Book Title: Chovishi Swarup ane Sahitya
Author(s): Abhay Doshi
Publisher: Saurashtra Kesari Pranguru Jain Philosophical and Literary Research Centre
View full book text
________________
મધુર સુગંધથી આકર્ષાઈને આવ્યા છે.
કવિ મુનિસુવ્રત સ્વામી શ્યામવર્ણના હોવાથી તેમના માટે હંસરત્નજીની જેમ જ અભિનવ મેઘનું રૂપક પ્રયોજે છે. મુનિસુવ્રતસ્વામીરૂપી મનોહર મેઘની સિદ્ધાંત-વચનરૂપ વર્ષાને કારણે ભવ્ય જીવો રૂપી મોરનાં મન મોહિત થયાં છે, અને બુદ્ધિશાળી પુરુષોરૂપી ચાતકો આનંદિત થયા છે. ગુણવાન પુરુષોની હૃદયધરાને સીંચતા આ મેઘ દ્વારા કુમતિરૂપી ગ્રીષ્મઋતુ દૂર થઈ છે અને ખેડૂતો સમાન ઋષિઓ ધ્યાનરૂપી સમૃદ્ધ પાક લે છે. આ ત્રણે સ્તવનો કવિના ભાષાવૈભવ અને અલંકાર આયોજન શક્તિના સુંદર પરિચાયક બને છે.
કવિએ કેટલાંક સ્તવનોમાં પરમાત્માના જીવનચરિત્રના સંદર્ભો સુંદર રીતે ગૂંથ્યા છે. સુમતિનાથ સ્તવનમાં પરમાત્માનું નામ સુમતિ કઈ રીતે રખાયું તેનું કથાનક સંક્ષેપમાં સુંદર રીતે આલેખ્યું છે.
સુમતિનાથ ભગવાન ગર્ભમાં હતા, ત્યારે રાજદરબારમાં એક પુરુષની બે પત્નીઓ પિતાના મરણ બાદ એક બાળકના માતૃત્વ માટે લડતી આવી. બાળક જન્મથી જ બેય માતા પાસે ઊછરેલો હોવાથી તે પણ પોતાની માતા વિશે નિર્ણય જણાવી શક્યું નહિ. રાજ્યસભામાં બિરાજમાન વિદ્વાનો, મંત્રીઓ આદિ કોઈ નિર્ણય લઈ શક્યા નહિ. પરંતુ પરમાત્માની માતાએ ધનના લોભને કારણે લડતી બે ય માતાઓના ક્રોધરૂપી હાથીને શાંત કર્યા. તેણે નિર્ણય કર્યો કે, બાળકના બે ભાગ કરવા અને ધનસંપત્તિના પણ બે ભાગ કરવા. આ સાંભળી સાવકી માતા શાંત રહી, પરંતુ સાચી માતા તરત બોલી ઊઠી, એવું ન કરો એવું ન કરો, બાળકના બે ભાગ કરવાનું રહેવા દો. બાળક પણ ભલે એની પાસે રહ્યું અને ધન પણ એની પાસે રહ્યું. સ્ત્રીના આ વચને જ તેની માતા તરીકેની સચ્ચાઈનું પ્રમાણ આપી દીધું. માતાની આ સુમતિ ગર્ભમાંના બાળકના પ્રભાવે હોવાથી બાળકનું ‘સુમતિ” એવું નામ અપાયું. કવિ આ પ્રસંગનું સુંદર ઉàક્ષાત્મક રીતિએ આલેખન કરતાં કહે છે;
ગર્ભથી બે જનની તણો જો વાર્યો રોસ ગર્જેટ જો સુમતિ કરે રહ્યો કંદરા જો, નાદતો જેમ મૃગેંદ્ર જો.
(૫, ૨) ગર્ભમાં જ રહ્યા રહ્યા છે માતાઓના રોષરૂપ હાથીઓને વાર્યા, જાણે “સુમતિ' રૂપી સિંહે ગુફામાં રહીને ગર્જના કરવા માત્રથી બહાર રહેલ હાથીઓ શાંત થઈ ગયા.
કવિએ પાર્શ્વનાથ ભગવાનના સ્તવનમાં નાગને સુરપતિ પદ આપ્યું એ ઘટનાનો ઉલ્લેખ કર્યો છે તેમજ પૂર્વભવના વૈરી એવા મેઘમાળી (ઘનમાળી) દેવના અભિમાનને દૂર કર્યું એ પ્રસંગનો પણ ઉલ્લેખ કર્યો છે. નેમિનાથ સ્તવનમાં રાજુલનો વિલાપ કવિએ પરંપરાગત રીતિએ પણ હૃદયદ્રાવક અને સુંદર રીતે આલેખ્યો છે. અરનાથ સ્તવનમાં ચક્રવર્તી તરીકેના ભવ્ય દિગ્વિજયનું વર્ણન રમ્ય પદાવલીઓ દ્વારા અરનાથ ભગવાનની મહાનતાનો ખ્યાલ આપે છે. સ્તવનને અંતે કવિ પરમાત્માએ બાહ્ય શત્રુઓની જેમ જ અત્યંતર શત્રુઓ જીતી ધર્મ-ચક્રવર્તી પદ શોભાવ્યું તેનો મહિમા કર્યો છે.
કવિએ ભક્તિભાવસભર અલંકારયોજનાઓ કરી છે, તો અમુક સ્તવનોમાં પરમાત્મામાના ચરિત્રના સંદર્ભો પણ ગૂંથ્યા છે. એ સાથે જ કવિએ અનેક તાત્ત્વિક વિષયોનું આલેખન પણ કર્યું છે. કવિ પ્રથમ
૨૦ - ચોવીશી : સ્વરૂપ અને સાહિત્ય ના
કાજ પર કામ કરવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org