ દીક્ષા સમયે છઠ્ઠનો તપ કર્યો હતો અને દીક્ષા બાદનું પ્રથમ પારણું બ્રહ્મદત્તના ઘરે ખીર દ્વારા કર્યું હતું. અગિયાર માસ સુધી નિરંતર ચઢતી સાધના બાદ મહા વદ બારસના દિને શ્રવણ નક્ષત્રમાં મિથિલાનગરીના ઉદ્યાનમાં ચંપક વૃક્ષ નીચે ત્રિભુવનને જાણનારી દિવ્યજ્યોતિ સ્વરૂપ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. પરમાત્માની મધુર દેશના સાંભળી કુંભ નામે પ્રથમ ગણધર થયા. તે જ સમયે બીજા ૧૭ ગણધરો થયા. સાધીગણમાં મુખ્ય સાધી પુષ્પમતી પુષ્પાવતી) થઈ. ભગવાનનાં સાધુશિષ્ય ત્રીસ હજાર, સાધ્વીશિષ્યા પચાસ હજાર, શ્રાવક એક લાખ બોતેર હજાર, શ્રાવિકા ત્રણ લાખ અડતાલીસ હજાર થયાં. પ્રભુએ ૭,૪૯૯ વર્ષ સુધી ધર્મમાર્ગ દર્શાવ્યો. તે પછી સમેતશિખર પર્વત પર એક માસનું અનશન કરી વૈશાખ વદ આઠમના દિવસે રેવતી નક્ષત્રમાં શુદ્ધ, બુદ્ધ, નિરંજન પદને (મોક્ષને) પામ્યા. શ્રી મુનિસુવ્રત સ્વામીનું આયુષ્ય એક લાખ વર્ષનું હતું અને ૨૦ ધનુષ્યની ઊંચાઈ હતી. શ્રી મુનિસુવ્રત સ્વામીનાં તીર્થસ્થળ તરીકે રાજગૃહી, અશ્વાવબોધ તીર્થ (ભરૂચ), થાણે, અગાશી પ્રસિદ્ધ છે. તેમના યક્ષ-યક્ષિણી અને વરુણ અને નરદત્તા નામે પ્રસિદ્ધ છે. ૨૮ ચોવીશી સ્વરૂપ અને સાહિત્ય -
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org